ફરક તો પડે – ભરત દેસાઇ ‘સ્પંદન’

શિકાગો આર્ટ સર્કલ આયોજિત ૭મી ઓગસ્ટના કવિ સંમેલનમાં ભરતભાઇ પાસેથી સ્ટેજ પરથી આ ગઝલ સાંભળવા મળેલી. કવિ સંમેલનની શરૂઆત જ ભરતભાઇએ કરેલી અને ઓપનિંગ બેટ્સમેન પહેલી ઓવરમાં સિક્સર મારે એટલી સરસ રજૂઆત કરીએ એમણે સૌની દાદ મેળવેલી..! કાર્યક્રમનું રેકોર્ડિંગ હજુ મારી પાસે નથી આવ્યું, એટલે હમણા તો ફક્ત આ શબ્દોથી જ ગઝલ માણીએ..!

હાજરી હોય અંહી જો તમારી ફરક તો પડે
હોય સંગત સનમની ગુલાબી ફરક તો પડે

લાગણી, ભાવના, યાદ સુધ્ધા શમી જાય પણ
બસ રહી જાય કોઇ નિશાની ફરક તો પડે

લો અમે તો બધી વાત માની ગયા પણ…તમે
વાત ક્યારેક માનો અમારી ફરક તો પડે

જિંદગી છે! બધી જાતના ખેલ કરવા પડે
તું બની જાય સારો મદારી ફરક તો પડે

એ ગઝલ, ગીત, કવિતા કશું પણ હશે ચાલશે
શબ્દની જો અસર થાય ધારી ફરક તો પડે

આપવા છે ખુલાસા વિગતવાર મારે તને
જાણકારી તને હોય સાચી ફરક તો પડે

ભરસભામા ગઝલની રજૂઆત જો તું કરે
દાદ ‘સ્પંદન’ મળે જો બધાની ફરક તો પડે

– ભરત દેસાઇ ‘સ્પંદન’

************
એમની આ અને બીજી રચનાઓ આપ એમના બ્લોગ – http://bharatdesai.wordpress.com/ પર માણી શકો છો.

17 replies on “ફરક તો પડે – ભરત દેસાઇ ‘સ્પંદન’”

  1. temporary music file not working ‘AA kyasudhi rahevanu chhe bahenji,ke pachhi mara comp. ma problem chhe. mara email uper janavva krupa karso……..aabhar

  2. હાજરી હોય અંહી જો તમારી ફરક તો પડે
    હોય સંગત સનમની ગુલાબી ફરક તો પડે…
    હવે ભરત દેસાઇ પાસેથી બીજી સુંદર ગઝલો મળતી રહેશે તેવી આશા..

  3. આવી સરસ ગઝલ વાંચીને ભાઈ ફરક તો પડે…

    લાગણી, ભાવના, યાદ સુધ્ધા શમી જાય પણ
    બસ રહી જાય કોઇ નિશાની ફરક તો પડે……….

  4. શ્રી ભરતભાઈને અભિનદન અને જયશ્રીબેનનો આભાર,,,,,

  5. ભરત .
    આજરોજ મને મારા ઇન બોક્ષમાં તે રજુ કરેલ ગઝલ જયશ્રીબેન ભક્તા કે જો દ્વારા તેઓની વેબ સાઈટ ” ટહુકો. કોમ ” ની પોસ્ટ નિયમિત મળે છે અને ઘણોજ આંનદ આવે છે નિત નવું મળે છે અને તે પણ માતૃભાષામાજ તેનો સવિશેષ આનદ છે, તેમાં વળી આજે તે રજુ કરેલ ગઝલ /કૃતિ વાચી અને હું મારા અંતરનો અત્યંત આનદ વ્યક્ત કરું છું . અભિનંદન , તેઓની કોમેન્ટ્સ ખરેખર ઘણીજ સુંદર છે પછી મારે શું લખવાનું હોય?
    તેઓં એ તારી જે પ્રસંશા કરી છે તેજ તારી કાબેલિયત બતાવે છે , તારો સતત પરિશ્રમ, ભાવ અને સંઘર્ષ બાદ તને યોગ્ય સ્થાન મળ્યું હોય તેમ જણાય છે.જેમાં વલ્લભની કૃપા જરૂર વર્ષી છે.. જયશ્રીબેન જેવા અનુભવી , તથ્ષ્ટ અને અધિકૃત વ્યક્તિએ તારો પરિચય ખુબ જ યોગ્ય શબ્દો સહ કરાવ્યો છે તે જ તારી સફળતા છે અને તું અભિનંદનનો અધિકારી બન્યો છું. જૂની યાદો ને વાગોળું છું.
    અશ્વિન અને રેખાના સસ્નેહ જય શ્રી કૃષ્ણ

  6. ભરત .
    આજરોજ માણે મારા ઇન બોક્ષમાં તે રજુ કરેલ ગઝલ જયશ્રીબેન ભક્ત કે જો દ્વારા તેઓની વેબ સાઈટ ” ટહુકો. કોમ ” ની પોસ્ટ નિયમિત મળે છે અને ઘણોજ આંનદ આવે છે નિત નવું મળે છે અને તે પણ માતૃભાષામાજ તેનો આનદ છે વળે આજે તે રજુ કરેલ ગઝલ /કૃતિ વાચી અને હું મારા અંતરનો અત્યંત આનદ વ્યક્ત કરું છું . અભિનંદન , તેઓની કોમેન્ટ્સ ઘણીજ સુંદર છે પછી મારે શું લખવાનું હોય?
    તેઓ ઇ તારી જે પ્ર્સૌન્ષા કરી છે તેજ તારી કાબેલિયત બતાવે છે , તારો સતત પરિશ્રમ, ભાવ અને સંગર્ષ બાદ તને યોગ્ય સ્થાન મળ્યું હોય તેમ જનનાય છે.જેમાં વલ્લભની કૃપા જરૂર વર્ષી છે.. જયશ્રીબેન જેવા અનુભવી , તથ્ષ્ટ અને અડીકૃત વ્યક્તિએ તારો પરિચય ખુબ જ યોગ્ય શબ્દો સહ કરાવ્યો છે તે જ તારી સફળતા છે અને તું અભિનંદનનો અધિકારી બન્યો છું. જૂની યાદો ને વાગોળું છું.
    અશ્વિન અને રેખા ના સસ્નેહ જયશ્રી કૃષ્ણ.

  7. જયશ્રીબેન, સાચી વાત કરી – ભરતભાઇના સ્પન્દનોઍ સિક્સર મારી દીધી.
    હૃદયસ્પર્શી ગઝલ.

  8. અગર હાજિર હો આપ્ તો ફ્ર્ર્ક તો હોગા,
    કરલે નયિ નયિ બાત તો ફરક તો હોગા.

    ગઝલ,ગિત તરાના,સરગમ,સબ ચલેગા,
    શબ્દ મે હો તાકત, તો ફરક તો હોગા.

    મિલાનિ હે નિગાહો સે નિગાહે સામને તો આઓ
    નયન મે હો બરસાત, તો ફરક તો હોગા.

    ઇસ અન્જુમન મે ઇક ગઝલ આપભિ સુના દેતે,
    સ્પન્દન સે મિલે દિલ કિ દાદ,તો ફરક તો હોગા.

    DR. AMULAKH L. SAVANI
    e- mail; savani.amulakh@yahoo.com

  9. ભરત ભાઈ , અભિનન્દન , તમારી ગઝલ વાન્ચિ ફરક પડ્યો . ખુબ સરસ . નવુ નવુ ખ્ત રહે જો .

Leave a Reply to mahesh dalal Cancel reply

Your email address will not be published. Required fields are marked *