ગરબો, આવ્યો રે રમતો રમતો…

સ્વર – સંગીત : અચલ મહેતા

.

ગરબો, આવ્યો રે રમતો રમતો,
મા નો ગરબો આવ્યો રે રમતો.
અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.

સોના કેરા દિવડા
ગરબે મેલાવું
રૂપલી જોડ તારલીયાની
ગરબે મઢાવું
રૂમઝુમતી ગાઉં માનો ગરબો… ગરબો, આવ્યો રે રમતો રમતો.

એક એક ગરબે દીસે
રમતી મોરી માત્ રે
તેજ ને પ્રકાશ કુંજ
માત્ મોરી વેરતી
રૂમઝુમતી ગાઉં માનો ગરબો… ગરબો, આવ્યો રે રમતો રમતો.

નવલાંએ નોરતાંને
ગરબે ઘૂમે રાત રે
માડી ના પગલે પગલે
કંકુવર્ણી ભાત રે
રૂમઝુમતી ગાઉં માનો ગરબો… ગરબો, આવ્યો રે રમતો રમતો.

અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.
ગરબો, આવ્યો રે રમતો રમતો.

4 replies on “ગરબો, આવ્યો રે રમતો રમતો…”

  1. Jayshreeben

    You have been doing exceptional work, especially for those who are abord and missing india.

    Geeta Jayanti is Coming in December. Can you post “Bhagwad geeta” shloks on your website. Just the chanting, not with translation and discources. It would be nice to listen to “Bhagwad Geeta” while working.

    Thank you very much……..

  2. Dear Jayshree ben
    I really love this song. Is there any way of listening in my car everyday? Please let me know. Thank you
    Sima

  3. જય્શ્રરિબહેન મા નોગરબો મને બહુજ પસન્દ ચે હુ રોજ બે થિ ચર વખત સામ્ભરુ ચઉ

Leave a Reply to sima Cancel reply

Your email address will not be published. Required fields are marked *