Welcome

“લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.”…

જુન 12, 2006 ના દિવસે બ્લોગ્સ ની દુનિયામાં મે પ્રથમ પ્રવેશ કર્યો ગુજરાતી કાવ્ય અને ગુજરાતી સંગીત પ્રત્યેની મારી રુચી ને અનુલક્ષીને બન્ને વિષયો નાં બે અલગ અલગ બ્લોગ્સ રજુ કર્યા.અનાયાસે ત્યારે, ભગીરથ બ્રહ્મભટ્ટના આ શબ્દો પરથી મને, સંગીતનાં બ્લોગનું નામ ‘ટહુકો’ આપવાનું સૂઝ્યું. કાવ્ય નાં બ્લોગ ને ‘મોરપિચ્છ’નામ આપ્યું. એ ટહુકો તથા મોરપિચ્છ, બ્લોગમાંથી આજે ‘ટહુકો.કોમ’ – એક સ્વતંત્ર વેબસાઇટ તરીકેં સમ્મિલીત થયા.

કાકાસાહેબ કાલેલકર નાં શબ્દો માં વર્ણવુ, તો એક્લા ચાલુ કરેલી મુસાફરી, વડીલો, મિત્રો તથા વાચકોના સંગાથ થી આનંદદાયક પ્રવાસ બની અને હવે મારા માટે યાત્રા જેટલી ભાવપૂર્ણ બની છે. યાત્રાનાં આ મુકામે આ બધા આપ્તજનોને તેમના અમુલ્ય યોગદાન માટેનો, ફક્ત શબ્દોમાં આભાર માનવો, કદાચ ક્ષુલ્લક ગણાય.

સૌથી પહેલા તો દક્ષેશભાઇનો આભાર માનું, જેમણે પોતાનું domain name ‘ટહુકો.કોમ’ મને આપ્યું, એ પણ નવા-વર્ષની ભેટ રૂપે. ટહુકાની સફળતામાં સૌથી મોટો ફાળો એ ગીતકાર, સંગીતકાર અને ગાયકોનો, જેમની રચનાઓ અહીં ટહુકા પર છે. હું મારા પરીવારના સભ્યોની પણ ઋણી છુ, જેમણે મારામાં ગુજરાતી ગીત તથા કાવ્યની રૂચીનું સિંચન કર્યું. સાથે મિત્રો, વડીલો તથા મારા બ્લોગની મુલાકાત લેતા વાચકોને તો કેમના ભુલાય, તેમના સુચનો, પ્રસંશા તથા ટીકા-ટીપ્પણીથી જ, મને આગાળ વધવાની દીશા તથા ઉત્તેજન મળ્યુ. અનેં અંતે આભાર માનું મારી માતૃભાષાનો, જેણે હજારો માઈલ દુર પણ, મને મારા મૂળોથી બાંધીને રાખી છે.

જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં બધાં જ સર્જકોનાં નામ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ ઘણી એવી પણ રચનાઓ છે ખાસ કરીને સંગીતની, કે જેમાં મને બધા જ રચનાકારોનાં નામ ન મળી શક્યા હોય. આપ જો આ ખૂટતી કડીઓ જોડવામાં મદદરૂપ થઇ શકો તો આભારી રહીશ. સૌમિલ મુન્શી, સોલી કાપડિયા, મનહર ઉધાસ, ચેતન ગઢવી, અચલ મહેતા, મેહુલ સુરતી વગેરે કલાકારોએ એમના ગીતો અહીં મુકવાની વ્યક્તિગત પરવાનગી આપી, એ માટે એમની ઋણી છું. ઘણા ગીતો એવા છે, જેના માટે કલાકારોનો સંપર્ક કરવો મારાથી શક્ય બન્યો નથી. આવા સૌ કલાકારોની ક્ષમા સહ, હું વિનંતી કરું છું કે કોઇની પાસે આવા કોઇ કલાકારની સંપર્ક માહિતી હોય, તો મને જરૂરથી જણાવશો.

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, ગુજરાતી કાવ્ય તથા સંગીત જગતનાં વિવિધ રંગો આ વેબસાઇટ ધ્વારા પ્રસ્તુત કરી રહી છું. ઉદ્દેશ ફક્ત ગુજરાતી સાહિત્ય તથા સંગીત ની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ટહુકો પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

અત્રે એ ઉલ્લેખ જરુરી છે કે, ટહુકો.કોમ વેબસાઇટ આ સ્તર સુધી પહુંચી, એના માટે તે બધાં જ ગુજરાતી મિત્રોની આભારી છું, જેમણે નિસ્વાર્થભાવે પોતાનો સમય તથા જાણકારીનું યોગદાન આપ્યુ. વેબપ્રકશાનનાં વિષયની મારી પૂરતી જાણકારીના અભાવે, ઘણા પ્રયત્નો છતાંય, ટહુકો.કોમ પર કેટલીક ટેક્નીકલ ઉણપો રહી ગઇ છે, જેને હું દૂર કરવા પ્રયત્ન કરી રહી છું. પણ જો આપ આ વિષય માં જાણકારી ધરાવતા હો, તથા આ ઉણપોને દૂર કરવામાં, આપનો સહકાર આપી શકો, તો આપની આભારી રહીશ.

મને આશા છે કે આપ સહુને ટહુકા અને મોરપિચ્છનું આ નવું સ્વરૂપ ગમશે. આ વેબસાઇટને વધુ સુંદર અને સરળ બનાવતા આપના સુચનો આવકાર્ય છે.

ટહુકો.કોમ માં આપનું સ્વાગત છે.

– જયશ્રી

Contact : write2us@tahuko.com

Disclaimer :

The entries posted on tahuko.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator.

257 replies on “Welcome”

  1. આર્થિક મુશ્કેલી કે હો સંબંધો નું ઝેર તમે પિતા રહ્યા
    મારા દરેક દુર્વ્યહ્વાર ને સમજી ને બાળક
    ના મારી ટપલી,કે નાજુક બાળ ને ઠેસ પહોચે
    એ રીતે બની તમે પિતા રહ્યા
    કાળજા નો કટકો હોય તો.. કહું કઈક
    પણ આતો આખે આખું કાળજું
    એમ સમજી તમે હમેશા બીતા’ રહ્યા
    હોય જો સરોવર તો સુકાઈ જાય
    તમે તો હમેશા કરુણા ની સરિતા રહ્યા
    ચાલુ હું હમેશા તમારા નકશે કદમ પર
    તમારું આચરણ જ મારું ગીતા રહ્યા
    તમે નથીતો શું થઇ ગયું ..છે ને તમારી યાદો
    બસ એમાજ અમે મરતા ને જીવતા રહ્યા
    –અણનમ

  2. એમને પૂછો જે રહે છે પિતા વિના …
    કેમ રહેવાય છે ઘર માં છત વિના ….
    .- અણનમ ……….and happy fathers day to all

  3. પ્રિય જયશ્રીબહેન,

    જ્યારથી ‘ટહુકો’ સાંપડ્યો છે ત્યારથી હું તેનો છાનો-છાનો મજા લેતો રહ્યો છું. તમારું અભિવાદન કર્યા વગર મનમાં ખટકો રહેતો હતો. માધ્યમીક્શાળા છૂટ્યાં પછી, અને વળી વિદેશમાં આવીને વસવાથી એમ લાગતું હતું કે જીવનમાંથી ગુજરાતીભાષાનો ધીમે ધીમે લોપ થઇ રહ્યો છે. ‘ટહુકા’ થકી તમે વર્ષોથી સાલતી ખોટ પૂરી કરી દીધી. મને તો જાણે ભાવતાં ભોજન મળી ગયા! હવેતો ‘ટહુકા’ વગર એક દિવસ પણ નથી ચાલતું!!

    અંગ્રેજીભાષાના વધતા જતાં ચલણમાં આપણી ગરવી ગુર્જરા પ્રત્યેનો તમારો પ્રેમ અને સાઈટ અંગે પડતી મહેનત અચંબો પમાડે તેવાં છે. તમારો ઘણોજ આભાર!

  4. ‘ટહુકો’ની પાંચમી વર્ષગાંઠે શુભેચ્છા સાથે :

    તમારે હરેક ‘ટહુકે’ અમારું મન મહેકે,
    ખુશીના ગુલ ચહેકે અને જીવન તો ખુશીથી લહેકે.
    ભાષાની ગંગોત્રીમાંથી કાવ્યોની સરિતા વહેશે,
    જેમાં રસિક ચિંતકો – સંતો તરતા રહેશે,
    જીવનનો સાર, મરજીવા બની શોધતા રહેશે
    અને ‘ટહુકો’ કરી કરી સહુને પહોંચાડતા રહેશે !
    – શિવાની શાહ

  5. અભિનન્દન !
    હરિ હલવે હલવે હન્કારે મારુ ગાડુ ભરેલુ ભારે…. ગેીત સમ્ભલાવવા વિનન્તિ.

  6. જયશ્રિબેન્,
    પાચ વરસ થઈ ગયા પત્ર લખતા.ટહુકો સાભળુ ને સભળાવુ ઘરમા બધાને.
    ગીત શોધી રહી હુ….. ભાભીના ભાવ મને ભીજવે રે લોલ્
    ગીતો, સમાચાર્ ,પત્રો,અને દરેક વિભાગ્,સન્કલન અભિનન્દનને પાત્ર.
    ટ્હુકોની મિઠાશ્ સદા પ્રસરતી રહે તે જ શુભેચ્છા
    મીના

  7. THANKS A LOT, JAYASHRI BEN! YOU HAVE DONE A PIONEERING WORK FOR GUJARATI LITERATURE THROUGH THIS WEBSITE. YOUR CONTRIBUTION WILL BE GRATEFULLY REMEMBERED BY ALL OF US WHO LOVE GUJARATI LITERATURE AND MUSIC.

  8. આદરણીય પ્રિય જયશ્રીબેન,
    મને ખબર નથી પડતી કે આપનો આભાર કેવી રીતે માનુ?

    આપ ગુજરાતી ભાષાની બહુમૂલ્ય સેવા કરી રહ્યા છૉ જેનો લાભ આજ થી મને મલ્યો છે.
    આપનો ઉત્સાહ તથા સંગ્રહ જોઇ ને ખુબ આનંદ થયો ..હવે દરરોજ સવાર પડતા ટહુકો કરીશ.
    . ..મે તો ખુબ લાભ માણ્યો અને મજા પડી ગઈ…
    “આ વેબસાઇટ પ્રથમ વખત જોઇ, સુધી “અજ્ઞાની”હોવા બદલ ખેદ થયો, પણ હવે ભરપુર સાંભળીશ.”

    ખુબ ખુબ અભિનન્દન !!! ખુબ ખુબ સફળતા મળે એ શુભેચ્છા સહ્..

  9. i m not able to say aynthing but,
    chalo yaaro, mohabbat mai dilo ko jalate jaye,
    ye mumkeen hai ek din chirag, muft me hi bikenge.

  10. જયશ્રીબેન,
    ગુજરાતી કાવ્ય સંગીતની બહુમૂલ્ય સેવા કરી રહ્યા છૉ.તમારો ટહુકો સવાર પડતા ટહુકો કરી જીવનમા પ્રવેશે છે.તમને ખુબ સફળતા મળે એજ શુભેચ્છા.

  11. અવ્ધુત અનન્દ ધન જિ નુ પદ રઆમ કહો રાહમન કહો લખાન મા મલે તો લાવઇ અપ્શઓ. અપ્નો પ્રયાશ ખુઉબ વખાન્વા લાયક ચ્હે .

  12. Jayshreeben,
    Tamaro aa prayatn khub j sarahaniy ane aavkary chhe.Hu khub j gadgadit chhu.Tamara aa kary na anusandhan ma hu Kavi Shree Manoj Khandheriya ni aa pankatio tankava mangu chhu…

    “Kurupata kyay pan joi nathi,Saundary na sogandh !!
    Badhu j Sundar nirakhnara Nayan ne laine aavya chho..!!!”

    Karunta to ae vaat ni chhe ke mane aa website vishe humna thoda samay pehla j jankari mali chhe..

    Any way,
    My warm regards to you and keep it up…

  13. મારા મિત્ર પન્કજ ભૈ અજ્મેરા થકિ તમારો પરિચય પામ્યો , આભર્ તેમ્નો , સહિત્ય ને લગ્તો રસ આ રસ ધારા પિવા લઈ આવે , રસ પન કરિ , સુખ પામે તે રસિક્જન તમોને સુભે કામ્ના કરે, ત્મારો આ યગ્ન ખુબ્જ મહાન કામ , ગુજ્રરાતિ ભાસા નિ ભાવિ પે, બહુ૮ધિને તમો વર્સગત અપિ સક્સો તેનાથિ વધુ સુતમો કામ્ના કરો , મારા અનુભવ ૬૪ વર્સ , ૧૨ વર્સે નિ વય , રન્ગ્ભવન ,ધોબિતલાવ , મુમ્બૈ , મધે ,દાયરો વગેરિ,”પ્ ન મ સય્રિ મએહ્ફિલ ” મરિજ્ભૈ , સુન્યભૈ , બર્કત્ભૈ , સહુ ને સાથે બેસેી , મહેન્દ્ર ભૈ સન્ગ ” ચન્દદ ના ‘ પ્રકસ્ન , ભારતિય ભાસા મધ્યા પ્રથ્મ્વાર ૧ લાખ , પ્રકાસન , તયાર બાદ , બોરિવલિ મધ્ય ” કોફિ મેત ” બહુજ ઉનચા દર્જ ના ગેીત્કરો , સહિત્ય કરો ને દેીલ દઈ ને , રસ પાન કયો , ૧૦૦ હપ્તા, , આજ તમારે દ્વરવ્વ્જે સાહિત્ય સન્ગમ પામિ રહ્યા …………ફરેી આ સબ્દો થ્કિ તમારો દેીલ પુર્વક આ ભા ર્……….ધન્યવાદ્…………….

  14. Dear Jayshreeben
    It is very nice to see and use your web site tahuo.com. this is a real treat for the people living outside matrubhumi, I was looking for this kind of website for a long time ..mane to ma mali ghere betha…,.I write a lot in gujarati when I am depressed and remember my mother, mothermatubhasha matrubhumi…
    I have nearly written 2000pages of lakhan in gujarati, I used to live in Edinbutgh for nearly 40 years now in my old age with my husband move to Canberra, Australia. I was born in Dar es salaam, East Africa,but love Bharat Desh it is great one article which I wrote is “‘ Ma marjo pan mari matrubhash Amar rehejo””. Mother is janni who gave birth to me but matrubhasha is every thing to me, my food, my culture,my cooking, sewing bhartguthan…I used to read my poems in Gujarati to keep Gujarati alive in Edinburgh Library, in mushira ,and in Glasgow at Diwali time, for nearly 14 years but now how to publish my work, is a problem if you can help me to give Gujarati email adresses of well known publishers chhapaa, I will very much delighted. My very welknown poem was mara bene pitani khani which was publish in Opinion,Navnat Darpan,in London.If you like I will can email you my writings and poem, abhar
    Manjula parekh na Jai jinedra,
    ps Zaverchand Meghani was my masha in two generation, mari ba na mama ni dikari Damiyantiben na pati te Zaverchand masha of Bagasra.

  15. જય શ્રી ક્રિષણ,

    આ વેબ સાઈટ મને ગમ્યુ. અહિ કવિઓ ઘણા છે તો મારે તેમને એક વિનતિ કરવી છે.
    હુ કવિ નથી, ઇજનેર છુ, ભૌતિક શાસ્ત્રી છુ. છતા મે બે એક ક્ઢન્ગી કવિતાઓ લખી છે – હિન્દીમા.
    એ કવિતાઓ દેશપ્રેમ અને વેદિક ધર્મ પ્રેમ વિશેછે.
    આ બન્ને પ્રેમ લોકોમા વધારવાનુ કામ કવિઓ અને ગાયકો અને કલાકારો સારીરીતે કરી શકે.
    તેથી તમો સૌ કવિ કલાકારો ને મારી વિનતિ છે કે ભારત દેશપ્રેમ અને વેદિક ધર્મપ્રેમ વધે તેવી કવિતાઓ પણ લખો ને ગાવ. જો તમારામાથી કોઈ કવિ મારી કઢન્ગી કવિતાના મુદ્દા લઈને ગુજરાતી કે હિન્દી મા કવિતા લખવા તૈયાર થાય તો હુ મારી કવિતાઓ મોકલુ. એજ.

    સુરેશ વ્યાસ
    skanda987@gmail.com

  16. WONDERFUL WEBSITE
    LESS THAN 1 OUT OF 100 LIVES THE LIFE THAT MAKES THIS WORLD OF OURS A BETTER PLACE TO LIVE. YOU ARE ONE OF THEM. HEARTFELT CONGRATULATIONS AND GRATEFUL APPRECIATION FOR WHAT YOU HAVE DONE FOR OUR GARVI GUJARATI SPECIALLY FOR INDIVIDUALS LIKE US WHO, FOR ONE REASON OR ANOTHER HAVE DECIDED TO SETTLE THOUSANDS OF MILES AWAY FROM HOMELAND.
    THANK YOU AGAIN.
    BATOOK GANDHI
    BRIDGEWATER. N.S. CANADA
    26 th DEC. 2010

  17. જયશરી બહેન ખુબ ખુબ અભિનન્દન્.ટહુકો.કોમ શરુ કરવા બદ્લ.એને લીધે ગુજરાતી કવિતા જોડે મારો નાતો ચાલુ રહે છે.વિખ્યાત સન્ગીતકારોના સ્વરબધ કરેલા ગીતો સાભળવાની મઝા આવે તે તો વધારામા.તમારા પ્રયત્નમા તમને ખુબ સફળતા મળે એજ શુભેચ્છા.

  18. Its really a good collection I gone thrue it I remember my schooldays (Diwan Ballubhai Madhyamik shala paldi)and also my collage golden days ie gujarat collage please accept my congratulatin and god will help u to serve a gujarati poems.

  19. એક મિત્રે ટહુકનો રાહ દેખાઙયો,બસ ….ટહુકના વનમા તરબોળ થૈ.

  20. hi jayshri how r u? thanx to joining me. this is supiriar chanc to kno everyone old and new poeat’s of gujraat. really im thanking u heartlly for this type of site it’s one of tham site like gujraati gazal and etc…!but it has a one spesiallity is what??? here we r reading and listing the real track of poem’s.let me tell jayshri, i want reliese my poem and gazal’s on this blog/w.s. than how can i publise it????? my w.s./url is:-www.vinitpandya.wordpress.com, plz visite it and comment me on it,ok bye. thax dear.

  21. hu pan ek lekhak chu me pan 4 book lakhi 6. 15 thi vadhu atrtical divyabhaskar ma avi chukya 6. kyarek nani poem to kyarek sher lakhi lau 6.to su apni site par pan mari vat lakhi saku? i maravipatel form ahmedabad.
    ravikumar70562@gmail.com pls reply

    ek sher

    mane nahoti khabar ke dunya avi hase
    nahi nav mahina na tap pachi hu samadhi n lai let.

    hazi ek

    parseva thi duniya ma badhu male 6 hu janu chhu
    pan mari thodu “ravi” ne kevay mare kai joitu j nathi.

    vadu tamar reply pachi

    thanks
    ravipatel

  22. જયશ્રીબેન હુ હંમેશા તમારો ઋણી રહીશ અને શક્ય તેટલી ‘ગમતાનો કરીયે ગુલાલ’ના નાતે મદદ કરીશ
    -આભાર

  23. પ્રિય જયશ્રી, બંન્ને બ્લોગ્સને એક કરી આ સુંદર વેબસાઈટનું સર્જન કરવા માટે ખુબ ખુબ અભિનંદન…
    “દરિયાને તીર એક રેતીની ઓટલી ઉંચી અટુલી અમે બંાધી જી રે, પગલું તે એક એક પાડે મહેમાન એમ રામજીની આણ અમે દીધી જી રે… ”
    લ્યો, કાગળ આપું કોરો,
    સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
    લ્યો, કાગળ આપું કોરો.”…
    સુંદર અને રસપ્રદ બ્લોગ છે.
    – alpa unadkat, Corporatar , Mahanagar Palika, Junagadh, City Mahila Congress President, Junagadh, Diistrict Youth Congress Maha Mantri, City Congress Maha Mantri,
    Yatra Vikas Chairman, Member of Standing Comittee, Junagadh
    Member of Red Cross society, Member of Hindu Dharm Utsave Samiti, Junagadh, Ex- Lohana Mahila President, Chairman of Manan Foundation Trust, Junagadh

  24. પ્રિય જયશ્રીબેનઃ
    ટહુકો.કોમ દરરોજ સવાર પડતા ટહુકો કરી જીવનમા પ્રવેશે છે.
    ખુબ ખુબ અભિનન્દન્..!ખુબ જ ખુશી થઈ..આપ હજુ પણ પ્રગતિ કરો એવી શુભેચ્છા..
    Manoj R. Unadkat
    Editor :- Sharooat Daily
    (Morning Daily News Paper)’AKHABAR BHAVAN’ JUNAGADH-362 001
    Ph.No. :-{0285} 2652400,Fax:-2652400,
    Mobile No.:- 9825220771,9426776598

  25. ખુબ સુન્દર ને ખ્યાત્નામ વેબ્સાઈટ ..અવિનાશ્ભાઈના પત્ની ઉકે ના લેસ્ટ્ર્મા મને ઓળખ આપી જયશ્રેીબેનની હવે તેઓ મળે કે નહિ તે તેમના ઉપર..પણમે તો આવી પહોચ્યા વિના નોતરે.

  26. Dear Jayshree,
    congrats for the giant task you have initiate to serve mother tongue and mother land. i was enthralled to read,write and listen some of the rare songs, wish you would contribute some more classical from Hemu Gadhavi, kag and others.
    Wish you more success.

  27. Jashreeben

    i do not know what i was missing until i found tahuko.com. thanks a lot to making wonderful site. I listen every day.

    Sunil
    Buean park,Ca.

  28. Dear Jayshreeben,
    I cannot describe fully in words how great it feels to connect to our roots through this site and thank enough.
    It brings back memories of growing up in India after living in U.S. for over 30 years.
    I have a request…… if you can confirm that if Devjibhai Modha is from Porbandar? He was principal in NAVYUG high school and i know he was poet and taught Sanskrit also.
    I will be eagerly waiting to hear from you.
    THANKS A LOOOOOOOOOOOOOOOT.

  29. Dear Jayshreeben,I feel very greatful to you for all you have done for homesick people living away from India. This site connects you to homeland like nothing else. We all go back to our good old days of growing up in India.Many of us were not aware at that time of things we had taken for granted and appreciate more now.
    I have a request….if you can tell Devjibhai Modha’s background. Is he from Porbandar? If he is, he was our principal at Navyug High school and tought sanskrit classes and he was poet. So is it same person ?
    If you can find and respond it will mean alot.
    THANKS A LOOOOOOOOOOOOT…………

  30. hi there,

    while going thru my friend`s son web site”Hitarthjani.com,i came to know “Tahuko.com.I like ur site.now onwards i will always surf ur site.if u get some time also go thru “hitarthjani.com `s web site.He is also genious like u.Once again thanks to u.& people like us those who r very far from their home state “Gugrat”,can enjoy too.

  31. પ્રિય જયશ્રીબેનઃ
    ટહુકો.કોમ દરરોજ સવાર પડતા ટહુકો કરી જીવનમા પ્રવેશે છે. ટહુકાનો સ્વર પિરસવા માટે આપનો આભાર. ટહુકો.કોમને વર્ષગાંઠ મુબારક અને ભવિષ્યમા આવી વર્ષગાંઠ યાવત્ચન્દ્રોદિવાકર આવ્યા કરે.

    ગૌરાંગભાઈ ઠાકરે જેમ કહ્યુ
    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

    તેમ મારા જેવા પરદેશી પન્ખીને ટહુકો આબેહયાત છે.

    ટહુકે ટહુકે ટપ ટપ નીતરતુ
    મારી ગુર્જરમાનુ હૈયુ
    ઝીલી તેના પ્રેમને હરખાતુ તેનુ છૈયુ .

  32. “Chorashi Rang no Sathiyo re mandyo”Koumudi munshi e gayeloo sambhalava malashe?ane eak biju je pan tenoo j gayel chhe “Vrundavan ghat sakhee jata dar lage.”thanks.

  33. શુ આ સુન્દર બાલ ગિત તહુકો પર માનવા મલે.
    “દરિયાને તીર એક રેતીની ઓટલી ઉંચી અટુલી અમે બંાધી જી રે, પગલું તે એક એક પાડે મહેમાન એમ રામજીની આણ અમે દીધી જી રે… ”
    આપ ચોકસ આ સુન્દર ગિત તહુકો પર મુકસો એવિ આસા સાથે હવે વિરામ લૈસ.

    રાજદિપ

  34. Thank you very much for giving such beautiful site. As a gujarati GEET lover, what else i want from you. When my daughter suggested to go through this site, Iwas not only surprised and happy but thankful also to the paople who have generated this site.
    I have one request, please do not add more hindi songs and confine to gujarati only. If at all you add some hindi songs, please add unforgetable and unique.

  35. આ વેબ સાઈત બનાવવા માતે આપનો આભાર. ખરેખર ખુબજ સરસ વિચાર કે જે આપે અમલ મા મુક્યો.

  36. હેલો જયશ્રી દીદી,
    it was my pleasure hearing from you..
    do u have a song/ગીત usually we used to hear when we were small..
    “કોણ હલાવે લીમડી ને કોણ હલવે પીપડી
    ભાઈ ને બેની લાળકી ને ભાઈલો ઝુલવે…”
    i dont remember the exact wordings but i think more or less its the same and correct…

  37. આફ્રિન… આફ્રિન… આપનુ કલેક્શન આદભુત છે.

  38. hello jayshreedidi,
    its parth from vapi.
    great collection and archives of shayri and ghazals….

  39. Jayashriben many many thanks aava sundar Geeto kavyo no aswaad karavava mate.swadesh thee door rahee ghana versho thee haiye hova chhata je rachanao hothe na aavatee hatee te hoth par aavi gai ane andar thee teno khub ananad anubhavoo chhu.aa site khub pragati kare tevee shubhkamana.

  40. જયશ્રીબેન્,
    Welcome
    By Jayshree, on November 25th, 2006 | આપની ટહુકોની પ્રોફઈલ વાંચી. આપની સાથે મુસાફરી કરવાની મઝા આવે છે. પણ આપની સાથે કદમ થી કદમ મીલાવી ચાલવાનું તો મને અશક્ય જ લાગે છે. આપ મુસાફરી કરતાં કરતાં લાણી પણ કરતાં જાઓ છો. અને તમારી લાણીમાં અમને મળતાં ગમતાં ગીતો, મળતી જુની કવિતાઓ સ્વર અને સંગીતમાં મળતાં જ બેસીને ગણગણવા લાગીએ છીએ ત્યાં તો તમો કેટલાય આગળ નીકળી જાઓ છો. આમ તમારી ગાડી આગળ ચાલવા માંડે ને અમારી ગાડી પાછળ પડી જાય છે.

    બેન જયશ્રીબેન તમારી પ્રોફાઈલ ક્યાં અને ક્યારે વાંચવા મળશે? આપ બાળ વિભાગ પણ શરૂ કરશો તો હજારો યુવા માબાપો તેમના બાળકોને તેમ જ નવા દાદા દાદીઓ નવા ભુલકાઓને ભાવ પ્રેમ અને જ્ઞાન સાથે ગમ્મતમાં સારા સંસ્કારો આપ શકશે. મને લાગે છે કે ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોની સાથે કુટુંબોમાં સુંગંધ ભરી શકશો.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  41. જયશ્રિ બેન
    સરસ જુનિ ગ્ઝલો ને ગિતો સાભર્વ્ા મલે

  42. Once I am on this site it is hard to log out of this site Jayshreeben. You are feeding my addiction!! Bless you. Have not mastered Gujrati typing so feel very uncomfortable in expressing my thoughts. Please, do not interpete my this inadequacy into disreagaurd for my love for gujrati.

Leave a Reply to sunil shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *