ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA)
રજૂ કરે છે…
આપણા જાણેલા અને માણેલા કવિ
શ્રી અનિલ જોશી
કવિતાનો શોખીન એવો કોણ ગુજરાતી હોઈ શકે જેની આંખ આ કવિનું ગીત-કાવ્ય કન્યાવિદાય સાંભળીને ભીની ન થઈ હોય! જેણે એમનું લય પરનું સ્વામિત્વ અનુભવ્યું ન હોય! જેણે એમનાં ગીતો મારી કોઈ ડાળખીમાં પાંદડું નથી, મને પાનખરની બીક ના બતાવો કે નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે સુગમ સંગીતકારોને ખૂબ જ પ્રેમથી ગાતાં સાંભળ્યાં ન હોય! કાઠીઆવાડના ગ્રામજીવનનો, ખાસ કરીને સ્ત્રી-સંવેદનાનો, સચોટ ચિતાર આપી શકનારા કવિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા આ કવિએ ‘ગામ છોડ્યું છે, પણ ગામ છૂટ્યું નથી.’
-સુરેશ દલાલ
એમના કવનનું વિશ્લેષણ વિદ્વાનો તો કરતા જ રહેશે,
પણ કવિના સ્વમુખે એમનાં કાવ્યોનું પઠન અને એમના સર્જન વિષેની વાતો આપણે સાંભળીએ….
દિવસ : શુક્રવાર, ઑગસ્ટ ૨૮, ૨૦૦૯
સમય : સાંજે બરાબર ૭:૦૦ વાગે
સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ
સંચાલન : રામ ગઢવી
સંપર્ક:
રામ ગઢવી (૯૭૩) ૬૨૮-૮૨૬૯
ગૌરાંગ મહેતા (૯૭૩) ૬૩૩-૯૩૪૮
જસવંત મોદી (૭૩૨) ૯૬૮-૦૮૬૭
જયેશ શાહ (૯૭૩) ૮૧૨-૦૫૬૫
Driving Directions to TV Asia Auditorium:
(76 National Road , Edison , NJ - Phone : 732-650-1100)
· NJ Turnpike to exit 10
· Take I-287 North
· Exit 2-B to Rte. 27 South
· Past a couple of traffic lights, right on Talmadge Road
· Go about ½ mile, turn right on National Road
· About ¼ mile to TV Asia building on your left
(સમયસર આવી જવા વિનંતી)
* * *
નોંધ:
૧) આ કાર્યક્રમ માત્ર ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA)નાં સભ્યો માટે જ મર્યાદિત છે. નજીકમાં રહેતા મિત્રોને જો GLAનાં આજીવન સભ્ય બનવામાં રસ હોય તો એ માટેનું ફોર્મ તમે GLAનાં બ્લોગ પરથી મેળવી શકો છો… એકવાર સભ્ય બન્યા પછી GLA દ્વારા આયોજીત આવા ઘણા કાર્યક્રમો તમે ભરપૂર માણી શકશો.
૨) શ્રી રામ ગઢવીએ એમનાં મિત્રો સાથે મળીને ઑગષ્ટની 30મી તારીખે રવિવારે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો એમની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે એક અંગત કાર્યક્રમ રાખ્યો છે. કાર્યક્રમમાં રસ ધરાવનાર નજીકમાં રહેતા અને જાણીતા મિત્રો રામકાકાનો સીધો સંપર્ક કરી શકે છે.