શ્રી અંબાજીની આરતી… – શિવાનંદસ્વામી

જ્યારે જ્યારે આ આરતી ગાઉં, ત્યારે એનો અર્થ જાણવાની ઇચ્છા થતી.  હમણા જ એક મિત્રએ આરતીની દરેક કડીનો અર્થ સમજાવતો આ લેખ મોકલ્યો, તમને પણ એ વાંચવાનો ગમશે.

બે ભાગમાં આ લેખ માટે અહીં ક્લિક કરો : part-1 , part-2 

સ્વર : અભરામ ભગત

જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ્યા મા.
ૐ જયો જયો મા જગદંબે.દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,
ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)
ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….
ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)
ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..
ૐ જયો જયો મા જગદંબે.

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2)
પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)
નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….
ૐ જયો જયો મા જગદંબે.

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….
ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)
સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)
નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
ૐ જયો જયો મા જગદંબે.

દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)
રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….
ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)
કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….
ૐ જયો જયો મા જગદંબે.

બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા
ૐ જયો જયો મા જગદંબે.

તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા
ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા
ૐ જયો જયો મા જગદંબે.

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)
વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો મા જગદંબે.

સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જયો જયો મા જગદંબે.

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)
ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..
હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.
ૐ જયો જયો મા જગદંબે.

16 replies on “શ્રી અંબાજીની આરતી… – શિવાનંદસ્વામી”

  1. બચપણ મા નવરાત્રી વખતે આ આરતિ ભાવપૂર્વક ગવાતી અને અમે બધા નાના નાના છોકરઓ બહુ ઉત્સાહથી આ આરતિ જોર જોર થી ગાતા. અત્યારે સાંભળી ન રુવાટા ઉભા થઈ ગયા. ખૂબ ખૂબ આભાર.

  2. મા કાલ્યનિ અપ્ના બદ્ધા ને સત્બુદ્ધિ આપે અને આપ્ને બધઆ ૧ તથેએય તેવિ પ્રથ્નઅ.

  3. લગન નુ ટાણુ એક દિ આવશે…. આ ભજન કોનુ ગાયેલ શે આ ભજન વેબ સાઈટ પર મુકવા વિન્નતિ આભાર

  4. આ આરતેી સમજાવતો લેખ સરસ ચ્હે અને ઇ મૈઇલ કરેી શકાય્ ? ઘનાને આરતેી આવદતે હોય એતલે ફક્ત લેખ જ મોકલવો ચ્હે

  5. DEAR JAISHREE,
    DADAJI’S “TULSIDAL” WISH YOU THE BEST AND THANKS TO PUT MATAJI’S ARATI ….
    NOW OUR FAMILY IS THANKFULL………………..
    WE HAVE ‘AKHAND JYOTI’, STARTED BY BA AND DADAJI IN 1945 AT OUR HOME MANDIR IN MEDFORD, MA.
    WE ARE PLAYING ABHARAM BHAGAT’S ARATI TO DAY AND HAVE ALL SURFERS AND BLOGERS TO SING AND PRAY DAILY DURING “NAVARATRI”.

Leave a Reply to શ્રી અંબાજીની આરતી… - શિવાનંદસ્વામી « તુલસીદલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *