શ્યામ ! ઓ સાંવરીયા ! – સુરેશ દલાલ

સૌ મિત્રોને જન્માષ્ટમિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! સાથે સાંભળીયે કવિ શ્રી સુરેશ દલાલનું આ મઝાનું ગીત.. આમ તો આ ગીત શ્યામલ-સૌમિલના હસ્તાક્ષરમાં પણ સ્વરબધ્ધ છે – જેનું સ્વરાંકન થોડું અલગ છે. એ ગીત ફરી કોઇ દિવસ. આજે માણીએ એ ગીત જગદીપભાઇના સંગીત આયોજન અને નાદ ગ્રુપના સ્વર સાથે..!

સ્વર : નાદ ગ્રુપ (દિપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, કૃતિકા ત્રિવેદી, અસ્મિતા ઓઝા, અક્ષય શાય)
સ્વરાંકન : Shri Rasbihari Desai the wellknown flutist from Mumbai.
સંગીત આયોજન : જગદીપ અંજારિયા

અમે તમારી વાંસળીઓ ને તમે અમારા સૂર :
શ્યામ ! ઓ સાંવરીયા !
અમે તમારી પાસે ને નહી તમે શ્વાસથી દૂર :
શ્યામ ! ઓ સાંવરીયા !

અમે તમારા મોરપિચ્છમાં રેશમ જેવો રંગ :
તમે અમારે માથે છલકો : યમુનાનો આનંદ.
જનમજનમને ઘાટ તમારી શરદપૂનમનું પૂર;
શ્યામ ! ઓ સાંવરીયા !

અમે તમારો પંથ : પંથ પર પગલીઓ છે પાવન:
મોહનનું આ રૂપ નિરાળું રમતું રહે સનાતન,
નહીં અવરની આવનજાવન : હૈયું માધવપુર !
શ્યામ ! ઓ સાંવરીયા !

– સુરેશ દલાલ

17 replies on “શ્યામ ! ઓ સાંવરીયા ! – સુરેશ દલાલ”

  1. @ Udyan MAroo:I am Prarthana Rawal.This particular song was recorded at Vallabh vidynagr studio.”NAAD Vrind Geeto”and all the songs and music were arranged by Anjaria Brothers. so You may be right original composer may be different but in early 80’s Sugam Sangeet Shibir was really new concept and we were train under Anjaria Brothers.Apology…..

  2. અમે તમારી પાસે ને નહી તમે શ્વાસથી દૂર :
    શ્યામ ! ઓ સાંવરીયા !

    રાધાની ક્રુષ્ણ સાથેની તન્મયતા….

  3. This composition is by Shri Rasbihari Desai the wellknown flutist from Mumbai. It has been recorded by AIR in the voice of Ms Dilraj Kaur.
    I think those who claim/declare a composition to be his should be aware that this should not be done. I suppose I will hear from the person claiming to be the composer an apology.

  4. જન્માષ્ટમીની હાર્દિક વધાઈ…….સરસ શબ્દો, સ્વરાંકન પણ સરસ, કવિશ્રી સુરેશ દલાલ કવિ શીરોમણી છે જ, એમને લાખ લાખ સલામ. ગાયકોને અભિનદન અને તમારો આભાર્………………

  5. સુરેશભાઈના ગીત જેટલુ સુંદર કર્ણપ્રિય સ્વરાંકન.
    જન્માષ્ટમીની શુભેચ્છા.

  6. ખૂબજ ખૂબસૂરત અને વખત પણ (timing i.e.) ખૂબજ સાર નિવડ્યો. એકજ વિનંતી હતી, બને એટલા સહ કલાકારો ના નામ પણ આવી ગયા હોત તો હજી ખૂબજ સુંદર યોગ કહેવાત. કાંઈ નહીં. જૂની યાદો તો સુંદરજ હોય છે. એ કહેવાય છે ને OLD IS GOLD….
    અભિનન્દન્ પ્રાર્થના

  7. ખૂબ સુંદર…જન્માષ્ટમિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    બિરેન-શિવાની
    – ન્યુયોર્ક

  8. બહુ સરસ ! અભિનન્દન્ પ્રાર્થના અને સહુ કલાકારોને !

  9. ઉત્તમ પસંદગી જન્માષ્ટમીના પવિત્ર દિવસે.
    ખુબ સુંદર રચના સુરેશભાઈની અને સ્વરાંકન પણ સરસ.ધન્યવાદ અમિત, જયશ્રી.

  10. એક સંગ્રહ શ્યામ સંગીત્નો રો તો મજા આવી જાય
    “હું રાધા તું શ્યામ હવે આ ——”
    “શ્યામ તારા વીના———”
    “શ્યામ રંગ સમીપે—-”
    “મેશ ન આંજુ રામ —”
    ” હવે સખીનહી બોલુ< —”
    “જમુના આરે મધરાત સુધી રાહ —-”
    ” જળ કમળ છાંડી જાને બાળા —”
    “મુખડાની ની માયા લાગી રે —”
    “રાધાનું નામ તમે —-”
    વિ.વિ..(આવા તો અગણીત છે )
    આજુદા જુદા પ્રસીધ્ધ થયા હશે એનો સંગ્રહ કરો તો આભાર .

  11. મને તો શ્યામલ-સૌમિલના ‘હસ્તાક્ષર’માં સ્વરબધ્ધ સ્વરાંકન વધારે ગમ્યુ! ખાસ તો ‘અમે તમારા સૂ….ર’ વખતે આરોહતો આલાપ અદ્ભૂત હતો!

Leave a Reply to Riyaz Cancel reply

Your email address will not be published. Required fields are marked *