Welcome

“લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.”…

જુન 12, 2006 ના દિવસે બ્લોગ્સ ની દુનિયામાં મે પ્રથમ પ્રવેશ કર્યો ગુજરાતી કાવ્ય અને ગુજરાતી સંગીત પ્રત્યેની મારી રુચી ને અનુલક્ષીને બન્ને વિષયો નાં બે અલગ અલગ બ્લોગ્સ રજુ કર્યા.અનાયાસે ત્યારે, ભગીરથ બ્રહ્મભટ્ટના આ શબ્દો પરથી મને, સંગીતનાં બ્લોગનું નામ ‘ટહુકો’ આપવાનું સૂઝ્યું. કાવ્ય નાં બ્લોગ ને ‘મોરપિચ્છ’નામ આપ્યું. એ ટહુકો તથા મોરપિચ્છ, બ્લોગમાંથી આજે ‘ટહુકો.કોમ’ – એક સ્વતંત્ર વેબસાઇટ તરીકેં સમ્મિલીત થયા.

કાકાસાહેબ કાલેલકર નાં શબ્દો માં વર્ણવુ, તો એક્લા ચાલુ કરેલી મુસાફરી, વડીલો, મિત્રો તથા વાચકોના સંગાથ થી આનંદદાયક પ્રવાસ બની અને હવે મારા માટે યાત્રા જેટલી ભાવપૂર્ણ બની છે. યાત્રાનાં આ મુકામે આ બધા આપ્તજનોને તેમના અમુલ્ય યોગદાન માટેનો, ફક્ત શબ્દોમાં આભાર માનવો, કદાચ ક્ષુલ્લક ગણાય.

સૌથી પહેલા તો દક્ષેશભાઇનો આભાર માનું, જેમણે પોતાનું domain name ‘ટહુકો.કોમ’ મને આપ્યું, એ પણ નવા-વર્ષની ભેટ રૂપે. ટહુકાની સફળતામાં સૌથી મોટો ફાળો એ ગીતકાર, સંગીતકાર અને ગાયકોનો, જેમની રચનાઓ અહીં ટહુકા પર છે. હું મારા પરીવારના સભ્યોની પણ ઋણી છુ, જેમણે મારામાં ગુજરાતી ગીત તથા કાવ્યની રૂચીનું સિંચન કર્યું. સાથે મિત્રો, વડીલો તથા મારા બ્લોગની મુલાકાત લેતા વાચકોને તો કેમના ભુલાય, તેમના સુચનો, પ્રસંશા તથા ટીકા-ટીપ્પણીથી જ, મને આગાળ વધવાની દીશા તથા ઉત્તેજન મળ્યુ. અનેં અંતે આભાર માનું મારી માતૃભાષાનો, જેણે હજારો માઈલ દુર પણ, મને મારા મૂળોથી બાંધીને રાખી છે.

જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં બધાં જ સર્જકોનાં નામ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ ઘણી એવી પણ રચનાઓ છે ખાસ કરીને સંગીતની, કે જેમાં મને બધા જ રચનાકારોનાં નામ ન મળી શક્યા હોય. આપ જો આ ખૂટતી કડીઓ જોડવામાં મદદરૂપ થઇ શકો તો આભારી રહીશ. સૌમિલ મુન્શી, સોલી કાપડિયા, મનહર ઉધાસ, ચેતન ગઢવી, અચલ મહેતા, મેહુલ સુરતી વગેરે કલાકારોએ એમના ગીતો અહીં મુકવાની વ્યક્તિગત પરવાનગી આપી, એ માટે એમની ઋણી છું. ઘણા ગીતો એવા છે, જેના માટે કલાકારોનો સંપર્ક કરવો મારાથી શક્ય બન્યો નથી. આવા સૌ કલાકારોની ક્ષમા સહ, હું વિનંતી કરું છું કે કોઇની પાસે આવા કોઇ કલાકારની સંપર્ક માહિતી હોય, તો મને જરૂરથી જણાવશો.

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, ગુજરાતી કાવ્ય તથા સંગીત જગતનાં વિવિધ રંગો આ વેબસાઇટ ધ્વારા પ્રસ્તુત કરી રહી છું. ઉદ્દેશ ફક્ત ગુજરાતી સાહિત્ય તથા સંગીત ની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ટહુકો પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

અત્રે એ ઉલ્લેખ જરુરી છે કે, ટહુકો.કોમ વેબસાઇટ આ સ્તર સુધી પહુંચી, એના માટે તે બધાં જ ગુજરાતી મિત્રોની આભારી છું, જેમણે નિસ્વાર્થભાવે પોતાનો સમય તથા જાણકારીનું યોગદાન આપ્યુ. વેબપ્રકશાનનાં વિષયની મારી પૂરતી જાણકારીના અભાવે, ઘણા પ્રયત્નો છતાંય, ટહુકો.કોમ પર કેટલીક ટેક્નીકલ ઉણપો રહી ગઇ છે, જેને હું દૂર કરવા પ્રયત્ન કરી રહી છું. પણ જો આપ આ વિષય માં જાણકારી ધરાવતા હો, તથા આ ઉણપોને દૂર કરવામાં, આપનો સહકાર આપી શકો, તો આપની આભારી રહીશ.

મને આશા છે કે આપ સહુને ટહુકા અને મોરપિચ્છનું આ નવું સ્વરૂપ ગમશે. આ વેબસાઇટને વધુ સુંદર અને સરળ બનાવતા આપના સુચનો આવકાર્ય છે.

ટહુકો.કોમ માં આપનું સ્વાગત છે.

– જયશ્રી

Contact : write2us@tahuko.com

Disclaimer :

The entries posted on tahuko.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator.

239 thoughts on “Welcome

 1. chetu

  પ્રિય જયશ્રી,.. ખુબ ખુબ અભિનન્દન્..!ખુબ જ ખુશી થઈ..આપ હજુ પણ પ્રગતિ કરો એવી શુભેચ્છા..

  Reply
 2. UrmiSaagar

  પ્રિય જયશ્રી, બંન્ને બ્લોગ્સને એક કરી આ સુંદર વેબસાઈટનું સર્જન કરવા માટે ખુબ ખુબ અભિનંદન…

  Keep it up yaar….!!

  hey, what up with this post date…
  Posted on December 31st, 1969 by Jayshree.
  ??

  Reply
 3. amit

  સુઁદર ટહુકાઓ સાઁભળવા મળતા રહેશે ને … ઃ)

  હાર્દિક અભિનઁદન.

  Reply
 4. Pravin V. Patel

  આપનામા રહેલા અતિ સુન્દર મનોભાવનુ મનમોહક પ્રતિબિમ્બ નજરને બાન્ધિ રાખે એ સફ્લતા.
  સરગમ રેલાઇ રહે, વધાઇ.
  અતિ અચરજ ગુજરાતિ લિપિ.
  જોદનિનિ ખામિ કેવિ રિતે દુર થાય?

  Reply
 5. uday

  જયશ્રી
  સાઈટ જોઇને ખૂબ આનન્દ થયો. બવ ખુશિ ની વાત છે કે તે આ શરુઆત કરી. ગુજ્રરાતી સાહિત્ય ને જિવન્ત રાખવા માટે જરુરી છે કે દરેક વર્ગ અને ઉમર ના લોકો આને આગડ લય જાય્. આ સાઈટ ને ખૂબ ખૂબ્ સારો આવકાર તથા પ્રોત્સાહન મડે એવી શુભ્કામ્ના…… ઉદય્ પટેલ્

  Reply
 6. jayesh

  જો શક્ય હોય તો આશા ભોન્સ્લેનુ આદ્અમિ ઔર ઇન્સઆન નુ ઝિન્દગિકે રન્ગ કઇ રે સઅથઇ રે આપ્અશો તો ગમશે.

  Reply
 7. Jay Bhatt

  મને અનુક્રમણિકા બહુ જ ગમી. થોડાં વખત પર મેં ‘નયનને બંધ રાખીને …..’જયશ્રી નાં જુના બ્લોગ પર સાંભળવા નો આનન્દ માણેલો. અનુક્રમણિકા ને લીધે મને સહેલાઈથી મારી ગમતી ગઝલ સાંભળવાં ની તક ફરી પાછી મળી.
  ગુજરાતી ગુગલ ની સાઈટ પર શોધઈ શકાય તો બહું જ મજા પડી જશે.
  http://www.google.com/intl/gu/

  જય

  Reply
 8. Harshad Jangla

  Extremely interesting blog.I am highly impressed as a Gujarati.I like the poems of various poets. Additional stanzas of “Tari Ankhno Afini” were like a treasure. I got them printed. Thanks Jayshree.

  Reply
 9. Jay Bhatt

  Hello Jayshree,

  Just saw your blogs. These are really nice and truly inspiring.
  After seeing such initiatives coming from the U.S., I begin to feel great hopes for our beloved Gujarati Bhasha.
  On the other hand, seeing that children and adults in Gujarat and also in the U.S. are losing interest in Gujarati, I am just wondering how their interest in Gujarati can be cultivated.
  Congratulations on starting such nice Gujarati blogs. Being close to the University of Pennsylvania, I am able to read and contemplate a wide variety of Gujarati literature. Jay

  Reply
 10. Daxesh

  ટહુકામાં પ્રસ્તુત રચનાઓ માણી ખરેખર આનંદ થયો. ગુજરાતી સંગીતની તાકાત જે અનુભવે તે જ જાણે. એમ કહેવું ખોટું નથી કે વતનથી જેમ અંતર વધુ તેમ વતનનું, ભાષાનું ને તેના સાહિત્યનું ખેચાણ વધુ અનુભવાય. હું પણ ગુજરાતી સાહિત્યનો રસિયો જીવ. ખાસ કરીને કવિતા અને ગઝલો મને ખૂબ ગમે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા સમરસિયા મિત્રોને ગુજરાતી પદ્યસાહિત્યની ઊંચાઇનો અનુભવ કરાવવાની મહેચ્છાથી એક વેબસાઇટ બનાવવાનો વિચાર આવેલો અને કોણ જાણે કેમ મોરના ટહુકા પરથી ટહુકો એવું નામ ગમી ગયેલું. શોધ કરતાં તે મળતું હોવાથી તરત જ રજીસ્ટર કરાવી દીધેલું. પણ સ્વર્ગારોહણની રચનામાં વ્યસ્ત થવાથી એ વાત ત્યાં જ અધૂરી રહી ગઇ. મને શી ખબર કે મારે માત્ર નામ જ રોકવાનું હતું અને સર્જન માટે ઇશ્વરે તમને નિમિત્ત બનાવ્યા હશે ? આપણે એસ. ટી. બસ કે ટ્રેનમાં વહેલા ચઢી જઇને આપણા સ્નેહી કે મિત્રોની જગ્યા રાખીએ તેમ કદાચ જાણ્યે અજાણ્યે તમારા ટહુકા માટે જ મને એવું નામ રોકી રાખવાનું ઇશ્વરે સુઝાડ્યું હશે. તમારી સાથે વાત થયા પછી આ બ્લોગને જોયો અને અંતરમાં આનંદ થયો કે ટહુકો ડોટ કોમ માટે મેં જે શમણાં જોયેલા એ કોઇ અન્ય સાહિત્યપ્રેમી દ્વારા મ્હોરી રહ્યા છે. તમને આ ડોમેન નેમ ટહુકો ડોટ કોમ નવા વર્ષની ભેટ રૂપે આપતાં આનંદ થાય છે. આશા રાખું કે આપના હાથે ગુજરાતી સાહિત્યની અને સંગીતની સેવા થતી રહેશે. મારાં સ્વપ્નોને સાર્થક થતાં નિહાળી મને જેમ આનંદ થશે તેમ અન્ય ગુજરાતી સાહિત્ય અને સંગીતરસિકોને પણ થશે જ. પ્રગતિ માટેની શુભેચ્છાઓ સાથે વિરમું છું. – નૂતન વર્ષ, 23 ઓક્ટોબર, 2006

  Reply
 11. Jugalkishor

  શાંત જળમાં એક કાંકરી ને શાંત ખીણમાં કોઇ એક ટહુકો ક્યારે ય એકલાં નથી હોતાં. તમારા ટહુકાના કેટકેટલા પ્રતીસાદ સાંપડ્યા છે!
  કાવ્યમાં ને સંગીતમાં પણ અનુરણન્ મહત્વનું છે.વાદ્યમાં પણ એક નાનકડો નાજુક પ્રહાર અનેક ઝંકૃતી સર્જાવી દે છે.આવાં અનુરણન્ તમને મળતાં જ રહો-જેનાજવાબ રુપે તમારાં કાવ્ય-સંગીતના શબ્દ-સ્વર પ્રગટતા રહે.

  Reply
 12. Rajiv

  ઘણા વખતે નેટ પર કઇ જોઇતુ મળ્યુ હોઇ એવી લાગણી થઇ તમારી સાઇટની મુલાકાત લીધા પછી… તમે ખુબ પ્રગતી કરો અને આ સાઇટ મા આમજ ક્રુતિઓની સંખ્યા વધ્યા કરે તેવી હાર્દિક શુભકામના…

  Reply
 13. Sohil

  English – Hollywood
  Hindi – Bollywood
  Tamil/Telgu – Tollywood
  And For
  Gujarati – ટહુકો ડોટ કોમ !!!!!!!

  Reply
 14. Pravin V. Patel

  જયશ્રી,
  આપનો પરિશ્રમ ”ટહૂકો”ના કેનવાસ પર મધુર ગહેકે છે— ગહેકંતા મોરલા મનમોહક નૃત્ય કરે છે.
  વિનંતી—–
  પ્રથમ પાનને વધુ નયનરમ્ય બનાવો.
  ટહુકો.કોમની નીચે રહેલા ”વ્યુ”ને જમણી તરફ ખસેડી, મયુરનો કળાયેલ મનોરમ્ય સુંદર ફોટોગ્રાફ દર્શાવો.
  અનુક્રમણિકામાં ”સુર”ને અલગ રંગ કે નિશાનીથી દર્શાવો.
  કોકવાર જૂના હિન્દી ચલચિત્રોના ભાવવાહિ ગીતો, પ્રાર્થનાઓ સંભળાવો જેવાકે—દો આંખે બારહ હાથ, કાજલ, સત્યમ શિવમ..,ગુડ્ડી, વગેરે….વગરે…
  વધુ બીજી વખત….
  સાઈટની સજાવટ બદલ અને નવા વર્ષના અભિનંદન–શુભેચ્છાઓ.
  આભાર.

  Reply
 15. valla bkakta

  જયશ્રી, આપની જીત માટે અભિનદન.
  તમારા ઇ-મેલ પહેલે જ વોટ કરી દીધો હતો. મારો આ પ્રત્ત મળએ તો જરુર જણાવશો
  વલ્લભ-સુમિત્તા ભક્ત

  Reply
 16. જય

  હાર્દીક અભિનંદન (સર્વશ્રેષ્ઠ ગુજરાતી બ્લોગર 2006 ના ચુનાવ પરિણામ)
  -જય

  Reply
 17. Pravin V. Patel

  જય—–શ્રી,
  શ્રી અને સરસ્વતિ અનોખું મિલન.
  સખત પરિશ્રમ અને લગની આજે મહેંકી રહ્યાં છે. ટહુકો ગગનમાં ગુંજ્યો.
  સોપાન મક્કમ રહે, મંઝિલ બની રહે.
  અભિનંદનનનનનનનનનનનનનનનનનનનનન———–

  Reply
 18. JAYANT SHAH

  ટહુકાનો નાદ માણ્યો મજા આવી . અભિનદન .

  જયન્ત શાહ

  Reply
 19. Kirtikant Purohit

  ચિ. જયશ્રિ,

  કુશલ હોઇશ.ડો.ચિનુ મોદીને ગમેલી મારી ગઝલ તારારસાસ્વાદમાટેલખુંછું. “સરનામું”
  સીધું યા પરભારું હૉવું જોઈઍ.
  દર્દનું સરનામું હોવું જોઇએ.
  લોકને બસ હોય નિસ્બત એટલી
  તારું અથવા મારું હોવું જોઇએ.
  માવજત માટે હશે રસ્તા ઘણા
  પણ દુઆનું ય બારું હોવું જોઇએ
  મોતની અલબત સફર છે એકલી
  જીવવું સહિયારું હોવું જોઇએ.
  રુપ,કૌશલ ને ગુણો ઓછા પડે
  કીર્તિ, ગજવે નાણું હોવું જોઇએ…..
  …..કીર્તિકાન્ત પુરોહિત.

  Reply
 20. Hina

  પ્રિય જયશ્રી,
  અભિનંદન! ગુજરાતી સાહિત્યને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવાનો આપનો આ પ્રયાસ અતિ સરાહનીય છે. આવા ભગીરથ કાર્યની સફળતા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. સરસ રીતે સ્વરાંકન પામેલી ગુજરાતી કવિતાઓ આપની વેબ સાઇટ પર સાંભળવા મળે છે. ફરી ફરી સાંભળવાનું મન થાય એવી છે. તો એને કઇ રીતે ડાઉનલોડ કરી શકાય? એ સુવિધા ઉપલબ્ધ છે કે નહિ? ન હોય તો સત્વરે કરાવો એવી અમારી આપને વિનંતી. આપની આ વેબ સાઇટ અને આપનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અદ્ભૂત છે. આપ વધુને વધુ પ્રગતિ કરો અને સફળતાને વરો એવી શુભેચ્છા સહ,
  હિના મિસ્ત્રી

  Reply
 21. Indu

  आपकी इस साइट के लीऎ इतनाही कहेना है

  झरा झरासी खीली तबियत
  झरासी रंगीन हो गई है

  Reply
 22. panna

  “જિગર અને અમી “ના ગીતો સામ્ભળવા મળશે?આભાર
  પન્ના અશોક પાઠક.

  Reply
 23. vrajesh vyas

  Hi Jayshree Ben,
  Thanks for prominent display of the gujarati keyboard & link to fonts.

  It is a great experience to listen to the songs on this site.
  I remember some of the songs from my childhood if you can find them and post them that will be great.

  મહાદેવ જય જય શિવ શંકર.. જય ગંગાધર જય ડમરૂધર..

  મા બાપ ને કદી ભુલશો નહી…

  મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો..

  thanks & best wishes.

  Vrajesh Vyas

  Reply
 24. Saarthak

  જયશ્રીબેન, first of all, ખરા દિલ થી અભિનન્દન. એક ઈચ્છા પુરી કરશો? “વિરાટ નો હિન્ડોળો” સમ્ભળાવશો ? બની શકે તો કૌમુદીબેન ના અવાજ મા ?

  Reply
 25. Rajendra Pandya

  Dear Jayshree,
  I was introduced to Tahuko by my friend Harendra Mehta. It was fantastic. Since then, first thing in the morning, Tahuko is the first website that I open. You are doing a great service to us Gujarati Sahitya and Sugam Sangeet lovers. More Power to you. Keep it up.

  Reply
 26. Yogesh Patel

  I read about Tahuko .com in Gujarati dail Sundesh – what a great site – having spent last 25 years in corporate word – staying away grom Gujarati – this is like refreshing dring in midst of a dessert . After my college days in Ahmedabd ..thoes were the days of Suresh Joshi and Sursh Dalal in our group – after that for the first fime I am reconnecting with my old passion of ” Gujarati Kavya ” Great efforts …this will go in along way to connect all Gujaratis to their original passion. Thank you very much for such an interesting and useful idea and initative.
  Yogesh Patel
  Jamnagar

  Reply
 27. mihir shah

  અદ ભુત મ્હેરબાનિ કરિ બાલગિત વધુ મુકવા વિશે વિચારવા જેવુ ખરુ.ખુબ જ મજ્હા આવી જશે.આભાર ………

  Reply
 28. NILIMA

  Dear Jayashreeben,
  It’s like this! There is no value of excellent cooked food until you serve it and let people taste it. You have done the job by serving the best and original songs, poetry and much more from our Gujarat. When I listen my kids listen…that’s how gujarati songs and poetry will pass on to generation to generation and will be kept our “GUJARATI KHAJANO” unforgettable – alive.
  I cannot find the words to thank you enough for the work that you are doing for me and for my kids.
  I WISH YOU ALL THE BEST AND THANK YOU!

  I WISH YOU ALL THE BEST AND TH

  Reply
 29. paraga shukla

  આદરણીય જયશ્રીબહેનજી,
  ગઇકાલ થી આ વેબસાઇટ પ્રથમ વખત જોઇ, સુધી “અજ્ઞાની”હોવા બદલ ખેદ થયો, પણ હવે ભરપુર સાંભળીશ.
  આપની સંગીતની (પ્રભુ શિવજીએ જગતને આપેલ અણમોલ ભેટની) આ અમુલ્ય સેવા બદલ શાબ્દિક આભાર ઉણો ઉતરે એટલે હદયથી મનોમન આપને વંદન કરું છું. આપના આ ભગીરથ પ્રયત્નમાં હું આપને કોઇક રીતે ઉપયોગી થઇ શકીશ તો સદભાગ્ય,
  પુનઃ અભિનઁદન સહ વઁદન

  Reply
 30. ashok

  Please anybody can tell me how can i listen the gujarati songs and poems on my laptop, I will be very greatful for that, Thank you very much. and maa aapna sara vana kare.

  Reply
 31. Harshal

  મને આજનો દિવસ ખરેખર યાદ રહી જશે કેમકે હુ કેટલા યે દિવસ થી ગુજરાતિ ગીત સંગીત માટે નો ઉપયોગી સ્ત્રોતની શોધ મા હતો જે આજે મને મળી ગયો છે. આ મારી પહેલી કમેન્ટ છે તો શબ્દ લખવા મા કોઈ ભુલચુક થઈ હોય તો માફી ચાહુ છુ. પરંતુ આજે આ ટહુકો.કોમ હુ મળ્યા પછી છેલ્લા ૫ કલાક થી સાંભળુ છુ અને સાંભળતો રહીશ. આભાર.

  Reply
 32. vajoo vajaria

  વહલા જય્શ્રેીબેન્.
  તહુકો સમ્ભલયો અમારિ સહિત્યસભમા.ગમ્યો,મારે સામભલ્વુ ચચ્હે સનો-સુનો એ દુનિયવલો બાપુકિ અમર્કહાનિ.આભર્

  Reply
 33. Mrs.meena Prakash Kotecha

  ખુ બ ખુ બ અભિનન્દ ન …..જય સોમ્ નાથ જય દ્વારિકા જય બોલો વિસ્વ્ના નાથ્ નિ ….સ્વર્ન અક્શ રે લખ શે ક વિઓ યશ ગાથા ગુજરાતનિ……આ ગુનવ્ન્તિ ગુજરાતનિ……(it is comeing sometimes on etv gujarati.. in India.) .I am trying to find out this song on this site..
  CONGRATULATIONS……for making wonderful site…..keep it up…જયા જ્યા વસે એક ગુજરાતિ ત્યા ત્યા સદાકાળ ગુ જ રા ત……….
  Mrs.Meena Prakash Kotecha….

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *