ક્યાંસુધી લખવા ! – ડૉ. મહેશ રાવલ

ગઇકાલે ૪થી સપ્ટેમ્બર – મારા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવનાર દરેક મિત્રોનો હ્રદયપૂર્વક.. ટહુકાપૂર્વક આભાર..! અને હા ગઇકાલે જ ગઝલકાર શ્રી ડૉ. મહેશ રાવલનો પણ જન્મદિવસ હતો.. તો એમને એક દિવસ મોડી.. પણ જરાય મોળી નહીં એવી જન્મદિવસની ખૂબકામનાઓ સાથે માણીએ એમની આ ગઝલ… એમના જ અવાજમાં, અને એ પણ તરન્નુમ સાથે..!! 🙂

*********

ગઝલ પઠન – ડૉ. મહેશ રાવલ

સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?
અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ
ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

– ડૉ. મહેશ રાવલ

17 replies on “ક્યાંસુધી લખવા ! – ડૉ. મહેશ રાવલ”

  1. લાંબો ડગલો,
    મુંછો વાંકડી,
    શીરે પાઘડી રાતી,
    બોલ બોલતો તોળી તોળી,
    છેલછબીલો ગુજરાતી હું છેલછબીલો ગુજરાતી…….
    જો આ geet tamari pase hoy to mane rag sathe moklavajo ne plz……

  2. મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
    અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

    ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?

    ખુબ સરસ્!!સચોટ!!!!!

  3. સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
    કથા….

    ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા,
    જિંદગી એટલે, આવરણની કથા !

    આમ અકબંધ સંબંધની વારતા,
    આમ, અણછાજતા અવતરણની કથા !

    એ અલગ વાત છે કે, ન ભૂલી શકો,
    પણ સ્મરણ માત્ર , છે વિસ્મરણની કથા !

  4. ઊર્મીબેન અને મહેશ્ભાઈને મૉડિ પણ જન્મ દિન ની સાહિત્યિક વધાઈઓ

    સુંદર ગઝલ અને એથીયે સુંદર પઠન્.
    ૧૪ઑગસ્ટ ના આઈ એન ટી મુશાયરામાં શોભિત દેસાઈ એ એમની રચના તરાન્નૂમમાં સંભળાવી ત્યારે આવો જ જલસો થયો હતો.
    જય ગુર્જરી

  5. આખી ગઝલ હ્રદયદ્રાવક છે. ગઝલ એટલી બધી ગમી કે એના બધા જ શેરો વિશે લખવાની ઇચ્છા થાય છે, પણ આ શેર વિશે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર લખવાનો નિર્ણય કર્યો છેઃ

    બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
    હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

    ગઝલના શબ્દોમાં દર્દ છે અને કવિશ્રીના સૂરમાં પણ એ સાકાર થયું છે. સજેશનઃ સંગીત સાથે સૂર અને શબ્દ ઓર નીખરત.

    ડૉ.મહેશ રાવલના જન્મદિન,સેપ્ટેમ્બર ૪, ૨૦૧૦ના રોજ એમના નીચેના શેરનો આસ્વાદ (‘ડૉ. મહેશ રાવલના શેરોનો આનંદઃ ૩) http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યો છેઃ

    વિસ્તારી જો નવેસર સંબંધ તારો, ખુદથી
    ભીતરની વાત લઈને નીકળાય, તો નીકળજે !

    એ પહેલાં એમના બીજા બે શેરના આસ્વાદ પણ એ બ્લોગ પર પોસ્ટ કર્યા છે.
    –ગિરીશ પરીખ

  6. ચાંદીનો રુપિયો ખણકે તેવા રણકાર સાથેનુ કાવ્યપઠન !પ્રત્યેક પંક્તિઓ જબરજસ્તભાવ સભર બની છે.
    દૉ.સહેબ ને જન્મદિનની શુભકામના.

  7. સહુ પ્રથમતો જન્મ દિવસની વધાઈ…..અને પછી…સુંદર ગઝલ સંભળાવવા બદલ …વાહ…!

  8. કવિશ્રી ડૉ. મહેશભાઇ, જન્મદિવસ મુબારક.
    વાદળ વરસે તેમ આપની કલમમાથી કવિતાઓ / ગીતો / ગઝલો વરસાવ્યા કરો તેવી શુભકામના.

  9. મહેશભાઈ,
    ખુબ સરસ…. મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
    અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !રશિમન જોશિ.

  10. જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
    છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

    સરસ શેર થયો છે..

  11. રાવલજી સૌપ્રથમ તો આખીય ગઝલ અને ઉમદા પઠન માટે ખુબ-ખુબ ધન્યવાદ.

    વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ
    ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

    વાહ…વાહ…વાહ…વાહ…

  12. ડોક્ટ સાહેબ , ખુબજ સરસ રચનાનિ અપ્રતિમ રજુઆત કરિ છે. ધન્યવાદ.

  13. બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
    હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

    વાહ…સરસ.

Leave a Reply to Nilesh Gandhi Cancel reply

Your email address will not be published. Required fields are marked *