ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ – જિગર જોષી ‘પ્રેમ’

(કો’ક કૂહુક કૂહુક કો’ક ચીં ચીં ચીં… અને આનું? … Blue Jay ~ Cyanocitta cristata
@ Michigan, Detroit, USA @ 11-11-2009. Photo by: Vivek Tailor)

******

વાદળની આંગળીને પકડીને આજ ફરી વરસાદને પાછો લૈ આવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

આંગણામાં ઝાડ એક વાવશું તો રોજ રોજ ટહુકાઓ કેટલાયે આવશે
કો’ક કૂહુક કૂહુક કો’ક ચીં ચીં ચીં બોલીને આંગણાને કલરવતું રાખશે
ફૂલોથી રોજ બધા આંગણું મહેકાવતા, અમે પંખીથી આંગણું મહેકાવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

સાંભળ્યું છે હમણા તો વરસાદ ગયો છે ક્યાંક દૂર દૂર પરિઓના દેશમાં
એની સાથે જ પેલું મેઘધનુષ ગાયબ છે સાત સાત રંગોના ડ્રેસમાં
શું કામે ભાઇ હવે મોડુ કરવું હેં ? ચાલો બેઉને જલદી લૈ આવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

–  જિગર જોષી ‘પ્રેમ’

6 replies on “ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ – જિગર જોષી ‘પ્રેમ’”

 1. Anant Vyas says:

  Vaah Jigar!Excellent poetry for eenvironment!This ia the need of an hour!

 2. સરસ રચના ! વાહ જિગરભાઇ

 3. P Shah says:

  ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ….

  દરેકના આંગણામાં એક ઝાડ તો હોવું જ જોઈએ

  સુંદર રચના !

 4. Ullas Oza says:

  ગ્લોબલ વોર્મિંગની વાતો ચાલે છે ત્યારે ઍક ઝાડ વાવીને કેવો અનેરો આનંદ આવી શકે તેનો અનુભવ કરાવતી સુંદર રચના.

 5. Viththal Talati says:

  પર્યાવરણ અંગેની સુંદર રચના. ઝાડ હશે તો જ આપણે જીવી શકીશું. ઝાડ એજ જીવન છે. આ અંગેની અન્ય એક કૃતિ.
  ઊંચી બીલ્ડીન્ગના ફાઈબેર ગ્લાસ પર
  પોરો ખાતા સૂરજને મેં જોયો છે..
  કોઈક જલાશયના શાંત જળમાં
  તરતા સૂરજને મેં જોયો છે..
  સીમમાં ચરતી ભેસની ત્વચા પર
  આળોટતા સુરજને મેં જોયો છે.
  પોષી બપોરનો પડછાયો થઈને
  દોડતા સૂરજને મેં જોયો છે..
  વૈશાખી બપોર શ્વાન શ્વાસમાં
  અલસતા સૂરજને મેં જોયો છે.
  છત પરથી ખરતાં ચાંદરણાંના
  સ્પર્શ થકી સૂરજને મેં માણ્યો છે.
  આષાઢી મેઘધનુંનું પિચ્છ પહેરી.
  કળા કરંતા સૂરજને મેં જોયો છે.
  કેસરવર્ણો કામળો અંગ ધરી
  પોઢી જતા સૂરજને મેં જોયો છે..
  ઓઝોનના સઘન પડળ વચ્ચે
  અટવાતા સૂરજને મેં જોયો છે.
  VITHAHAL TALATI Madison, WI:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *