Category Archives: ટહુકો

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી…. – સુરેશ દલાલ

સ્વર : હંસા દવે , ગીતકાર : સુરેશ દલાલ , સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
GopalKrishna

.

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
મને સૂતીને સપને જગાડ્યા કરી

બાંવરી આ આંખ મારી આમ તેમ ઘૂમે
ને ઝાંઝરથી લજ્જા વેરાય
એકલીના મહેલમાં ઓશિકે જોઈ લ્યોને
મધુવનમાં વાયુ લહેરાય

હું તો બાહુના બંધમાં બંધાયા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી
યમુનાના વહેણ માંહી દોડે
જાગીને જોઉં તો જાણું નહીં કે
કેમ મોરપીંછ મ્હેકે અંબોડે

મને અનહદના રંગમાં ડૂબાડ્યા કરી
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે… – રમેશ પારેખ

રમેશ પારેખનું આ ગીત પહેલી વાર સાંભળ્યું, ત્યારે ગમ્યું તો ખરું.. પણ જેમ જેમ વધારે સાંભળ્યું, એમ એમ વધારે ગમે છે… અને હવે તો આ ગીત સાંભળું, કે તરત સેન ફ્રાંન્સિસ્કો જ યાદ આવે… કારણ કે ‘કહાની મે ટ્વિસ્ટ’.. જેવું ઘણું બધું એ શહેરમાં અનુભવ્યું છે….

ભગવાને ત્યાં ખુલ્લા હાથે કુદરતી સૌંદર્ય વેર્યું છે… ( આપણે મોરપિચ્છ પર એક વાર સેન ફ્રાંન્સિસ્કોની મુલાકાત લીધી હતી.. યાદ છે ને ? ) આમ તો જોવાલાયક બધા સ્થળો પર 2-3 વાર ગઇ છું.. પણ તો યે એ ઉંચા-નીચા રસ્તાઓ… Ferry Building થી Pier 39 સુધીની morning walk… BART કે Metro Muni ની મુસાફરી.. જ્યાં જવું હોય ત્યાં મોટેભાગે સાઇકલ પર જવું અને પાછા વળતી વખતે નવા રસ્તા explore કરવાની લાલચમાં ખોવાઇ જવું.. એવું ઘણું બધું છે જે હજુ પણ યાદ આવે છે…. એમ થાય છે કે થોડા દિવસની રજા મળે… એ ઘર અને મારી સાઇકલ પાછી મળે… તો એ શહેરને મન ભરીને માણી લઉં…


સ્વર : સોલી કાપડિયા

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

( આભાર : લયસ્તરો )

( કવિ પરિચય )

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. – રમેશ પારેખ

aalap-1

આજે 27 ડિસેમ્બર. મારા ભત્રીજા – ‘આલાપ’નો જન્મદિવસ… આલાપ આવ્યો, અને ઘરની સૌથી નાની વ્યક્તિ તરીકેની મારી પદવી એણે લીધી.. સાથે સાથે ઘરના સૌથી જવાબદાર વ્યક્તિ તરીકેની પણ. ( એના આવ્યા પહેલા તો એવું હતુ ને, કે ઘરમાં કશે પણ કંઇ પણ આમ-તેમ થાય, એટલે એની જવાબદારી મારી જ હોય, એવું નક્કી.. ) એ ઘણો નાનો હતો ને, ત્યારે તો એના ઘણા બધા નામ હતા..હું કોઇકવાર ઢીંગલી કહીને બોલાવતી.. હવે જો એવું કહું તો છણકો કરે, “ફોઇ… હું કંઇ છોકરી છું ??”

મારુ ચાલે તો ઘણું બધું લખું આજે… પણ હવે તમારો વધુ સમય નથી લેવો…

ચાલો.. એક સરસ મજાનું બાળગીત સાંભળીયે.. આ ગીત સાંભળીને તમારું બાળપણ, તમારી સ્કૂલ, બાલમંદિર, કે બાળપણના એ મિત્રો યાદ ન આવે તો કહેજો..!!

સ્વર / સંગીત : ??

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ

ભીનાશનું કારણ અને તારણ – સૌમ્ય જોશી

વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઇ ગઇ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઇ ગઇ.

તીવ્રતા બુઠ્ઠી થઇ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઇ ગઇ.

એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.

શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.

આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ.

બસ ઓ નિરાશ દિલ… – મરીઝ

સ્વર : સોલી કાપડિયા


.

સંગીતમાં છું મસ્ત, સુરામાં તર છું
માનું છું ગુનાહોનું સળગતું ઘર છું
પણ તુજથી દરજ્જામાં વધુ છું ઝાહિદ
દુનિયાથી તું પર છે, તો હું તુજ થી પર છું

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.

એમાં જો કોઇ ભાગ ન લે મારી શી કસૂર ?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.

મુલાકાત પહેલી હતી – શોભિત દેસાઇ

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું

સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત (પંકજ ઉધાસનું પ્રથમ ગુજરાતી ગઝલોનું આલ્બમ)

.

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

 – શોભિત દેસાઇ

ઓ ઇશ્વર ભજીએ તને …

સ્વર : ચાંદની
સંગીત : મનોજ દવે

આ પ્રાર્થના ના રચનાર કોણ, એ તો મને ખબર નથી. પરંતુ મને યાદ છે, કે જ્યારે નાનપણમાં મમ્મીને પૂછ્યું, કે ભગવાનને રોજ સવારે હાથ જોડીને શું કહેવાનું, ત્યારે મમ્મીએ આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિઓ શીખવાડેલી. ત્યારથી આ સરળ પ્રાર્થના મને ઘણી વ્હાલી. હજુ આજે પણ, હું ઘરે દીવો કરું, કે કોઇ પણ ભગવાનના મંદિરમાં કે પછી કદાચ દેરાસરમાં જઇ બે હાથ જોડી ઉભી રહું, મને કાયમ આ જ પંકિતઓ સૌથી પહેલા યાદ આવે.

( ‘મોરપિચ્છ’ બ્લોગ પર પહેલા મુકાયેલી આ પ્રાથના આજે સંગીત સાથે ફરીથી રજું કરું છું. અહીં પ્રાથનાની થોડી પંક્તિઓ જ સંગીતબધ્ધ થયેલી છે. )
o ishwar

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ…

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય…

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય…

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત…

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ…

આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ…

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ…

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન…

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર…

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ…

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર…

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ…

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ…

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ…

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…

સાંભરે… – સુરેન ઠક્કર ‘મેહુલ’

સ્વર : આશિત દેસાઇ
સંગીત : ચન્દુ મટ્ટાણી
આલ્બમ : મા ભોમ ગુર્જરી

કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે,
સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે.

જીવ માફક જાળવ્યાં ભવનાં એ ભારણ સાંભરે,
વ્હાલસોયાં થઇને સોંસરવાં સર્યા-જણ સાંભરે.

આયખા આડે જો ઘુમ્મસ હોય તો પણ સાંભરે,
ક્યાંય બિમ્બાય હતો એ મનનું દર્પણ સાંભરે.

કોક દિ’ એવું બને કે આંખમાં આંધિ ચઢે,
કોક દિ’ એવું બને કે વાત બે-ત્રણ સાંભરે.

ગહેક પીધી ને રગેરગથી કસુંબલ થઇ ગયો,
આયખે અનહદ ભર્યો એ ટહુકે સાજણ સાંભરે.

સાવ અણધાર્યા સમયના ઘૂંટ ઘેરાતા ગયા,
કેટલી અણગત છતાં તરસી એ પાંપણ સાંભરે.

બંધ મુઠ્ઠીમાં હતી આકાશની ગેબી અસર,
એટલે કૈં કેટલાં કોડીલા સગપણ સાંભરે.

સાવ ધુમ્મસીયા ચહેરાઓ હવે વાંચી શકું,
સાવ આભાસી સંબંધોનાંય પગરણ સાંભરે.

નામ એનો નાશ, આ એવો આભાસ છે.. – બાલુભાઇ પટેલ

સ્વર : આશિત દેસાઇ, પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : ખુશ્બુ

.

નામ એનો નાશ, આ એવો આભાસ છે
પ્રેમીઓના દિલમાં હજુ લૈલાનો વાસ છે

ચંદ્રને ચકડોળે ચઢાવો તો યે તે નો તેજ છે
ચાંદનીના પ્રતાપે તો ચાંદમા આ તેજ છે

શહીદની દુનિયામાં પ્રેમનો પણ વિભાગ છે
જણાવું નામ કેટલા ? એ મોટો ઇતિહાસ છે

પ્રેમીઓ પણ આજે મંદિરમાં પૂજાય છે
રાધા અને કૃષ્ણ પણ મુખમાં મલકાય છે

H डेडी ફિલ્મની ગઝલો

હિંન્દી ગઝલના ચાહકોએ તલત અઝીઝને તો સાંભળ્યા જ હશે. મેં એમના ઘણા આલ્બમ તો નથી સાંભળ્યા, પણ જે પણ સાંભળ્યા છે એની ચોક્કસ દિલથી મજા લીધી છે. એમને મેં સૌથી પહેલા ‘સા રે ગા મા’ ના એક કાર્યક્રમમાં જ્યારે એ નિર્ણાયક તરીકે આવ્યા હતા, ત્યારે સાંભળેલા… ઘણા વર્ષો પહેલા.. એમણે ત્યારે ગાયેલી ગઝલના શબ્દો મેં લખી રાખ્યા હતા, જે અહીં આપ્યા છે. બહુ ઓછી સાંભળેલી અને છતાં મને ઘણી જ ગમતી આ ગઝલ.
ए मेरी जान-ए-गझल, क्युं तेरी चाहत न करुं
सांस रुक जाए, अगर तुझसे मुहोब्बत न करुं

मेरे जझबात पे छाया हुआ नगमा तु है
तेरी आवाझ पे दिल नाच रहा है मेरा
मेरी धडकन से छमाछम की सदा आने लगी
बंद होठों से भी जब नाम लिया है तेरा

(I forgot the line here)
सांस रुक जाए, अगर तुझसे मुहोब्बत न करुं

मैने टांका था जो एक फुल तेरी झुल्फों में
आज भी याद है उस फुल की महेकान मुझे
तुने तो जिँदगी बक्षी है मेरी सांसो को
भुल सकता है भला कैसे तेरा प्यार मुझे

तुझपे कुरबान मैं क्युं प्यार की दौलत न करुं
सांस रुक जाए, अगर तुझसे मुहोब्बत न करुं
અને સાથે સાથે સાંભળીયે ‘ડેડી’ ફિલ્મના આ ગીતો… તલત અઝીઝના અવાજે ખરેખર જાદુ કર્યો છે…. આઇના મુઝસે મેરી પહેલી સી સૂરત માંગે… આ ગીત આમ તો ઘણી ઘણી વાર સાંભળ્યુ છે… પણ મને યાદ છે, એક વાર તો સતત 6-8 કલાક સુઘી આ જ ગીત વગાડ્યુ હતુ..

481

સંગીતકાર : રાજેશ રોશન

ગીતકાર :
आईना मुझसे मेरी पहेली सी सूरत मांगे
मेरे अपने मेरे होने की निशानी मांगे

वफा जो तुमसे कभी मैने निभाइ होती
उम्र ना मुफ्त में सडको पे गवांइ होती

घर के उजियारे, सोजा रे
डेडी तेरे जागे, तु सोजा रे

कभी ख्वाब में या खयाल में
कभी झिंदगानी की धार में
में अधुरा सा एक गीत हुं
मुझे अर्थ दे तु संवार के