સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ…

ટહુકોના એક વાચક-શ્રોતા મિત્ર ‘રાજશ્રીબેન ત્રિવેદી’ એક ગીત છેલ્લા ૨૦ વર્ષથી શોધતા હતા, અને આખરે એ ગીત એમને મળ્યું પણ ખરું..! અને એમણે તરત જ એ ગીત ટહુકોના બીજા મિત્રો સાથે વહેંચવા મને મોકલી આપ્યું..! જો કે મેં એ ગીત… શ્રાવણના દિવસોમાં સાંભળાવવા માટે સાચવી રાખ્યું..! 🙂

પણ શ્રાવણ આવી ને જતો રહ્યો તો યે એ ગીત સંભળાવવાનું તો ભૂલી જ ગઇ..! (માફ કરશો ને?! 🙂 તો ચલો, આવતા વર્ષના શ્રાવણ સુધી રાહ નથી જોવી..!! આ રહ્યું આ અણમોલું ગીત.. સુધા મલ્હોત્રાના સ્વરમાં..!!

ગીત વિષે વધુ માહિતી નથી મારી પાસે… તમે મદદ કરશો ને? !!

સ્વર – સુધા મલ્હોત્રા
કવિ – ?
સ્વરકાર – ?

.

સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન

આકાશે જોઇ મેં તો છાયા ઘનશ્યામની
ને જાગી ઉઠ્યા શમણાંના ગીત
જોઇ જોઇ ઝંખુ ને ઝૂરું હું રાત’દી
એવી મારી પાગલની પ્રિત
વીજળી ચીરે વ્યોમ ને મને, વેદના ચીરે —-?

સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ

કોણ જાણે એવું શું આવે છે યાદ કે
નીતરે છે આંખમાંથી ધારા
આખા આ આયખાને આમ કાં દઝાડતા
કોની તે યાદના અંગારા
નથી ઉજળા દિવસ, ઘોર અંધારી રૈન

સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન

17 replies on “સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ…”

  1. ખુબ સુન્દર ! ખુબ સુંદર રચના અને ઘણા વર્ષો બાદ સુધા મલ્હોત્રાના સ્વરમાં માણવાનો આનંદ પ્રાપ્ત થયો છે.

  2. આ ગીત upload થયુ નથી. સંભળાવી શકશો ?

  3. કેટલા બધા વર્ષો પછી આ ગીત સાંભળ્યુ, આ ગીત તો સુરેશ દલાલ ની રચના છે . મિત્રો કોઈ પાસે અમદાવાદ ના શ્રુતિ મંડળ નો ખુબજ જૂનો ગરબો “ હું તો ગઈ તી …………….. મેળે ,મન મળી ગયું એની મેળે મેળામાં ………” તથા “ કાનમાં પવન કહીને ચાલ્યો કે હે …………… આવે મેહુલિયો રે…………”આ બંને ગીતો હોય તો ચોક્કસ ટહુકો ઉપર મુકશો. આપની સેવા ઉત્તમ ગણાશે ,હૃદઈએ થી લગાડીશું .
    કમલેશ ઉદાણી રાજકોટ તા. ૨૦-ઓગસ્ટ ,૨૦૧૨. અધિક માસ (ભાદરવી ચતુર્થી )

  4. ખૂબ ખૂબ આભાર્.
    વીજળી ચીરે વ્યોમ વીધી નાખી રે વેન—– એ શબ્દો છે.
    આશા છોડી દીધી.ઍટ્લે છેક્ક આજે ટહુકો જોઈ ખુશી થઈ.

    આ સાલનો વરસાદ આ ગીત સાથે માણ્યો હોય તે જ આની વેદના જાણી ને માણી શકે.મર્મસ્પર્શી રચના. કવિને અભિનઁદન.

  5. બહુ જ સરસ ગીત – કેટલા બધા વરસો પછી સામ્ભળવા મળ્યુ.
    આભાર રાજશ્રીબેન અને જયશ્રીબેન.

  6. આકાશે જોઇ મેં તો છાયા ઘનશ્યામની
    ને જાગી ઉઠ્યા શમણાંના ગીત
    જોઇ જોઇ ઝંખુ ને ઝૂરું હું રાત’દી
    એવી મારી પાગલની પ્રિત
    વીજળી ચીરે વ્યોમ ને મને, વેદના ચીરે….. (વેણ )
    મને તો આવુ સંભળાય છે,

    ખૂબ જ સુંદર શબ્દો, અવાજ અને ગીત……
    આભાર

  7. મઝા આવી ગઈ.જેટલા મીઠા શબ્દો એટલો મધુર સ્વર અને સુર.

  8. બહુજ સરસ શબ્દો…સરસ ગીત.

    વિના કહ્યે દોડી આવે તે યાદ…

  9. Bahuj Saras Geet ane Sabdo thi man ni, ankhoni and meet ni vaat kahi…નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન

  10. કોણ જાણે એવું શું આવે છે યાદ કે
    નીતરે છે આંખમાંથી ધારા
    આખા આ આયખાને આમ કાં દઝાડતા
    કોની તે યાદના અંગારા..
    યાદને તારી વિસરવા એક ભવ ઓછો પડે,આ અગનજવાળાને ઠરવા એક ભવ ઓછો પડે

  11. સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ..

    કોણ જાણે એવું શું આવે છે યાદ કે
    નીતરે છે આંખમાંથી ધારા..

    Too GOOD!!!

  12. આ ગીત સ્વ. વેણીભાઈ પુરોહિત નુ હોઈ શકે. મઝા પડી ગઈ સાંભળવાની.

Leave a Reply to manilalmmaroo Cancel reply

Your email address will not be published. Required fields are marked *