તું સપનામાં પણ late કરે છે – અંકિત ત્રિવેદી

આ પહેલા ૨૦૦૭ માં ફક્ત શબ્દો સાથે ટહુકો પર મુકેલું આ ગીત – આજે પાર્થિવ ગોહિલના સ્વર-સંગીત સાથે ફરી એકવાર..! શબ્દો એવા મઝાના છે, કે વારંવાર મમળાવવા ગમશે. અને અહીં જે બીજી કળી લખી છે, એના કરતા પાર્થિવભાઇએ કંઇક અલગ શબ્દો ગીતમાં લીધા છે. અંકિતભાઇ બસ થોડા દિવસમાં અહીં બે એરિયા આવવાના જ છે, ત્યારે પૂછી લઇશ એમને 🙂

સ્વર-સંગીત = પાર્થિવ ગોહિલ


*******************

Posted on Oct 26, 2007

chhokaro.jpg

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે

આગળ પાછળ તારી એ
આખો દી ફરતો રાઉન્ડ રે…
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પાઉન્ડ રે…

ક્યારેક આવી ખોલે છે તું…
કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો gate કરે છે

ધીમે ધીમે પડશે સમજણ
કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું
પહેલા તો રીમઝીમ…

તારા માટે તડપે છે એ…
નાહકનો એને તું who is that કરે છે
એવી કેવી મોંઘેરી તું…

27 replies on “તું સપનામાં પણ late કરે છે – અંકિત ત્રિવેદી”

  1. ગિત ઘનુજ સુન્દર સે.લગેકે હજુ યુવનિ હોતતો અને મનગમતુ પત્ર હોતતો કદાચ સુવાલિ ચાદર ઓધિને સુન્દર સપના જોવાનો આવકાશ જરુર મલ્યો હોત પનઆ……હાહાહા….આ હાહાહા સપનનો સન્ચાર…..સપનાનિ ઝ્ન્જરિ જગાદિ જાય પન ?

  2. પાર્થિવ ગોહિલ અને અંકિત ત્રિવેદી એટલે પૂછવાનું હોય! આ ગીત લઇ આવવા માટે ટહુકાનો આભાર!

  3. અરે યાર મઝા આવી ગઈ….મન હળવું થઈ ગયું…

    ‘મુકેશ’

  4. સુરેશભાઈ દલાલ આવા મિશ્રણ ને ગુજરેજી કહેતાઃ ગુજરાતી અને અંગ્રેજી માથી બનેલો શબ્દ.

  5. વાહ !! સરસ ગુજલીશ કવિતા (ગુજરાતી + ઈંગ્લિશ)

  6. શુ વાત છે – એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
    એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
    really liked it

  7. સરસ છે.
    પહેલીવાર અંકિત ત્રિવેદી ને હ્ળ્વા મિજાજ મ ભાળ્યા ને માણ્યા!!
    મઝા આવી.

  8. ગુજરાતી અને અંગ્રેજી નું મિશ્રણ આનંદદાયક

    • વાહ ભઈ વાહ! જેટલું રમતિયાળ ગીત તેવું જ ફાંકડું તોફાની કમ્પોઝીશન! ભાવને ક્યાં ભાષા છે? મજા પડે એટલે પત્યું..બાકી બધી માથાકૂટ છોડો.. આરામખુરશીમાં, એસી ઓરડામાં બેસી, ન સમજાય તેવી ભાષામાં ભલેને લખી લખીને પી એચ ડી કર્યા કરે સાક્ષરો! છોકરાના સપનામામ કે છોકરીને પ્રેમ કરવામાં એ સાક્ષર નડવાના નથી જ.

Leave a Reply to purvang Cancel reply

Your email address will not be published. Required fields are marked *