ગરબે રમવાના થયા ઓરતા રે.. – દિલીપ જોશી

સ્વર : પ્રીતિ ગજ્જર, નિગમ ઉપાધ્યાય
સંગીત : ડો. ભરત પટેલ

bhagawati_PZ44

.

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

પડવેથી પૂનમનો પંથ કેવો પાવન
જ્યાં જ્યાં નિહાળો ત્યાં માઁના હો દર્શન

આંગણિયે આંગણિયા આજ થયા ઉપવન
સોળે શણગાર સહુ શોભતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ઝળહળતી હોય ધરા ઝળહળતું અંબર
માઁને પૂછીને ઉગે સૂરજ ને ચંદર

ચોકે ચોકે રે ઝરે ઉમંગી અવસર
આઠે બ્રહ્માંડ રંગ ઘોળતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

17 replies on “ગરબે રમવાના થયા ઓરતા રે.. – દિલીપ જોશી”

  1. મારે તો નવ્રરાત્રિ નિત બરેમાસ ચે. બરેમસ મા નિ ભક્તિ ભરિ નવ્રરાત્રિ નો અનુભવ થાયચેી.

    ધર્મેશ્

  2. Dear Web organiser,
    “Garbe ramva na thaya orta re…” is written by me not Mr. Tushar Shukla please correct name of poet in your corncerned site
    Dilip Joshi

  3. One of our friends sent this link and to listen to the two lovely Garba songs during the Navaratri celebrations put us thousands of miles back to ‘Pavagad’. Thank you and Happy Navaratri to all.
    With lots of love,
    Jayashree and Subhash Dighe

  4. Really navaratri is the greatest festival of us ujarati people..Seeing this song I came to know that navaratri started ….as I am in usa ….I really felt very good….it will be good if someone post garba on all the days of navaratri so that people like us can enjoy festival being far from our motherland….Thanks a lot fo this song.

  5. thanks a lot to tahuko dot com………
    i like nav aratri…………….so i am crazy for garaba….
    i want to listen original songs of garaba………….and this garabo is wonderful….i like it……….
    i hope u provide me a original garaba……..
    i like this site…….bcs i am gujarati….patel

  6. ખુબજ મજા પડી. મા ના ગરબા સમભલવા ની ,ગુજરાતી લખવાનુ ફાવતુ નથી.

  7. ગરબે રમવાના કોડ ખરા કે બહેના ?
    આમ દરરોજ એક ગરબો મૂકતાં રહેજો !

  8. ગરબે રમવાના થયા ઓરતા, ત્યારે ચાલો ગરબા રમવા, oh i m eagelry waithing for fri night. Thanks for posting it.

Leave a Reply to Lina Savdharia Cancel reply

Your email address will not be published. Required fields are marked *