સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો – વિનોદ જોષી

આજે કવિ શ્રી વિનોદ જોષીનો જન્મદિવસ..! એમને ખૂબ ખૂબ…શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ સુંદર, અને અમારું ખૂબ જ ગમતું ગીત..! વિનોદભાઇને પ્રત્યક્ષ સાંભળવા એ એક લ્હાવો છે, અને August ૬-૭ ના દિવસે શિકાગોવાસીઓની સાથે સાથે અમને પણ એ લ્હાવો મળ્યો – જે હંમેશનું સંભારણું રહેશે.

Happy Birthday Vinodbhai…. !!

કાવ્ય પઠન : કવિ શ્રી વિનોદ જોશી

.

સ્વર : પ્રગતિ ગાંધી અને કોરસ
સંગીત : કલ્પક ગાંધી
આલ્બમ : કાચ્ચી સોપારીનો કટકો

.

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
કણબણ માગે ગલગોટો ને
કણબણ માગે ગલગોટો ને
કણબી દે ધતૂરો
સૂડી વચ્ચે સોપારી ને…..

તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.

આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
ભોળું ભોળું હાંફે એને
ભોળું ભોળું હાંફે એને
પાલવમાં ઢબૂરો.
સૂડી વચ્ચે સોપારી ને…..

ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીઘેલી.

મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
ચાવ્યો કાચો આંબલિયો ને
ચાવ્યો કાચો આંબલિયો ને
ચડ્યો રે ડચૂરો.
સૂડી વચ્ચે સોપારી ને…..

– વિનોદ જોષી

23 replies on “સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો – વિનોદ જોષી”

  1. પ્લેયર કોરસમાં આખી રચના અડધા પછી અટકી જાય છે. ગીત આખું સંભળાય તેવી વિનંતી.

    • આખી રચના મૂકી દીધી છે. ધ્યાન દોરવા બાદલ આભાર 🙂

  2. વિનોદ જોષનુ ગીત પ્રગતી બહેનના અવાજમા સાભળવાની મઝા આવી. ધવનીમા કઈ ગરબડ હતી ખરી.

  3. સરસ ગીત અને કવિનો સ્વર સાંભળવા મળ્યો, આભાર, કવિશ્રીને અભિનદન અને જન્મ દિવસની શુભ કામનાઓ………………….

  4. મારા હાર્દિક અભિનન્દન વિનોદભાઈ ને…

    આ ગીત મને અતિ પ્રિય છે..સુન્દર શબ્દો..અફલાતુન સ્વરાન્કન…મીઠઠી ગાયકી..

    Oh, my God! It took me half an hour to figure out how to type above in Gujarati..I am reluctantly switching to write in English!

    About eight-nine years ago I was visiting Bharuch from US and got an opportunity to attend a lovely Sugam Sangeet program. In this program Kalpakbhai presented 15 of Vinodbhai’s best Geets in his own(K.bhai’s) compositions and Vinodbhai compered the whole program in his deep and very impressive voice! What a treat it was!

    This song is originally from Kalpakbhai’s “Shalmali” album which I am fortunate to have!

  5. જન્મદિન મુબારક ,
    વિનોદભાઈને શિકાગોમાં પ્રત્યેક્ષ સાંભળ્યા તેમના ઘેરા અવાજમાં અને ગીત ની મઝા વધી ગઈ.

  6. ઉખાણાં અને જોડકણાંના સરવાળા કરી કવિતાના નામે પિરસતા
    કાઠિયાવાડેી કવિરાજ શ્રી વિનોદ જોષી ના આ નવતર ઉખાણામાં મજા ના પડી.

    • પહેલા ઉખાણાં અને જોડકણાં તથા કવિતા આ ત્રણે વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે મિત્ર!
      અમથે અમથા કોમેન્ટ લખવા ઉપાડી પડ્યા!

  7. Very sweet song.
    Happy birthday to Vinodbhai. My congratulation to you, Vinodbhai, for conducting a very interesting poetry recital program in Chicago last weekend.

  8. કવિશ્રીને જન્મદિનની વધાઈ. ઘણા વર્ષો પછી કવિકંઠે આ ગીત માણવાની મઝા પડી.

  9. કવિશ્રીને જન્મદિવસની મંગલ કામનાઓ !

  10. કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

    ખૂબ જ સુંદર ગીત રચના… કવિનો કંઠ અને લય ગાયક કલાકાર કરતાં વધુ ચડિયાતો લાગ્યો…

  11. કાવ્ય પઠન by vinodbhi is more meanigful… may vinodbhai live longer avi prabhu pas request and… gives him strenght(ideas) to write more & more meaningful kavita

  12. કલ્પકભાઈ નું સુંદર સ્વરાંકન સાંભળીને ખૂબ જ મજા પડી ગઈ અભિનંદન – અમિત ત્રિવેદી

  13. જયશ્રીબેન, ખુબજ સરસ ગીત છે પણ અવાજ નથી આવતો.

  14. Respected Jayshreeben & Amitbhai,

    I think still you are in holiday mood. i requested few days back to fix the error for sound track. Again to day I am not getting sound in to day’s presentation. Jay Patel has also same complaint. Please fix the problem if you are back.
    Sincerely,
    Harsukh H. Doshi.

  15. વિનોદભાઈને જન્મ-દિન મુબારક! એમનું ખૂબ સુંદર જાણીતું ગીત માણવાની મજા પડી!
    સુધીર પટેલ.

  16. સુન્દ૨ કવિતા…! એક પ્રશ્ન?
    ઘણા શ્બ્દ અને સન્દર્ભ ખુબ જ તળપદા( with very local context of Saurashtra It is very hard to appreciate each reference easily) હોવાથી, સમજવુ અઘરુ પડે.

  17. સુંદર મજાનું ગીત. કવિને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  18. કાવ્યપઠન અને ગીત બન્નેમાંથી ધ્વનિ ગાયબ છે..!!

Leave a Reply to BharatPandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *