બે ઘડી વાતો કરી … – કૃષ્ણ દવે

તા ૧૫ જુલાઈથી ૨ ઑગસ્ટ સુધી કવિશ્રી કૃષ્ણ દવે બ્રિટનની ઉડતી મુલાકાતે હતા. લયના હિલ્લોળના રાજવી અને મંચના મહારથી આ કવિ મનમોજી વાદળોની જેમ લંડન, બેટલી, બર્મિંગહામ અને લેસ્ટર જેવા સ્થળોએ ગીત, ગઝલ અને બાળકાવ્યોની હેલીથી સહુને તરબતર કરી શિકાગોના ભવ્ય કાર્યક્ર્મ માટે અમેરિકા આવી રહ્યા છે.

આખો ઑગસ્ટ મહિનો કવિશ્રી અમેરિકાના વિવિધ સાહિત્યિક વર્તુળોને એમનો લાભ આપશે. કવિ સાથે ગોષ્ઠિ માટે આતુર સાહિત્યક સંસ્થાઓ કે ઘરઘરાઉ બેઠકો યોજવા ઈચ્છનાર માટે કવિનો ઈમેલ સંપર્ક છેઃ krushnadave@yahoo.co.in

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં.

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.

– કૃષ્ણ દવે

13 replies on “બે ઘડી વાતો કરી … – કૃષ્ણ દવે”

  1. આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,…..

    આમ વૌશાખના વાયરાની વાતતો ના પુછ?
    નહીતર થીજેલો એ બરફ પણ બધોય વહી જશે.

    આમ રણનેય તેની તરસનું તો ના પુછ?
    નહીતર પાણીથી લથબથ દરિયો પણ કણસી જશે.

  2. સરસ. જ્યાઁ થયુઁ મન ત્યાઁ હેત વરસાવાનુ શીખ્યા વાદળો પાસેથી!! વાહ.
    કલ્પના

  3. વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
    જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.

    સુન્દર છે આ ક્રુતિ. આ સાથે કૃષ્ણભાઈના બીજા વિડીઓ પણ અફલાતુન છે.

  4. સરસ!!!!!!!

    બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
    કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

    અને…….

    આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
    એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા….

  5. કૃષ્ણ દવેનું એક સુંદર ગીત !

    માણવું સાંભળવું ગમ્યું.

    આભાર

Leave a Reply to Vinod Malani Cancel reply

Your email address will not be published. Required fields are marked *