રહેવા દે – હિતેન આનંદપરા

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

– હિતેન આનંદપરા

25 replies on “રહેવા દે – હિતેન આનંદપરા”

  1. વાહ અતિસુંદર આને વધુમા વધુ ફેલાવો મલે એ માટે પ્રયત્નો થવા જ જોઇએ. અતિસુંદર

  2. આપણે ત્યાં સંઘેડાનુ ફરનિચર ઍના પરફેક્ટ નકશીકામમાટે જાણીતુ છે.સંઘેડાઉતાર શબ્દ કદાચ એના ઉપરથી ઉતરી આવ્યો છે.

  3. બહુ સરસ ગઝલ્.હ્રિદય ને સ્પર્શિ ગૈ.
    દિગેશ

  4. ‘રહેવા દે’ રદીફમાં રહેલી ‘એમ ને એમ રાખવાની’ અથવા ‘ન કરવાની’ સંદિગ્ધતાથી એક જુદી જ મઝા અનુભવાય છે.

  5. મુ હીતેનભાઈ,સરસ ગઝલ બદલ અભિનન્દન….સરલ શબ્દોમા ગઝલનુ પોત રચાયુ ચ્હે.મઝા આવી.

  6. સ્વાસ્ વિસ્વાસ્ આવાસ્ અભ્યાસ્ ઉપહાસ્.ઈતિહાસ્ અને પ્યાસથિ ઘનુ બધુ સમજાવિ દિધુ.

  7. સરસ રચના.
    વધુ હોય પૈસો, અને તને પુછ્યુ છે તારુ નામ વાળી વાત ઘણી ગમી.

  8. ક્યા બાત હૈ!!!!!હિતેનભાઈ.ખુબજ મજા પઙી ગઈ.સુંદર ગઝલ છૅ.

  9. મારા પ્રિય કવિની મને ઘણીજ ગમતી રચનાઓમાંની એક….બધાજ શેર અફલાતૂન છે પણ

    “વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
    તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.”

    અને

    “તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
    તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.”

    સર્વાધિક ચોટદાર લાગ્યા.
    ઘણા સમય પહેલા ક્યાંક આ પંક્તિઓ વાંચી હતીઃ (જે મારી યાદદાસ્ત અનુસાર શ્રી હિતેનભાઈની જ છે.)

    “તું શબ્દશઃ યાદ રહી ગઈ મને
    પણ કંઈજ સમજાયા વિના
    ગોખવાની આ આદત અમને બહુ મોંઘી પડી”

    જયશ્રીબેનને વિનંતી કે આ આખી રચના જો મળે તો જરૂરથી મૂકશો.

  10. નખશીખ સંઘૅડા ઊતાર ગઝલ હિતૅનભાઈની મને સૌથી વધુ ગમતી ગઝલ

  11. ગઝલ ખુબ જ ગમી !
    દરેક કડી એકબીજાથી ચડિયાતી છે. ખરેખર તો આ ગઝલમાં કાવ્ય કરતા philosohy જ વધારે છે.

    આમ તો મારે અને શેર વચ્ચે ફક્ત સાંભળવા સિવાય કોઈ જ સંબધ નથી. સાલું, છતાંય એક શેરથી જવાબ આપવાની ગુસ્તાખી કરી લઉં છું.

    બધું જ જાણી લેવાના તારા આ ધખારા પડતા મુક,
    આટલું જાણીને પણ તું શૂન્યની સહેજેય દૂર નથી !

  12. “એક પીઁછુઁ હવામાં તરે છે” સંગ્રહમાંહેની આ એક ઉત્તમ રચના છે. બધા જ શેર સજ્જતાથી સર્જાયા છે. આખી રચના જ ગમિ…

  13. સમજી જાવ ઈશારાથી
    કે તેમા હિત આપણુ છે,
    બૉલીશ નહિ વધુ બસ
    આનંદની પરમપરા રહેવાદે.

  14. ગણીતની જેમ મારો
    અટપટો અભ્યાસ રહેવા દે!
    સરસ વીચાર.જીવન સહજ અને
    સરળ છે.

  15. હું શાયર છું, તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે. -ખૂબ સરસ

  16. બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
    એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

    આ બહું ગમ્યું. આજે આપણે સૌ આપણા બાળકોને આપણા અધુરા અબળખા પુરા કરવાનાં રમકડાં સમજીને એમને બહુંજ હોશિયાર બનાવવા માટે રેસના ઘોડાની જેમ દોડાવીએ chhie એ બંધ કરવું જોઈએ.

  17. વાહ….
    વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
    તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

    તુષારભાઈ.

  18. વાહ્…
    મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
    ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
    ક્યા બાત…!

  19. વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
    તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

    ખુબ ગમ્યુ,

    આભર જયશ્રી

Leave a Reply to Jayshree Merchant Cancel reply

Your email address will not be published. Required fields are marked *