તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ? – મુકેશ જોષી

rainbow.jpg

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના
મારગથી કાંટાઓ શોધ્યા
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના
તડકાઓ અંગ ઉપર ઓઢ્યા

તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી
ખુદમાં વરસાદ થતો જોયો
તમે કોઇના આભને મેઘધનુષ આપવા
પોતાના સૂરજને ખોયો

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
માથુ મૂકીને રડ્યા છો ?

33 replies on “તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ? – મુકેશ જોષી”

  1. તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
    If you ever fall in love,
    hold on to what you’ve got.
    Reaching for the stars above
    don’t mean just half as much.
    ‘Cause a love is hard to find
    in a world like ours.
    You’ll understand it if you look around.
    Love’s a wild and raging sea,
    sweet pain and ecstasy.
    Love can be an ocean blue
    calm, deep–and all that’s true.
    Peace of mind and harmony
    follow in the sand.
    Take my hand, we’ve only just begun.
    If you ever fall in love,
    hold on to your dream.
    You will see how happy life can be.

  2. પ્રેમ ઍ ઈશ્વરે માનવને આપેલ અણમોલ ભેટ છે,અને કોઈની સાથે મન લાગી જાય ઍ પણ ઈશ્વરનીજ ક્રુપા… અને હા પ્રેમમા પડ્યા પછી જ આ હાલ થાય ને
    તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
    માથુ મૂકીને રડ્યા છો ?

  3. i love this song and kaik junu yad avi gayu …….thanks hu roi 6u mandir na darvaje etlae i can feel the same..thanks …

  4. મને બવ ગમ્યુ આ ગેીત કાઈક જુનુ યાદ આવિ ગયુ આભાર ………

  5. તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
    માથુ મૂકીને રડ્યા છો ?
    જેનો જવાબ ‘હા’ હશે તેની વેદના બેવડાઇ જાશે !!

  6. પ્રેમનો દાવો કરનાર દરેક વ્યક્તીએ આ પ્રેમકસોટીના પ્રશ્નોના પ્રમાણિકપણે ઉત્તરો આપવા. કેટ્લાં પાણીમાં છીએ તેનો ખ્યાલ આવી જશે. તે જ રીતે પ્રેમનાં પારખાં કરવા માટે પણ આ કસોટીનો ઉપયોગ કરી શકાય.

  7. તમે એકવાર એનામાં ખોવાયા બાદ
    કદી પોતાની જાતને જડ્યા છો?

  8. પ્રેમ ઍ ઈશ્વરે માનવને આપેલ અણમોલ ભેટ છે,અને કોઈની સાથે મન લાગી જાય ઍ પણ ઈશ્વરનીજ ક્રુપા… અને હા પ્રેમમા પડ્યા પછી જ આ હાલ થાય ને????

  9. Jayshreeben,

    I congratulate you for such a nice peom. I read this first time and really it touches to my heart. I appreciate your efforts. Pl keep it up .

    Pravin Thakkar

  10. ફિરેફોક્ષ મા ગેીત કયા ક્લિક્ કરવુ તેજ ખબર પદતિ નથિ

  11. ૨૦૦૭ની આ પોસ્ટ આજે દેખાઈ અને એટલિ બધિ ગમિ ગઈ કે આટલુ મોડું પણ thank you કહેવાનું મન થઈ ગયુ.

  12. […] હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં, કે પછી એવું નથી બંને છીએ કોઇ વ્હેમમાં… તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ? – મુકેશ જોષી […]

  13. કેટકેટલા વ્હાલની આ કવિતા છે. અને એવુ જ સુન્દર એક ભાઇનુ ઓક્ટોબર ની પચ્ચીસમી તારિખનુ લખાણ છે.

  14. તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
    માથુ મૂકીને રડ્યા છો ?

  15. તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
    માથુ મૂકીને રડ્યા છો ?

    awesome !

  16. તમે એકવાર એનામાં ખોવાયા બાદ
    કદી પોતાની જાતને જડ્યા છો?

    તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
    માથુ મૂકીને રડ્યા છો ?

    સુંદર ગીત… હમણા જ સુ.દ.નાં પ્રોગ્રામમાં મુકેશભાઈને મળવાનો મોકો મળ્યો હતો… મળવા જેવા મજાનાં માણસ!

  17. શુ વાત છે?
    તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

  18. પ્રેમની પરિભાષાની ખૂબ જ સુન્દર વાત આ કાવ્યમાં કરી છે. આજે પ્રસંગોપાત્ શરદપૂનમ છે. બારેબાર પૂનમમાં ફક્ત શરદપૂનમમાં જ ચાંદ પૃથ્વીથી સૌથી વધારે નજીક હોય છે- એ બન્નેનો પ્રેમ સૌથી વધારે ઉત્કટ શરદપૂનમની રાતે હોય છે, અને એવી વેળાએ દ્વૈતના પ્રેમનું સુન્દર ગીત આજે ટહુકા પર આવ્યું છે…મજા પડી ગઈ આજે તો! આ જગત એકલાનું છે જ નહીં, બેકલાનું છે.

    ખરેખર, માણસે જીવનમાં એક વખત તો આ ગીતમાં વર્ણવ્યો છે તેવો પ્રેમ કરવો જ જોઈએ. પ્રેમ વિના માણસ આંધળો છે. પ્રેમથી જીવનમાં એક દૃષ્ટિ મળે છે, પ્રેમની આંખોથી આખું જગત અને જીવન સુન્દર લાગે છે, જીવનની એકેએક વાતોનો અર્થ મળે છે.

    ગીતની પ્રથમ પંક્તિઓથી લાગે કે તદ્દન વિરોધાભાસમાં પ્રેમ પાંગરે છે. કેવો વિરોધાભાસ? એકાદ મુઠ્ઠીભર અજવાળું આપવા માટે જીન્દગીભર બળવું, લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના
    મારગથી કાંટાઓ શોધવા, લીલેરા છાંયડાઓ આપીને કોઇના
    તડકાઓ અંગ ઉપર ઓઢવા……સામેની વ્યક્તિ ના ચાહતી હોય તો પણ છૂપાઈ છૂપાઈને એને અત્યન્ત ઝંખવું, આખી દુનિયા સામી થઈ જાય છતાં એને પોતાની કરીને ભેટી પડવું, આખી દુનિયાનાં કામો હોય છતાં ગોપીની જેમ છૈયાછોકરાં અને ઘરકામ રેઢાં મૂકીને મનના માણીગર પાસે દોડી જવું, અરે ત્યાં સુધી કે શરીરને બાળી નાખતો વિયોગ હોય છતાં એ વિયોગમાં પિયામિલન અનુભવવું આવા તો કેટલાય વિરોધાભાસોમાં પ્રેમ ખીલતો હોય છે. “તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?” આ પણ એક વિરોધાભાસ જ છે અને એની જ મજા છે!

    છેલ્લી પંક્તિ પણ ઘણી સૂચક છે- “તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો?” મંદિરમાં જુદાઈ અનુભવવાની વાત છે. મંદિરમાં જઈએ ત્યારે કોના વિચારો આવે છે? અથવા કોના વિચારો આવવા જોઈએ? જવાબ મળે ભગવાનના! અને આ ભગવાન જ્યારે નજીક ના હોય ત્યારે એની જુદાઈમાં રડું આવે એ વાત છે. પણ પ્રેમીનો ભગવાન કોણ? પત્નીના રૂપમાં જ્યારે સાક્ષાત ભગવાન આવીને મળ્યા હોય (અને એટલું જ સાચું કે પતિના રૂપમાં ભગવાન) એવા તો ખરેખર ધન્ય જીવ કહેવાય. એકબીજામાં ભગવાન જોઈને અત્યન્ત પ્રેમ કરતાં પતિપત્ની જ આખરે પોતાનાં જીવન ભગવાનને સમર્પિત કરી શકે છે, અને આવાં પ્રેમી એકબીજાથી વિખૂટા પડતાં મંદિરની ભીંત ઉપર માથુ મૂકીને રડ્યા હોય છે.

    Note: કોઈની જુદાઈમાં માથું મૂકીને રડવાની વાત આવી તો એક કવિની કરૂણ લાગણી યાદ આવી ગઈઃ “આમ અચાનક જાવું નો’તું, અને જાવું’તું તો વેલીની જેમ વીંટળાવું નો’તું!!” આશા રાખીએ કે ટહુકા પર આ ગીત સાંભળવા મળે.

  19. સરસ ગીત ! વાંચીને તરત ‘હવે તારામાં રહું?’ યાદ આવી ગયું ને બન્ને ગીત બબ્બે વાર વાંચી કાઢયા !

Leave a Reply to dipti Cancel reply

Your email address will not be published. Required fields are marked *