Welcome

“લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.”…

જુન 12, 2006 ના દિવસે બ્લોગ્સ ની દુનિયામાં મે પ્રથમ પ્રવેશ કર્યો ગુજરાતી કાવ્ય અને ગુજરાતી સંગીત પ્રત્યેની મારી રુચી ને અનુલક્ષીને બન્ને વિષયો નાં બે અલગ અલગ બ્લોગ્સ રજુ કર્યા.અનાયાસે ત્યારે, ભગીરથ બ્રહ્મભટ્ટના આ શબ્દો પરથી મને, સંગીતનાં બ્લોગનું નામ ‘ટહુકો’ આપવાનું સૂઝ્યું. કાવ્ય નાં બ્લોગ ને ‘મોરપિચ્છ’નામ આપ્યું. એ ટહુકો તથા મોરપિચ્છ, બ્લોગમાંથી આજે ‘ટહુકો.કોમ’ – એક સ્વતંત્ર વેબસાઇટ તરીકેં સમ્મિલીત થયા.

કાકાસાહેબ કાલેલકર નાં શબ્દો માં વર્ણવુ, તો એક્લા ચાલુ કરેલી મુસાફરી, વડીલો, મિત્રો તથા વાચકોના સંગાથ થી આનંદદાયક પ્રવાસ બની અને હવે મારા માટે યાત્રા જેટલી ભાવપૂર્ણ બની છે. યાત્રાનાં આ મુકામે આ બધા આપ્તજનોને તેમના અમુલ્ય યોગદાન માટેનો, ફક્ત શબ્દોમાં આભાર માનવો, કદાચ ક્ષુલ્લક ગણાય.

સૌથી પહેલા તો દક્ષેશભાઇનો આભાર માનું, જેમણે પોતાનું domain name ‘ટહુકો.કોમ’ મને આપ્યું, એ પણ નવા-વર્ષની ભેટ રૂપે. ટહુકાની સફળતામાં સૌથી મોટો ફાળો એ ગીતકાર, સંગીતકાર અને ગાયકોનો, જેમની રચનાઓ અહીં ટહુકા પર છે. હું મારા પરીવારના સભ્યોની પણ ઋણી છુ, જેમણે મારામાં ગુજરાતી ગીત તથા કાવ્યની રૂચીનું સિંચન કર્યું. સાથે મિત્રો, વડીલો તથા મારા બ્લોગની મુલાકાત લેતા વાચકોને તો કેમના ભુલાય, તેમના સુચનો, પ્રસંશા તથા ટીકા-ટીપ્પણીથી જ, મને આગાળ વધવાની દીશા તથા ઉત્તેજન મળ્યુ. અનેં અંતે આભાર માનું મારી માતૃભાષાનો, જેણે હજારો માઈલ દુર પણ, મને મારા મૂળોથી બાંધીને રાખી છે.

જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં બધાં જ સર્જકોનાં નામ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ ઘણી એવી પણ રચનાઓ છે ખાસ કરીને સંગીતની, કે જેમાં મને બધા જ રચનાકારોનાં નામ ન મળી શક્યા હોય. આપ જો આ ખૂટતી કડીઓ જોડવામાં મદદરૂપ થઇ શકો તો આભારી રહીશ. સૌમિલ મુન્શી, સોલી કાપડિયા, મનહર ઉધાસ, ચેતન ગઢવી, અચલ મહેતા, મેહુલ સુરતી વગેરે કલાકારોએ એમના ગીતો અહીં મુકવાની વ્યક્તિગત પરવાનગી આપી, એ માટે એમની ઋણી છું. ઘણા ગીતો એવા છે, જેના માટે કલાકારોનો સંપર્ક કરવો મારાથી શક્ય બન્યો નથી. આવા સૌ કલાકારોની ક્ષમા સહ, હું વિનંતી કરું છું કે કોઇની પાસે આવા કોઇ કલાકારની સંપર્ક માહિતી હોય, તો મને જરૂરથી જણાવશો.

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, ગુજરાતી કાવ્ય તથા સંગીત જગતનાં વિવિધ રંગો આ વેબસાઇટ ધ્વારા પ્રસ્તુત કરી રહી છું. ઉદ્દેશ ફક્ત ગુજરાતી સાહિત્ય તથા સંગીત ની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ટહુકો પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

અત્રે એ ઉલ્લેખ જરુરી છે કે, ટહુકો.કોમ વેબસાઇટ આ સ્તર સુધી પહુંચી, એના માટે તે બધાં જ ગુજરાતી મિત્રોની આભારી છું, જેમણે નિસ્વાર્થભાવે પોતાનો સમય તથા જાણકારીનું યોગદાન આપ્યુ. વેબપ્રકશાનનાં વિષયની મારી પૂરતી જાણકારીના અભાવે, ઘણા પ્રયત્નો છતાંય, ટહુકો.કોમ પર કેટલીક ટેક્નીકલ ઉણપો રહી ગઇ છે, જેને હું દૂર કરવા પ્રયત્ન કરી રહી છું. પણ જો આપ આ વિષય માં જાણકારી ધરાવતા હો, તથા આ ઉણપોને દૂર કરવામાં, આપનો સહકાર આપી શકો, તો આપની આભારી રહીશ.

મને આશા છે કે આપ સહુને ટહુકા અને મોરપિચ્છનું આ નવું સ્વરૂપ ગમશે. આ વેબસાઇટને વધુ સુંદર અને સરળ બનાવતા આપના સુચનો આવકાર્ય છે.

ટહુકો.કોમ માં આપનું સ્વાગત છે.

– જયશ્રી

Contact : write2us@tahuko.com

Disclaimer :

The entries posted on tahuko.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator.

257 replies on “Welcome”

  1. જયશ્રી બહેન
    નમસ્તે
    મારે મારી લખેલી ગજલ આમા પોસ્ટ કરવી હોઇ તો?

  2. જયશ્રી બેન,

    આપની વેબસાઈટ વિષયે જાણવા મળયુ – આપનો ઉત્સાહ તથા સંગ્રહ જોઇ ને ખુબ આનંદ થયો. મે તો ખુબ લાભ માણ્યો અને મજા પડી ગઈ.

    આ ગીતો ની રચનાઑ આવનારી પેઢીઓ ને પણ લાભદાઇ નીવડે તેવી શુભકામનાઑ.

    બીજુ મારે તમને એ પુછવુ હતુ કે વેબસાઈટ ઉપર કોઇ બાળ ગીતો ખરા?

    મારી પાસે ગીજુ ભાઈ બધેકા ના ભાવનગર ના બાળ મન્દીર મા ગવાતા એવા ૧૬ ગીતો ની રચના છે.

    રચના અન્જના બેન દવે ની છે – તેઓ એ સંગીત મા વીશારધ કરેલુ છે અને પહેલા ઓલ ઈન્ડ્યા રેડ્યો ઉપર કાર્યક્રમ પણ આપતા હતા.

    કોઇ ને બાળ ગીતો રસપ્રદ લાગે તો મારૉ સંપર્ક સાધી શકે છેઃ

    હું અમદાવાદ – હૈદ્રાબાદ હોઉ છું અને મારુ નામ ધ્રુપદ ભટ્ટ છે.

    આપને પણ જો આ ગીતૉ ટહુકૉ.કૉમ ઉપર અપલોડ કરવા યૉગ્ય લાગે તો હું આપનો આભારી રહીશ. અપલૉડ કરવાની પ્રથા જણાવશો.

    વધારે ચર્ચા ઈમૈલ – ફોન ઉપર કરિ શકાશે.

    આપનો ઋણી,

    ધ્રુપદ ભટ્ટ

  3. લ્યો, કાગળ આપું કોરો,
    સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
    લ્યો, કાગળ આપું કોરો.”…

    સુંદર અને રસપ્રદ બ્લોગ છે.- ધન્યવાદ

  4. જયસ્રિબેન,

    તમારુ કામ એટલે ગુજરાતી ભાશાની સેવા…….સલામ

  5. Dear “TAHUKO” Karnar,

    Your web is rendering incredible service to Gujarati literature / Lok-Shitya. I have rarely visited such site.
    This is superb. Congratulations !! Please keep it up.

    Hasmukh M. Shah
    Florida, USA

  6. hello..kem chho..? i wanna have the lyrics of ” gokul ma ek vaar aavo mara shyam” if possible get me that song sung by sanjay oza n orchestra..i tried hard to get it from the web but i couldnt succeed..so get me this garba as soon as possible..thank you vey much..!!

  7. ઘણા સમયથી મારે જયશ્રી નો આભાર માનવો હતો પણ હંમેશા મારી આળસને કારણે રહી જતુ હતુ.

    If I talk about myself, I am a teacher by profession. I am working for Delhi Public School Surat. I wanted “આ સઘળા ફુલોને કહીદો યુનિફોર્મ મા આવે” but could not get it from anywhere. I happened to meet Mr. Mehul Surti during this time. I asked him if he could help me. and he gave me Jayshree’s id and told me to mail her and ask if she could help me.
    To be very frank, i mailed just to take a chance and was very sure that she may not send this song to me. but to my surprise, she proved me wrong and mailed that song to me. today my cute little devils are ready to have their stage performance. i am waiting for the day when all the parents praise my students and specially this wonderful gujarati song in this age of english when they realize the beauty and rich heritage of our own gujarati.

    and in return, jayshree just asked me if i could upload the video of my devils performing on this wonderful song!

    HATS OFF JAYSHREE!!!!!!!!!!!!!!!!!!

    I promise to upload the same jayshree.
    Thanks a ton jayshree!!!!!!!!!!!

  8. khub khub abhinandan. kaheva mate shbdo malta nathi. ati sunder prayas. juna bhajano sabhali ne maja aavi.mane pushtimargiya kirtan no shokhh ghno che .

  9. Just came across this site. What a pleasure !!! A place for lovers of Gujarati music…

    You are to be commended on your excellent work.

  10. નમસ્કાર!!
    ખુબ જ સરસ સાઈટ, પરંતુ આપ જે “સહિયારું સર્જન” માં જેવી રીતે ગુજરતી સાહિત્ય પીરસો છો તે રીતે અહીં પણ આપશો તો સાઈટ વધુ સરસ લાગશે.
    સોના માં સુગંધ ભળશે.

    તમને હું મારા બ્લોગ પર આવવાં માટે હર્દિક આમંત્રણ આપું છું
    મારા આ બ્લોગ તમને જરુરથી ગમશે.
    http://yuvarojagar.gujaratiblogs.com
    http://kalamprsadi.blogspot.com
    http://kalamprasadi.gujaratiblogs.com

    -પ્રવિણ કે.શ્રીમાળી

  11. Kem cho Jashreeben?
    Tamari aa site bahu j saras che..Ek vaat kahu hu jyare Gujarat ma hati tyare main kyarey pan gujarati sites open j nahoti kari..Pan UAE aavya pachhi mane Gujarat ane Gujarati bane ni yaad aave che. Gujarati geet,garba ane gazal bahu yaad aavti hati…tyare net par hu search karva bethi…ane tamaru tahuko.com mali gayu….Aa site gujaratio ne gujarat thi jodti kadi bani sake che… Aa to amari family site thai gayi che….Thanks a lot Jashreeben………

  12. વેબ્સાઈટ બનાવ્નાર ને અમારા શત શત પ્રણામ. એવી સમજ મુજ્ને તુ એ પરવર દીગાર આપ, સુખ જ્યારે જ્યા મલે ત્યા બધા ના વિચાર આપ. આ ગઝલ જોઇએ ચ્હે તો મહેરબાની

  13. મને કલિન્દિ સિરિઅલ્મા આવ્તુ “વિધાતા વિધાતા “ગિત જોઇએ

  14. Hello Jayshree,I am thankful to my school friend whom I met on my school friend meeting last month.He just shared this name of website .I am an engnieer & having my business firm in Ahmedabad .Whenever I find some space from my routine I listen it on my laptop. If you need any kind of help from me,I would like to help this site.

  15. વાહ જય્શ્રેી વાહ અમેરેીકામાઁ પણ ગુજરાતેી ટહુકો સઁભળાવેી રહ્યા છો તે જાણેી અભિભુત થયો ખુબ ખુબ અભિન્ઁદન્ ગુજરાતેી ભાષા માટે આટ્લો પરિશ્રમ કરે રહ્યા છો તે જાણેી આન્ઁદ તો થાય જ પણ આ ભાષાને કોઈ મિટાવેી નહિ શકે તેવેી શ્રધ્ધા પણ દ્રધ બનેી. હુઁ પણ ગુજરાતેી સાહિત્ય વાઁચવાનો શોખ ધરાવુઁ છુઁ આમ તો ૭૦ પહોઁચ્યો છુ અને નિવૃત બેઁક મેનેજર છુઁ. મને મારેી દેીકરેી જે યુએસએમાઁ જે છે તેણેી એ કોમપ્યુટર શેીખવ્યુઁ અને ગુજરાતેી ટાઈપ પણ શેીખ્યો અને wordpreeગુજરાતી બ્લોગની સુવિધા ચાલુ કર્યાનું જાણવા મળતા મેં પણ મારો બ્લોગ બનાવ્યો અને મારાં વિચારો વિવિધ વિષયો ઉપરના મૂકવાના ચાલુ કર્યા છે. આપ પણ આપની અનૂકુળતાએ મારા બ્લોગની જરૂર મુલાકાત લેશો અને મને આપના પ્રતિભાવો જાણવાની ઉત્સુકતા રહેશે.
    ફરી એક વાર અભિનંદન !!

  16. જયશ્રીબેન,
    ગુજરાતી કાવ્ય સંગીતની બહુમૂલ્ય સેવા કરી રહ્યા છૉ..ગુજરાતી ભાષા તરફ જ્યારે લોકો બેદરકાર અને બેજવાબદાર બની ગયાં છે ત્યારે આ૫ણી કવિતાઓના સંગીતમય વારસાને સાંચવી અને ભાવકો-ચાહકો સુધી સફ્ળતાપૂર્વક બે બે વરસથી પહોંચાડવા બદલ
    અભિનંદન !! સુગમ સંગીતની સાધના કરતાં સૌ કોઇને ઉપયોગી માહિતી મેળવી આપવા બદલ આભાર………. લગે રહો….
    જય જય ગરવી ગુજરાત …….

  17. I want to have following BHAVAI muktak,
    “Lambo dagalo.. muchcho wankadi.. shire paghadi raati..
    Lambo dagalo.. muchcho wankadi.. shire paghadi raati..
    aaye.. bhale.. lagto.. bhalo..bholo.. pan..hun..chhel..chhabilo.. gujarati..
    hun..chhel..chhabilo.. gujarati.. ta..thaiya..thaiya..ta..thai”
    Please send me or let me know where will i get it?
    Thanks.

  18. મને, લામ્બો દગલો શિરે પાઘદિ મુચો વાકદિ રાખિ ચ્હેલ ચબિલો ગુજરાતિ તા થૈયા થૈયા તા થૈય….જોએ ચ્હે.

  19. I proud of you that a Gujarati person doing this job without any individual expect.

    I am a son of “Kavi Dad”. I f you need any help from me I wiil be happy to do it.

    Keep it up & all the best
    -Mahesh Gadhvi
    Jamnagar

  20. ખૂબ ખૂબ અભિનંદન. ગીતો માણવાની આવી મજા બીજે ક્યાય ન મળે.

  21. hi jayshree .

    this is gaurang . i love the culture of gujarati and the most song of all gujrati.
    Thanks frined for help to fine all gujrati song.

  22. સ્નેહિ શ્રી જયશ્રી બહેન,
    ટહુકાનૉ ગુંજારવ વિશ્વમા ફેલાયો. સુન્દર – અતિ સુન્દર. ખાસ તો ગુજરાતિ મા લખી શકવાનો આનન્દ અનેરો.
    મીનુ પરબિઆ.
    (Chh) How to write? Is it possible to get this Gujarati writing programme?

  23. જયશ્રી બહેન,
    ખુબ આનન્દ આવ્યો. બ્લોગ તો સુન્દર અતિ સુન્દર્ ખાસતો ગુજરાતીમા લખવાનૂ મલ્યુ તેનો આનન્દ અનેરોજ. મા ગુર્જરિ ની સેવા સૌને પ્રસન્ન કરશે તેનિ શ્રદ્ધા ચે(?)- ન આવડ્યુ.
    મીનુ પરબીઆ.

  24. Can i enjoy my poem on Tahooko?
    પ્રેમને રે પંથ

    એકવાર ભૂરા આકાશ નીચે,

    એકાંતમાં ઘૂઘવ્યુંતું પૂર

    ભૂરી આંખોમાં ભાળીને હેત

    ઉમટ્યાતા વાદળના નૂર

    પ્રથમ નઝરે બંધાણી પ્રીતડીને,

    ભાગ્યે દિધી અણમોલ ભેટ

    પગલામાં માણ્યા મીઠા રણકારને

    નયનોમાં ચમક્યા રે હેત

    વસંતને બોલાવવા ગોત્યાં રે ગીતડાં

    મન મંદિરમાં વાગ્યા રે ઘંટ

    દુનિયાને સજાવી લઈ રંગોળીને

    અમે દોડ્યા રે પ્રેમને રે પંથ

    આંખોમાં નાચ્યો કળાયેલ મોરલો

    વિના મેઘે ગાજ્યા ગગન

    ઉરના ગોખેથી બોલી કોયલડી

    ને ભાન ભૂલ્યા પ્રેમે સજન

    આવ્યા શ્રાવણ આભલે હરખતા

    ભીંજાયા જોડવા રે નાતો

    સાત જનમનો શોધ્યો સથવારો

    તોય લોકમુખે વહી ભૂંડી વાતો

    રમેશ પટેલ(આકાશદીપ)

  25. ઘણૂં જિવો ટહુકો.ગુજરાતિ ગિતો અને કાવ્યો ના રસિકજિવો નિ તમે ટહુકો .કોમ દ્વારા ઘણી જ સારિ સેવા કરિ રહ્યા ચ્હો.શુભેચ્ચહા સાથે.

  26. was veru much delighted…that we have such a wonderful site for Gujarati Sangit Premi….Bhai Bhai…ghani ghamma

  27. Bahen Shri Jayshreeben,
    Recently I came to know about this wonderful site, for which I am really very proud that you have immortalized Gujarati songs & music : for
    which you deserve all the credits from all the
    Gujaratis. The time and energy you have devoted
    for this remarkable collection is exceptionally
    mind blowing. May God bless you eternal
    power and enhance your love towards this
    project for the benefit of Gujarati – Matrubhasha –
    lovers. With regards to your goodselves and
    members of your Family. Hearty Congratulations
    from Manharlal G Shah. Singapore : July 25, 2008.

  28. pl.accept for your blog at your conviency.It wil lbe my plesure to share poem with readers.
    પંચવટી
    હું રે પંચવટી રાજા રામની,મંગલકારી ધરણી ભારત ભોમની
    ચરણ રજ હૈયે ધરી , પ્રભુતા પખાળે માત ગોદાવરી

    રામ રાવણના રે ભેદ, અમે નીરખ્યા ભરી આંખડી
    ભારતવર્ષના પલટ્યા રે ભાગ્ય, વદુ હરખે રુડી વાતડી

    પ્રતિગ્યા પાલક અયોધ્યા રાજવી, સાથે ભ્રાતા લક્ષમણ વીર
    ધનુષ્ય બાણે શોભે રામજી, બનાવે અભય અરણ્યને ધીર

    પુષ્પો પંખી લાગે પ્રેમડાં,સીતા રામના વરસે રે સ્નેહ
    નગરનાં સુખ લાગ્યાં વામણાં,જંગલના મંગલ દિશે રે વેશ

    મોહીત શૂર્પંણખા વને ભમતી,ગર્વે ધસી કરે રે ધૃષ્ટતા
    કોપિત લક્ષમણે દિધા દંડદા, લંકા જઈ નાખે રે ધા

    તપસ્વી વેષે રાવણ આવીયો,સીતા હરણના ખેલ્યા રે દાવ
    થયો મારીચ સોના મૃગલો,પાથરી આસુરી માયાનો પ્રભાવ

    ભૂલ્યો રે ભાન અભિમાની અંતમાં,ના ઓળખી વિનાશની આગ
    જલાવી લંકા ભક્ત હનુમાને, રામ મુદ્રા દઈ આપી પહેચાન

    કપિગણે રામસેતુ રચીયો,સાગર ઓળંગી આવ્યા લંકા દ્વાર
    રોળ્યો રાવણ વિજયા દશમીએ,ધર્મ ધ્વજા ફરકાવી સંસાર

    વંદે પરમ ભાગ્યને પંચવટી,તવ ચરણે તીર્થ પ્રગટ્યા યુગાવતરી
    ધન્ય ધન્ય પંચવટી રાજા રામની,ભાવે થઈતું ચરણ અનુરાગિણી

    રમેશ પટેલ(આકાશદીપ)

  29. નમસ્તે,
    ટહૂંકાનો મીઠો રણકાર, વરસાદની જેમ ભીજવે છે.
    શ્રાવણની આઠમને વધાવી can we share with all?
    શ્રી ભગવાન

    ચૌદલોકના અધિપતિ અવતરિયા, ઘેલુંકીધું ગોકુળિયું ગામ
    મોર મુગટ પીતામ્બર શોભે, મનમોહક છે સુંદર શ્યામ

    બાળ કનૈયો રુપ રુપૈયો, નટખટ નાનો નંદ કિશોર
    સ્નેહ સૂરનો બંસી બજૈયો,શુધ-બુધ ભૂલે વ્રજની નાર

    મુખ મનોહર કામણ ગારું, વૃન્દાવનનો વરસે પ્યાર
    ઘેલી ગોપી ,ગાય વાછરડુ, જશોદાજી છલકાવે વ્હાલ

    માખણ આરોગી થનથન નાચે,ગોપસખાનો કાનો આજ
    યમુના તટે કદમ્બની ડાળે, બજાવે બંસી રાધેશ્યામ

    સુદર્શન હણે આતતાયી,કલ્યાણ યુધ્ધની કીધી વાત
    ધર્મ યુધ્ધની દેતાં દુહાઈ,અર્જુનને દીધું ગીતા ગ્નાન

    મિત્ર સુદામાને સ્નેહે ભેટે, ગુંજે જગે પંચજન્ય શંખનાદ
    યુગ યુગોથી યોગેશ્વરની માયા, ભાવે ભજે સહુ શ્રીભગવાન

    રાસવિહારી રાસ રચાયે, નિર્મળ ભક્તિથી ઝૂમે નરનાર
    શ્રીહરિ દર્શને ઠરસે અંતર, રીઝ્યા શ્રીજી, પૂણ્ય અપાર

    રમેશ પટેલ(આકાશદીપ)

  30. ટહૂંકો કરી શકુ?
    વદે રાઈનો દાણો
    ના જાણજો મુજને નાનો, વદે રાઈનો દાણો
    ધ્રુજે બ્રહ્માંડ ઉર્જા વિસ્ફોટે, એ પરમાણું નાનો

    નાના બુંદને કહી બાપડું, રખે તમે રે હસતા
    મહાસાગર થઈ બાપ સવાયા સિંહ સમા ગરજતા

    તમે માનો એટલા સૌને નાના ના સમજતા
    વિશાળ વ્યોમને ભેગા મળીને ભરતા નાના તારા

    નાનાં નાનાં પગલાં ને વળી પંખ પંખીની નાની
    સાત સાગરને લાંબી ડગરો લાગે તેને ટૂંકી

    નાજુક નમણાં નાના અંકુરો રઝળે ઠોકર ખાતા
    જળથળના સથવારે અજબ ગજબના ખેલ કરે રુપાળા

    નથી જગે કોઈ નાનું ભાઈલા, સત્ય લેજો સ્વીકારી
    સૂક્ષ્મમાં સંચીત વિરાટ શક્તિ એ પરમેસ્વરને પ્યારી

    હળવા હલકા થાવ અંતરથી, ભલે કહે સૌ નાના
    મોટા એવા કરશે પ્રભુજી,સમાશે સર્વ અજવાળા

    રમેશ પટેલ(આકાશદીપ)

  31. દુખ એ વાતનું છે કે આ પહેલાં ટહુકો.કોમ સૂધી હું પહોંચી કેમ ન શક્યો? તમે બહુ જ અદભુત કામ કરી રહ્યાં છો. દિલી અભિનંદન.

  32. જયશ્રેીબેન…..ફરેી તમારેી સાઈટ પર આવ્યો છું….મારેી ફેબ્રુઆરેીનેી કોમેન્ટ વાંચશો અને ચન્દ્રપુકાર પર પધારજો.
    તમારેી સાઈટ સરસ છે.

  33. ચાલો જાગ્યા ત્યાંથી સવાર્,i am visiting your blog first time.
    I must say….
    ખુબ સરસ collection, ખુબ મહેનત અને સાચી સમજ.

    બેગમ અખ્તર ને પહેલી વાર ગુજરાતી માં સાંભડ્યા

  34. Chandravadanbhai, I visited your website but I will leave my comments later. I am very happy to visit tauko and your website as I love to read Gujrati prose and poems. I was not aware of these website until Rashmibhai sent me the links.

  35. Niranjanbhai THANKS for sending the LINK for TAHUKO…I had already visied this site & enjoyed it…I invite you & yuor friends to my website at>>www.chandrapukar.wordpress.com…..PLEASE visit& grace it with your comments..From timeto time I will visit TAHUKO…

  36. With season’s greetings of Dr. Ram Mehta, Charlotte,NC. I am quite impressed and proud of tahuco.com.Here is my tahuco. I would have preferred to write this in Gujarati but am not familiar with Gujarati typing.
    I can use all the adjectives known to me for this site. Enough to say par excellent.
    I was in L.A.in 2005 to attend the World Congress of Poets and was awarded Litt.D. for my poetry. I write in English but some of my poems translated by me are published on an Italian website:

    http://www.fieralingue.it/modules.php?name=Content&pa=list_pages_categories&cid=58

    I would like to post my Gujarati poems on your site.
    Please let me know as to how can I submit the poems.

    With best of thoughts,

    Ram Mehta

  37. જૂન ૨૦૦૬ થી આટલી સરસ મહિતી સભર સાઈટ ઉપલબ્ધ હતી અને હુ છેલ્લા તેર વર્ષ થી ટોરોન્ટો ની લાયબ્રેરી ના ધક્કા ખાતો હતો. જયશ્રી બેન તમારો આભાર માનીએ એટલો ઓછો.
    ભાર્ગવ ત્રિવેદી.

  38. hi
    its a amazing site for all gujarati lovers,

    keep it up. .. very very good site. …

    all my good blessing for this site …

    i have one query too ..

    how can i download music file to my pc ..

    pls help me on that topic …

    rgds,
    The Nishu

  39. ખુબ જ સુન્દેર અને હેદ્ય્વ દ્રય્વે નાખે તેઉવ તમારુ આયોજન….!

    જિતેન્દ્ર પનદેયા.
    ઇદર ઉત્તેર ગુજરાત્

Leave a Reply to Jayant Joshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *