ગઝલ – મુકુલ ચોક્સી

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું

– મુકુલ ચોકસી

18 replies on “ગઝલ – મુકુલ ચોક્સી”

  1. અંત સુધી જકડી રાખતી બેમીસાલ સુંદર રચના!બધાજ શેર ઉત્તમ છે. મુકુલભાઈને અભિનંદન!!

  2. ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
    ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,

    કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
    કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું

    વાહ વાહ્…. અદ્ભૂત આ મોઁસૂઁઝણુ મનસનુ……અરવિઁદના અતિમનસ અવતરનણની ઝાઁખી કરાવે તેવુઁ … અઁતરમાઁ ઉજાસ પાથરી દેતી ગઝલના બે શેર ઉત્તમ

  3. શરુથી અંત સુધી જકડી રાખતી ગઝલ.બધા શૅર અફલાતૂન બન્યા છે.ડૉ.વિવેક્ની પ્રિય ગઝલ હોય તેની નવાઈ નથી લાગતી.મને પણ ખુબ ગમી.

    …ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
    મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !…

    ..કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
    કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું..

    જયશ્રી અને અમિત ને શાબાશી.

  4. fadi nathi sakatu panu vitya varsonu- – – -really we cannot forget the undiserable past cannot remember sweet memory MAHENDRA PAREKH AAKAR

  5. શ્રી મુકુલભાઈની સરસ તો ખરી જ પણ ગહન ગઝલ.
    કોઇ એક શેર અલગ તારવવો એટલે બાકીના શેરને અન્યાય કરી બેસવા જેવું લાગ્યુ…
    આખી ગઝલને જ બિરદાવીએ…

  6. …ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
    મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !…

    ..કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
    કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું..

    સુંદર ગઝલ …

  7. awsome – ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

    Is there any book available for mukul choksi gazals?

  8. સુંદર ગઝલ્

    ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
    મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !!!!

  9. ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
    મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !….ગમ્યુ. સુંદર ગઝલ .

  10. પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
    બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

  11. કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
    કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું

    awsme

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *