પતંગિયું – કૃષ્ણ દવે

કવિ શ્રી કૃષ્ણ દવે ને આજે એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમનું આ મઝાનું બાળગીત..!

***********

પતંગિયું કહે મમ્મી,મમ્મી, ઝટ પાંખો પ્હેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં.

બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બૅંચ નથી છે ફૂલ;
લીલી છમ્મ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ. -પતંગિયું.

પહેલાં પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ જ્યારે દડ દડ દડ દદડે છે;
કિરણો સાથે રમીએ છીએ પકડાપકડી દાવ. – પતંગિયું.

લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,
બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ;
મધમાખી મૅડમ કહે ચાલો મીઠું મીઠું ગાવ. – પતંગિયું.

– કૃષ્ણ દવે

(આભાર – વેબમહેફિલ)

7 replies on “પતંગિયું – કૃષ્ણ દવે”

  1. Dear Sir,
    If possible i want a Bal-Geet (song) from your website is Phoolde Phoolde Foram Bhartu Patangiyu Rupalu.

    Thanks & Regards,

    Malay

  2. કવીને જન્મદીવસની અનેકાનેક શુભકમનાઓ!! ખુબજ મઝા પડી જાય એવું પ્રસન્ન કાવ્ય!!

  3. જન્મદિન મુબારક ,શતમ જિવમ શરદઃ કવિતા મજા આવિ.મન પ્રસન્ન !!!

  4. કવિશ્રી કૃષ્ણ દવેને જ્ન્મદિન મુબારક.
    બાળકની શૈલીમા સુંદર કાવ્ય.

Leave a Reply to rajshri Cancel reply

Your email address will not be published. Required fields are marked *