રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ? – સુરેશ દલાલ

સ્વર – કૃષાનુ મજમુદાર

સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,
અમે કરીશું પ્રેમ..

તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ..

-સુરેશ દલાલ

20 replies on “રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ? – સુરેશ દલાલ”

  1. ૂ SURESHBHAI TAME GULRATI KAVITA NE KHAREKHAR PREM KARYO AND PREM NI VAATO KARI.
    GUJRATI BHASHI KAYAM TAMARU RUNI RAHESHE.
    PARAM SHANTI MA PARAM NE PAAMJO.
    PARASHAR—– BARODA

  2. ખોવૈ ગયુ ચ્હે ગેીત ગેીત ને શોધુ ચ્હુ , — શબરિ ને તો કુતિર વહલિ નહિ સોનનિ લન્કા આ કવિતા ક્યન્થિ મલ્શે એ મઐલ પર મોકલ્શો
    પપલ્

  3. કાન્ મા ગુજ્યા કરે હઈયામા વાગ્યા કરે સપનામા સતાવે આવઇ પલ્ જિવ્યા કરિઅએ દિન્રરાત.

  4. આ જીવનરૂપી રસ્તો કાપવા માટે વ્હાલમનો સાથ મળે તો શુ કહેવુ? ક્યારેક્,

    સાથે ગાળેલી થોડી પળો પણ જિંદગીભરનો સાથ નિભાવે છે…..

  5. રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
    તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.
    પ્રેમભરી વાતોથી પણ પ્રિયજન પાસે હોવાનો એહસાસ થાય છે.. તેથીજ તેના Call નો ઇન્તેઝાર હોય છે..

  6. રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
    તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.
    – આ બે પંક્તિઓ તો ફેફસાંમાં કાયમ શ્વાસની જેમ ઓગળતી રહી છે…

  7. તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.
    વાહ ! મજાનુ ગીત , સુન્દર સ્વરાન્કન !

  8. વાહ ક્રુશાનુ, મઝા આવી ગયી દોસ્ત. કાવ્ય તો છે જ સુન્દર, તારા અવાજ થી દીપી ઉઠ્યુ. Keep it up 🙂

    સાર્થક , ગાન્ધીનગર

  9. સુરેશભાઇની કવિતાઓ એટલે જેટલી વખત વાંચો એટલી વખત નવી ને નવી જ લાગે ! આભાર !

Leave a Reply to lalu Cancel reply

Your email address will not be published. Required fields are marked *