
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
આખીય જિંદગી બળ્યા છો ?
તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના
મારગથી કાંટાઓ શોધ્યા
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના
તડકાઓ અંગ ઉપર ઓઢ્યા
તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી
ખુદમાં વરસાદ થતો જોયો
તમે કોઇના આભને મેઘધનુષ આપવા
પોતાના સૂરજને ખોયો
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
માથુ મૂકીને રડ્યા છો ?



October 25th, 2007 at 8:02 pm
સરસ ગીત ! વાંચીને તરત ‘હવે તારામાં રહું?’ યાદ આવી ગયું ને બન્ને ગીત બબ્બે વાર વાંચી કાઢયા !
October 25th, 2007 at 9:07 pm
પ્રેમની પરિભાષાની ખૂબ જ સુન્દર વાત આ કાવ્યમાં કરી છે. આજે પ્રસંગોપાત્ શરદપૂનમ છે. બારેબાર પૂનમમાં ફક્ત શરદપૂનમમાં જ ચાંદ પૃથ્વીથી સૌથી વધારે નજીક હોય છે- એ બન્નેનો પ્રેમ સૌથી વધારે ઉત્કટ શરદપૂનમની રાતે હોય છે, અને એવી વેળાએ દ્વૈતના પ્રેમનું સુન્દર ગીત આજે ટહુકા પર આવ્યું છે…મજા પડી ગઈ આજે તો! આ જગત એકલાનું છે જ નહીં, બેકલાનું છે.
ખરેખર, માણસે જીવનમાં એક વખત તો આ ગીતમાં વર્ણવ્યો છે તેવો પ્રેમ કરવો જ જોઈએ. પ્રેમ વિના માણસ આંધળો છે. પ્રેમથી જીવનમાં એક દૃષ્ટિ મળે છે, પ્રેમની આંખોથી આખું જગત અને જીવન સુન્દર લાગે છે, જીવનની એકેએક વાતોનો અર્થ મળે છે.
ગીતની પ્રથમ પંક્તિઓથી લાગે કે તદ્દન વિરોધાભાસમાં પ્રેમ પાંગરે છે. કેવો વિરોધાભાસ? એકાદ મુઠ્ઠીભર અજવાળું આપવા માટે જીન્દગીભર બળવું, લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના
મારગથી કાંટાઓ શોધવા, લીલેરા છાંયડાઓ આપીને કોઇના
તડકાઓ અંગ ઉપર ઓઢવા……સામેની વ્યક્તિ ના ચાહતી હોય તો પણ છૂપાઈ છૂપાઈને એને અત્યન્ત ઝંખવું, આખી દુનિયા સામી થઈ જાય છતાં એને પોતાની કરીને ભેટી પડવું, આખી દુનિયાનાં કામો હોય છતાં ગોપીની જેમ છૈયાછોકરાં અને ઘરકામ રેઢાં મૂકીને મનના માણીગર પાસે દોડી જવું, અરે ત્યાં સુધી કે શરીરને બાળી નાખતો વિયોગ હોય છતાં એ વિયોગમાં પિયામિલન અનુભવવું આવા તો કેટલાય વિરોધાભાસોમાં પ્રેમ ખીલતો હોય છે. “તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?” આ પણ એક વિરોધાભાસ જ છે અને એની જ મજા છે!
છેલ્લી પંક્તિ પણ ઘણી સૂચક છે- “તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો?” મંદિરમાં જુદાઈ અનુભવવાની વાત છે. મંદિરમાં જઈએ ત્યારે કોના વિચારો આવે છે? અથવા કોના વિચારો આવવા જોઈએ? જવાબ મળે ભગવાનના! અને આ ભગવાન જ્યારે નજીક ના હોય ત્યારે એની જુદાઈમાં રડું આવે એ વાત છે. પણ પ્રેમીનો ભગવાન કોણ? પત્નીના રૂપમાં જ્યારે સાક્ષાત ભગવાન આવીને મળ્યા હોય (અને એટલું જ સાચું કે પતિના રૂપમાં ભગવાન) એવા તો ખરેખર ધન્ય જીવ કહેવાય. એકબીજામાં ભગવાન જોઈને અત્યન્ત પ્રેમ કરતાં પતિપત્ની જ આખરે પોતાનાં જીવન ભગવાનને સમર્પિત કરી શકે છે, અને આવાં પ્રેમી એકબીજાથી વિખૂટા પડતાં મંદિરની ભીંત ઉપર માથુ મૂકીને રડ્યા હોય છે.
Note: કોઈની જુદાઈમાં માથું મૂકીને રડવાની વાત આવી તો એક કવિની કરૂણ લાગણી યાદ આવી ગઈઃ “આમ અચાનક જાવું નો’તું, અને જાવું’તું તો વેલીની જેમ વીંટળાવું નો’તું!!” આશા રાખીએ કે ટહુકા પર આ ગીત સાંભળવા મળે.
October 25th, 2007 at 10:06 pm
શુ વાત છે?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
October 25th, 2007 at 10:19 pm
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
October 26th, 2007 at 12:59 am
હા ભાઈ હા..
October 26th, 2007 at 2:38 am
well said…
October 26th, 2007 at 7:11 am
તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
માથુ મૂકીને રડ્યા છો ?
સુંદર ગીત… હમણા જ સુ.દ.નાં પ્રોગ્રામમાં મુકેશભાઈને મળવાનો મોકો મળ્યો હતો… મળવા જેવા મજાનાં માણસ!
October 26th, 2007 at 1:56 pm
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
માથુ મૂકીને રડ્યા છો ?
awesome !
October 26th, 2007 at 5:17 pm
તમે કોઇ વાર પ્રેમમાઁ પડ્યાઁ છો ?
October 26th, 2007 at 10:02 pm
સરસ ગીત અને સરસ comments
enjoyed reading all…
October 27th, 2007 at 1:55 am
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
માથુ મૂકીને રડ્યા છો ?
October 27th, 2007 at 3:38 am
મજાનું ગીત…
October 29th, 2007 at 12:40 am
હા …
November 2nd, 2007 at 4:38 am
કેટકેટલા વ્હાલની આ કવિતા છે. અને એવુ જ સુન્દર એક ભાઇનુ ઓક્ટોબર ની પચ્ચીસમી તારિખનુ લખાણ છે.
February 14th, 2008 at 9:51 am
[...] હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં, કે પછી એવું નથી બંને છીએ કોઇ વ્હેમમાં… તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ? - મુકેશ જોષી [...]
February 22nd, 2008 at 7:50 pm
sundar vicharo che…koi na prem ma padya pachi j kadach anubhavi shakay…
October 23rd, 2008 at 1:14 pm
૨૦૦૭ની આ પોસ્ટ આજે દેખાઈ અને એટલિ બધિ ગમિ ગઈ કે આટલુ મોડું પણ thank you કહેવાનું મન થઈ ગયુ.
October 23rd, 2008 at 11:20 pm
best said
November 3rd, 2008 at 2:57 pm
ફિરેફોક્ષ મા ગેીત કયા ક્લિક્ કરવુ તેજ ખબર પદતિ નથિ
November 4th, 2008 at 12:42 am
Hemangini - this particular poem doesn’t have music with it.
October 26th, 2009 at 9:03 pm
Jayshreeben,
I congratulate you for such a nice peom. I read this first time and really it touches to my heart. I appreciate your efforts. Pl keep it up .
Pravin Thakkar
November 19th, 2009 at 10:59 am
હા પ્રેમમાં પડ્યાં પછી જ આ હાલ થાય ને..
January 25th, 2010 at 10:56 pm
પ્રેમ ઍ ઈશ્વરે માનવને આપેલ અણમોલ ભેટ છે,અને કોઈની સાથે મન લાગી જાય ઍ પણ ઈશ્વરનીજ ક્રુપા… અને હા પ્રેમમા પડ્યા પછી જ આ હાલ થાય ને????
February 1st, 2010 at 7:46 pm
તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?
February 2nd, 2010 at 9:06 am
પ્રેમનો દાવો કરનાર દરેક વ્યક્તીએ આ પ્રેમકસોટીના પ્રશ્નોના પ્રમાણિકપણે ઉત્તરો આપવા. કેટ્લાં પાણીમાં છીએ તેનો ખ્યાલ આવી જશે. તે જ રીતે પ્રેમનાં પારખાં કરવા માટે પણ આ કસોટીનો ઉપયોગ કરી શકાય.
June 22nd, 2010 at 7:57 pm
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
માથુ મૂકીને રડ્યા છો ?
જેનો જવાબ ‘હા’ હશે તેની વેદના બેવડાઇ જાશે !!