અડોઅડ – સોનલ પરીખ

(લૈ સમુદ્રો પ્હાડ વચમાં….. )

***

હું ને મારા વ્રણ અડોઅડ
આગ ને ઈંધણ અડોઅડ

સાથ કે જોડાણ ક્યાં છે ?
રાખનું વળગણ અડોઅડ

લૈ સમુદ્રો પ્હાડ વચમાં
બેસતાં બે જણ અડોઅડ

કોણ કોને કેમ ફળવું
તથ્ય ને તારણ અડોઅડ

હું મને મળવા ગઈ ત્યાં
કોકે લીધું પણ અડોઅડ

આપણા કૈં કેટલાં ‘પણ’
શક્યતાની ક્ષણ અડોઅડ

મૌનની કોમળ સમજ છે
વ્યર્થના ભાષણ અડોઅડ

– સોનલ પરીખ

***

(વ્રણ = ઘા; નારું)

11 replies on “અડોઅડ – સોનલ પરીખ”

 1. વાહ સોનલ બેન એક્દમ અડોઅડઆ અને પેલિ મૌન વાળિ તો ખરેખર મ્સ્ત

 2. dipti says:

  લૈ સમુદ્રો પ્હાડ વચમાં
  બેસતાં બે જણ અડોઅડ

  સરસ વાત કહી..

 3. Ravindra Sankalia. says:

  સોનલ બહેનની નાનકડી પણ સુંદર ગઝલ વાંચવાની મઝા આવી.

 4. rajeshree trivedi says:

  ઝઁખનાઓ લૈ નીકળ્યા ત્યાઁ
  ઝાઁઝવા પણ સાવ અડોઅડ.
  એક પગલુઁ માડ્યુઁ જ્યાઁ રસ્તે,
  કાઁટાની મળી હાર અડોઅડ
  સુઁદર ગઝલ.

 5. M.D.Gandhi, U.S.A. says:

  સુંદર ગઝલ.

 6. Vijay Bhatt (Los Angeles) says:

  મૌનની કોમળ સમજ છે….
  વાહ્…!

 7. Kamlesh Dhyani says:

  વાહ સુન્દર ગઝલ…અને.ફોટો પણ..

 8. Maheshchandra Naik says:

  મૌનની પણ ભાષા અલગ જ હોય છે…..સરસ વાત કરી છે…..

 9. kavita vyas says:

  મૌનની કોમળ સમજ છે
  વ્યર્થના ભાષણ અડોઅડે

  ખુબ મઝા પ્ડી.

 10. kavita vyas says:

  મૌનની કોમળ સમજ છે
  વ્યર્થના ભાષણ અડોઅડે

  FULLY ENJOYED!!

 11. ટૂંકી બહેરની ગઝલમાં જમીન આમેય તંગ હોય છે અને આવી સંકડાશમાં આટલું કુશળતાપૂર્વક કામ કરવું એ ખરેખર કાબિલ-એ-દાદ છે… વાહ વાહ વાહ…

  લગભગ બધા જ શેર ઉત્તમ થયા છે… અડોઅડ જેવી રદીફ અને ‘ણ’કારનો કાફિયો આટલી સરસ રીતે પ્રયોજી શક્યાં એ બદલ કવયિત્રી ખરેખર અભિનંદનને પાત્ર છે…

  આ ગઝલ લયસ્તરો માટે માંગી લઉં છું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *