હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ

.

પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?

નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?

14 replies on “હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ”

  1. ખુબ જ ગહન ગઝલ એને સાથ મળ્યો અદભુત સ્વરાકન અને સ્વર્… અભિનદન …બને ને …સૌનકભાઈ ને…

  2. બહુજ મજા આવિ આ સામભ્લિ ને. ઘનુજ્ સુન્દર સ્વરાન્કન ચ્હે. કિપ ઇત ઉપ શૌનક ભૈ.

  3. ગઝલ નઅ લય મા યમિનિ નો અભિનય દેખાય ચ્હે નજર સમે વલિ શુ. ને બદ્લે અવુ બધુ શુ?
    બોલતિ યમિનિ–ખુબ સરસ્,

  4. સુન્દેર ગઝલ્.બહુ સહજ રિતે ગહન વિચરો વહિ ને આવ્યાઆભિનન્દન્.

  5. LA JAWAB GHAZAL CHHE

    SARAS SWARANKAN PAN CHHE

    મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
    અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

    SHABDO JAANE RAJENDRA SHUKL NA MUKHE THI SAAMBHALTA HOIYE TEVU LAAGE CHHE

  6. પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
    સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?

    Whole Gahzal is too nice…

  7. અમે જે રજુ નથી કરી શક્યા તે અમારી દિકરી યામિનીની ગઝલ (ઓડીઓમાં) મૉનાબેને, તેની ૫૦મી વર્ષગાંઠે રજુ કરી હતી અને આજે જયશ્રીબેને રજુ કરી તેમને ધન્યવાદ.આ ગઝલના જેવું જ જીવન છે તેનું અને સહજરીતે આ ગઝલનો જન્મ થતા પણ અમે માણ્યો છે.
    ફરી ધન્યવાદ

  8. એક તરફ જીદગી જેવી છે તેવી સ્વીકારીને સાથે સાથે એ પણ સમજી લીધુ છે કે “સમાયુ છે જીવન અહી ઠોકરોમાં”.
    વળી છેલ્લી પંકતીઓમાં વિવેક અને
    વ્વહારની ચીન્તા છોડી “ઉઘાડા દ્વાર” રાખવાની વાત કરી અજાણ્યા અતીથીને પણ આવકારવાની પૂરતી તૈયારી બતાવી છે. સરસ ગઝલ.

  9. કિસ્મત અને હસ્તરેખાને દોષ દેવાથી શું વળે ?
    ન મળ્યાનો વિલાપ કર્યા વગર, મળ્યાનો આનંદ માણી જીવન જીવવાની કળા શીખવતી સુંદર ગઝલ.

  10. નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
    કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

    મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
    અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

    Simply superb!!!!

Leave a Reply to sunil revar Cancel reply

Your email address will not be published. Required fields are marked *