હુ અનેકને ચાહી શકું છું – સુરેશ દલાલ

bunch-of-pink.jpg

હુ અનેકને ચાહી શકું છું
અને એકની સાથે રહી શકું છું
હું એકની સાથ રહું
છતાંય અનેકને ચાહી શકું છું

હું કોઇકને સૂરજની હૂંફ આપી શકું છું
તો કોઇકને ચાંદનીનો ખોબો
હું કોઇકને વસંતની છાંયો આપી શકું છું
તો કોઇકને મસ્તમુલાયમ પવનનો ઝોકો,
હું કોઇકને ઝરણાનો કલરવ આપી શકું છું
તો કોઇકને પથ્થરનું મૌન

એવું નથી કે હું આપું જ છું
કોઇકને હુંફ આપું છું ત્યારે મને
સૂરજ મળતો હોય છે
ચાંદનીનો ખોબો આપું છું ત્યારે
મને ચંદ્ર મળતો હોય છે.
છાંયો આપું છું તો વૃક્ષ.

પણ હા, ક્યારેક એવું બને છે
કે હું સૂરજની હૂંફ આપું
અને કોઇક આખું આકાશ માગી બેસે તો
હું ચૂપ થઇ જાઉં છું

હું કલરવ આપું અને કોઇક ઝરણું માગી બેસે તો
હું થીજી જાઉં છું
હું પથ્થરનું મૌન આપું અને
કોઇક પહાડ માગી બેસે તો
હું મને જ સંભળાય એવી ચીસ પાડું છું

આમ છતાંયે
હું અનેકને ચાહી શકું છું
અને એકની સાથે રહી શકું છું

23 replies on “હુ અનેકને ચાહી શકું છું – સુરેશ દલાલ”

  1. ખુબ જ સરસ કવિતા છે.મને ઈશ્વરનું વરદાન છે તો જ-

    હું કોઇકને સૂરજની હૂંફ આપી શકું છું
    તો કોઇકને ચાંદનીનો ખોબો
    હું કોઇકને વસંતની છાંયો આપી શકું છું
    તો કોઇકને મસ્તમુલાયમ પવનનો ઝોકો,
    હું કોઇકને ઝરણાનો કલરવ આપી શકું છું
    તો કોઇકને પથ્થરનું મૌન

    આને આધ્યત્મિક્ દ્રષ્ટિથી જોઈએ તો હું સ્વયં આનંદ સ્વરૂપ છુ, દિવ્ય પ્રેમ સ્વરૂપ છુ

    પણ આખરે તો હું પણ human being છુ. તેથી જ

    ક્યારેક એવું બને છે
    કે હું સૂરજની હૂંફ આપું
    અને કોઇક આખું આકાશ માગી બેસે તો
    હું ચૂપ થઇ જાઉં છું

    અને દિવ્ય તરફના પ્રેમને કારણે હું કહી શકું છુ કે,

    હું અનેકને ચાહી શકું છું
    અને એકની સાથે રહી શકું છું

    આ એક કે જેની સાથે રહેવાની કવિ વાત કરે છે તે પરમ તત્વ છે.અને માણસ જયારે એની સાથે જોડાઈ છે ત્યારે સહુને પ્રેમ કરતો થાય છે.

    નેહા

  2. ..હુ અનેકને ચાહી શકું છું
    અને એકની સાથે રહી શકું છું
    હું એકની સાથ રહું
    છતાંય અનેકને ચાહી શકું છું

    હું કોઇકને સૂરજની હૂંફ આપી શકું છું
    તો કોઇકને ચાંદનીનો ખોબો
    હું કોઇકને વસંતની છાંયો આપી શકું છું
    તો કોઇકને મસ્તમુલાયમ પવનનો ઝોકો,
    હું કોઇકને ઝરણાનો કલરવ આપી શકું છું
    તો કોઇકને પથ્થરનું મૌન…
    તો કોઇકને પથ્થરનું મૌન…

    very true…

  3. excellent kavita – Shri Sureshbhai – as regards comments by Vivek and Niyati – i just have to say …..Perceptions vary from person to person. Different people perceive different things about the same situation. But more than that, we assign different meanings to what we perceive. And the meanings might change for a certain person. One might change one’s perspective or simply make things mean something else.

  4. I read all the comments posted here and I have strongly objection against Niyati’s all comments. I am sure she is very negative person and never understand the feeling of this poem thats why she show valgarity here.
    ” હુ અનેકને ચાહી શકું છું અને એકની સાથે રહી શકું છું હું એકની સાથ રહું છતાંય અનેકને ચાહી શકું છું”
    Does it mean poet is talking about physical relations or lust ????. ANSWER IS NO.
    In this world we leaves with many people and with many relations like relatives, friends, Lover etc. Shri Sureshbhai is trying to say about everybody’s different expectations towards him and he doesnt able to fulfill. But still he wants to leave with everyone with the pain he feels.

  5. માફ કરજો દોસ્ત….

    આ રચના છેલ છબીલો ગુજરાતી ગ્રુપ તરફથી
    તેમની ઓરકુટ કોમ્યુનીટી માં મુકવામાં આવી છે..

    તમે તેને અહીયાં જોઇ શકો છો..

    http://www.orkut.co.in/Main#CommMsgs.aspx?cmm=90073091&tid=5370721484129115453&start=1

    આભાર આપનો…

    જો આપને કોઇ તકલીફ હોય તો કહી દેજો..

    તેને હટાવી દેવાશે…

    “માનવ છેલછબીલો ગુજરાતી”

  6. પ્રેમ પ્રેમ સૌ કરે પ્રેમ ન જાણૅ કોઇ
    અને જે જાણૅ પ્રેમ ને તેને ન જાણૅ કોઇ…………
    પ્રેમની આટલી વિશાળતા કદાચ બહુ ઔછો લોકો જાણૅ છે………..

  7. કવિતાને જેટલા વધારે અર્થમાં સમજી શકાય એટલી એ વધુ ઉત્તમ. ભાતીગળ અર્થચ્છાયાઓ ધરાવતા કાવ્યો જ સમયની સરાણ પર ટકી રહે છે. ભાવક એના મનગમતા અર્થમાં આ કાવ્યને સમજી શકે એ ભાવકની અબાધિત સ્વતંત્રતા છે…

    …જયશ્રીના કહેવા પ્રમાણે આ કવિતા કયા સમયે લખાઈ હશે તે આપણે જાણતા નથી અને એ મહત્ત્વનું પણ નથી. “કળા” અને “કાળ”ની વચ્ચે જે એક માત્રાની અદલબદલ દેખાય છે તે યથાર્થ જ છે કેમકે કળાને કોઈ કાળ સ્પર્શી શક્તો નથી. કવિતાને અને કવિને કોઈ ઉંમર હોતી નથી. કોલેજકાળમાં પ્રણયકાવ્યો જ લખવા અને પ્રૌદ્ધાવસ્થામાં ભજન જ લખવા એવું કોણ નક્કી કરી શકે? કવિતાના શબ્દો કવિ લખતો નથી, એ અંદરથી સરી આવે છે… એના પર કવિનો કાબૂ નથી હોતો… જો કોશિશ કરવાથી જ કવિતા લખાઈ જતી હોત તો બધા જ સાહિત્યપ્રેમીઓ આજે કવિ હોત… શબ્દ સરી આવે છે કોઈક અજાણી ભોમકામાંથી જેને આપણે કુદરતી બક્ષિસ કહી શકીએ… કવિતા કઈ રીતે લખાય છે એના વિશે કવિ પોતે શું કહે છે એ વિશે કેટલાક મજાના શેર આપ અહીં વાંચી શકો છો:

    http://layastaro.com/?p=350

    http://layastaro.com/?p=357

  8. હું કોઇકને સૂરજની હૂંફ આપી શકું છું
    તો કોઇકને ચાંદનીનો ખોબો
    હું કોઇકને વસંતની છાંયો આપી શકું છું
    તો કોઇકને મસ્તમુલાયમ પવનનો ઝોકો,
    હું કોઇકને ઝરણાનો કલરવ આપી શકું છું
    તો કોઇકને પથ્થરનું મૌન
    what i think is Sureshbhai has told that he can give his love in many ways..it depends upon the opposite person..
    i dont see any vulgar meaning in this.who told that we can give our love or affection in that way only..in society many people are there who badly need other’s love or care..cant we relate this poem in that context?

  9. નિયતી,
    તમે જે કહ્યું, કે ૭૫ ની ઉંમરે કવિ શ્રી એ આવી કવિતા ના લખવી જોઇએ, એ વિષે એટલું કહીશ કે – તમે એમ ધારી લો કે 29 ઓક્ટોબર  2007 ના દિવસે ટહુકો પર આવેલી કવિતા હમણા હમણા એકાદ વર્ષમાં જ લખાઇ હશે, એ જરા પણ વ્યાજબી નથી લાગતું. સુરેશ દલાલ વર્ષોથી કવિતા લખે છે, અને આ કવિતા એમણે 5૦ વર્ષ પહેલા લખી હોય એ પણ બની શકે છે.

  10. Vivekbhai,
    At the frist when I read this kavita I did not think this way so I was really really mad.But now that you explained it very well I think you are right that this kavita is a reality.But another thing is I can expect this kind of kavita from young or mid aged kavi but not from Sureshbhai.He is what?75 years old!!!!!! You might will try to convince me that he is experienced.But well I am not agree.At this age he should spend his time in writing those kind of kavita which can uplift the society.There are tons of kavi who will be able to show the reality.Sorry to say but I did not like this idea.You might be thinking that I am very orthodox.But that I am. I have lost respect for him.Sorry again for being rude.I think I should stop here,otherwise Vivekbhai will get angry.Anyway nice respond Vivekbhai.”Shira na kolia ni jem vaat gale utari didhi” Smoothly with lots of Ghee in it.Ha…..Ha….

  11. આ કવિતા તો સમજ પડે તો જ ગમે એવી છે.
    ડૉ. વિવેકે જે લખ્યુ છે તે એકદમ બરાબર છે.
    જયશ્રી, પિક્ચર સિલેકશનમાં તું બહુ હોશિયાર થઈ ગઈ છે.

  12. પ્રિય નિયતી,

    મેં આ કવિતાને માત્ર ‘મુખર’ નથી કહી, ‘ખાસ્સી એવી મુખર’ કહી છે. મુખર એટલે બોલકણું. સામાન્યતઃ કવિતાનો એ ગુણધર્મ છે કે એ વધુ બોલતી નથી, ભાવકના અહેસાસતંત્રને ધીરેથી ઝંઝોડે છે અને ભાવકને ક્યારેક સ્તબ્ધ અને અવાક્ કરી દે એવો હળવો ઝાટકો આપે છે. આ ગુણ અહીં દેખાતો નથી. કવિને મન શું અભિપ્રેત હશે એ તો કવિ જ જાણે પણ મને આજના મનુષ્યનું ‘પોલીગામી’પણું અહીં દેખાયું છે.

    “હું અનેકને ચાહી શકું છું
    અને એકની સાથે રહી શકું છું”

    – એક જીવનસાથીની સાથે જીવન વિતાવી દેતા છતાં અનેકને ઝંખતા અને એક હદ સુધી જ ઝંખતા માણસની વાત છે અહીં. અનેકને ચાહવાની વાત એની એક હદ સુધી જ સીમિત છે પાછી… જ્યારે એ અનેક વ્યક્તિ એની અપેક્ષાનો વ્યાપ વધારે છે ત્યારે એક જોડે બંધાયેલો કવિ થીજી જાય છે… રામનો આદર્શ સેવનારા મનુષ્યોને આ ન ગમે એ સમજી શકાય છે… પણ આજે સમાજમાં સાચા રામ કેટલા અને રામના નામનો દંભ કરનારા કેટલા? અને આ પ્રશ્ન વાંચીને પૂરી પ્રામાણિક્તાથી સાચો અને માત્ર સાચો ઉત્તર આપી શકનારા કેટલા?

    કવિનું કામ કવિતા કરવાનું છે. સમાજના સારા અને ખરાબ બંને પાસાઓને મુખરિત કરવું એ કવિનો ધર્મ છે. કવિતામાં માત્ર સારી વાત જ ન હોય, ક્યારેક સાચી વાત પણ હોય… અને એટલે જ મેં મારા અભિપ્રાયને બને એટલો સીમિત રાખીને કહ્યું હતું, ‘કોણ જાણે કેમ પણ મને ગમી ગઈ…’

  13. પણ હા, ક્યારેક એવું બને છે
    કે હું સૂરજની હૂંફ આપું
    અને કોઇક આખું આકાશ માગી બેસે તો
    હું ચૂપ થઇ જાઉં છું

    આમ છતાંયે
    હું અનેકને ચાહી શકું છું
    અને એકની સાથે રહી શકું છું

    બહુ જ સુંદર રચના !

  14. પણ હા, ક્યારેક એવું બને છે
    કે હું સૂરજની હૂંફ આપું
    અને કોઇક આખું આકાશ માગી બેસે તો
    હું ચૂપ થઇ જાઉં છું

    હું કલરવ આપું અને કોઇક ઝરણું માગી બેસે તો
    હું થીજી જાઉં છું
    હું પથ્થરનું મૌન આપું અને
    કોઇક પહાડ માગી બેસે તો
    હું મને જ સંભળાય એવી ચીસ પાડું છું

    વાહ્ !! આપણને પણ સંભળાય છે કારણ

    હું અનેકને ચાહી શકું છું
    અને એકની સાથે રહી શકું છું

  15. What a Murakh kavita.I really have no idea where can you see uniersal brotherhood ? And Vivekbhai will you explain me your thinking about MUKHAR kavita?I really think this is Murakh.I agree with Rameshbhai.Smart thinking Rameshbhai.Yes only thing nice about this is the picture of roses.I really want to request Jayshree not to post this kind of stupid kavita and lower their value of this website.

  16. અનેકને ચાહતા રહીને પણ એકની સાથે રહેવાની રીત સારી છે.
    કાવ્યની શરુઆતનાઁ ગુલાબો ખૂબ જ મનમોહક છે.

  17. ખોબો ભરીને આપવાજ બેસેલા કવિ ને વળી માંગનારનો ડર શો? જેથી લખવુ પડે ‘હું કલરવ આપું અને કોઇક ઝરણું માગી બેસે તો
    હું થીજી જાઉં છું’ I value Suresh Dalal as a marketing men.કવિ તો ખરાજ પણ પાક્કા સેલ્સમેન પણ.એમના કોઈક ચાહક ને ખોટું લાગે તો ભલે.

  18. મને પન કવેીત બરાબર સમ્જઐ નથેી.ભાત્રુભાવ્નેી વાત મને નથેી લાગતેી. કવેીને પુચ્વુ કવેી આત્મસ્લાઘા નથેી કર્તાને? કે કોઇ કબુલત્?

  19. Universal Brotherhood ની વાતને સરળ શબ્દોમાં રજુ થઈ છે..

    વિવેકસરે સાચી વસ્તુ કહી કે ઘણા ઓછાને આ ચીજ નસીબ થઈ છે.. પણ એને જેમ બને તેમ આપણા સૌના દિલોમાં લાવી દઈશું તેટલું જ વધુ સારુ થશે …

  20. ખાસ્સી એવી મુખર કવિતા… કોણ જાણે કેમ પણ મને ગમી ગઈ… હૃદયની આ વિશાળતા આજે કેટલાને નસીબ છે? અને કેટલા સમજી શકે છે આ ભાવને?

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *