પતંગિયું – કૃષ્ણ દવે

કવિ શ્રી કૃષ્ણ દવે ને આજે એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમનું આ મઝાનું બાળગીત..!

***********

પતંગિયું કહે મમ્મી,મમ્મી, ઝટ પાંખો પ્હેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં.

બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બૅંચ નથી છે ફૂલ;
લીલી છમ્મ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ. -પતંગિયું.

પહેલાં પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ જ્યારે દડ દડ દડ દદડે છે;
કિરણો સાથે રમીએ છીએ પકડાપકડી દાવ. – પતંગિયું.

લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,
બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ;
મધમાખી મૅડમ કહે ચાલો મીઠું મીઠું ગાવ. – પતંગિયું.

– કૃષ્ણ દવે

(આભાર – વેબમહેફિલ)

7 replies on “પતંગિયું – કૃષ્ણ દવે”

 1. Ullas Oza says:

  કવિશ્રી કૃષ્ણ દવેને જ્ન્મદિન મુબારક.
  બાળકની શૈલીમા સુંદર કાવ્ય.

 2. કવિને જન્મદિનની અઢળક વધાઈ. સરસ બાળગીત.

 3. P Shah says:

  કવિને જન્મદિનની વધાઈ.

  સરસ ગીત !

 4. rajshri says:

  raspected krushna dave ne janmadivsah nee vadhhyee. kavitaa khuba j saras.

 5. Jayant Shah says:

  જન્મદિન મુબારક ,શતમ જિવમ શરદઃ કવિતા મજા આવિ.મન પ્રસન્ન !!!

 6. Geeta Vakil says:

  કવીને જન્મદીવસની અનેકાનેક શુભકમનાઓ!! ખુબજ મઝા પડી જાય એવું પ્રસન્ન કાવ્ય!!

 7. Malay says:

  Dear Sir,
  If possible i want a Bal-Geet (song) from your website is Phoolde Phoolde Foram Bhartu Patangiyu Rupalu.

  Thanks & Regards,

  Malay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *