માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ… – હરીન્દ્ર દવે

યાદ છે આ ગીત? ત્રણ વર્ષ પહેલા ટહુકો પર મુકેલું ત્યારે જ કહ્યું’તું ને કે આનું સ્વરાંકન થયું હોવું જ જોઇએ.. આવું મઝાનું ગીત સ્વરકારોની નજરોથી બચીને રહી જાય એમ બને?

લ્યો ત્યારે… આજે લઇ આવી તમારા માટે આ મઝાના ગીતનું એટલું જ મઝાનું સ્વરાંકન… અને એ પણ સ્વરકાર શ્રી પરેશ ભટ્ટના પોતાના અવાજમાં.!! ગીત સાંભળીને તમારો છેલ ના યાદ આવે (ભલે ને બાજુના રૂમમાં બેઠો હોય કે ઓફિસે ગયો હોય કે બહારગામ…) તો કહેજો.!!

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

.

————-
Posted October 7, 2007.

લજ્જાળા છેલને અહીં નાયિકા કેવું ખુલ્લેઆમ કહે છે કે આંકડિયા ભીડી લે, ભલે ને કોઇ ભાળે… આ મઝાનું ગીત કોઇએ સ્વરબધ્ધ કર્યું છે? કર્યું જ હોવું જોઇએ… વાંચતા વાંચતા જ ગવાઇ જાય એવો મઝાનો લય છે..!

indian_painting_QA48_l

માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ
આમ અળગો અળગો તે શીદ ચાલે,
આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ !
ભલે એકલદોકલ કોક ભાળે…

મૈયરનો મારગડો મેલી દીધો છે હવે
મોકળું મૂકીને મન ફરીએ,
આંખનો હિલોળે ઝૂલી લઇએ વ્હાલમ,
થોડું નેહના નવાણ મહીં તરીએ;

સાંજ ક્યાં નમી છે ? હજી આટલી ઉતાવળ શું ?
વેળ થ્યે લપાઇ જાશું માળે…

હમણા વંકાશે વાટ સાસરિયે જાવાની
થંભી જશે થનગનતી પાની,
નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ
અમે લાજ રે કાઢીશું વ્હેતા વા’ની;

મોકો મળે તો જરા ગોઠડી કરશું
ચોરી છૂપીથી આંખડીના ચાળે…

17 replies on “માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ… – હરીન્દ્ર દવે”

  1. કેટલું સુન્દર ચિત્ર ને મજાના બોલનુ ગીત…લજ્જાળા છેલને અહીં નાયિકા કેવું ખુલ્લેઆમ કહે છે કે આંકડિયા ભીડી લે, ભલે ને કોઇ ભાળે… આ મઝાનું ગીત વાંચતા વાંચતા જ ગવાઇ જાય એવો મઝાનો લય છે..! આલિંગનનુ નખરાળુ મીઠ્ઠુ આમંત્રણ…!!

  2. ચુલબુલા અને નખરાળા ગીતમાં ગામડાની ગોરીના પ્રેમનો રણકો આબાદ વ્યકત થાય છે.

    આમ અળગો અળગો તે શીદ ચાલે,
    આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ !

    આલિંગનનું આવું મીઠું આમંત્રણ શેં ઠેલાય પાછું ?

  3. સાચે જ.. સ્ત્રીના દિલની વાત સ્ત્રીના અવાજમાં જ ,એના પ્રિયતમને કહેવાતી હોય તો સાંભળવાની મઝા તો આવેજને ! વહીદાજીનું “ભવરા બડા નાદાન હૈ ” નજર સામે આવી ગયું…

  4. સ્ત્રિ ના હર્દય્ નિ સુન્દર મજા નિ વેદના નો ચિતાર ,સરસ સબ્દો મા રજુવાત્

  5. અરે વાહ ! એક સ્ત્રીના મનને વાંચી અને એને એટલી જ સુંદર રીતે ગીતમાં રજુ કરવા … અભિનંદન આપવા શબ્દ શોધી શોધી થાકી પણ અદભુત…અદભુત…અદભુત સિવાય મન બીજું કંઈ બોલતું જ નથી..વર્ષો વીતી ગયા.ગામડામાં સાસરું હોય, પિયરથી સાસરે જતી વખતે આવી ક્ષણોનો તો સદાય ઈન્તેજાર રહેતો !! ત્યારે આ ગીત મુકાયું હોત તો .. નીચી નજરે પણ આ પ્રેમગીત જરૂર પકડાવી દેત !

  6. લજ્જાળા છેલને નાયિકાનુ સુન્દર અડપલુ….

    હમણા વંકાશે વાટ સાસરિયે જાવાની
    થંભી જશે થનગનતી પાની,
    નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ
    અમે લાજ રે કાઢીશું વ્હેતા વા’ની;

    મોકો મળે તો જરા ગોઠડી કરશું
    ચોરી છૂપીથી આંખડીના ચાળે…

    મજાનુ આ ગીત, સુન્દર શબ્દ રચના.

  7. નાના હતા ત્યારે દેશ્મ ખુબ રહેતા, ત્યર્નિ યદો ફરિ તાજિ થઈ ગઈ,ગ્રામ જિવનનુ સુન્દર ચિત્ર

  8. Ben jayshreben
    You have selected song of Haredra Dave vary correctly & appropiatly..
    His birth day is 19 september .In mumbai in S.P Jain auditorium in celebration of his Memory at 6-30 pm .Sri Morari bapu is to falicitate sri Ajay Ubhat,editor of Daily divys bhakar of ahmedabd.He is selcted for award by comittee.Sri Gunavant shah is to remain present.This news are in todays paper,divya bhaskar.Dr.narayan patel Ahmedabd.

  9. મારે તે ગામડે એક વાર આવજો ” એવું ઇજન હોય”
    “વર્ષાની રુમઝુમતી રંગભીની રાત” હોય ,
    ઉજ્જડ સીમમાં મનગમતો સાથ હોય,
    ટહુકો ખોલું તો મઝાનો આવો ટહુકો હોય,
    કેવું સ ……..ર……સ…….. લાગે

  10. હમણા વંકાશે વાટ સાસરિયે જાવાની
    થંભી જશે થનગનતી પાની,
    નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ
    અમે લાજ રે કાઢીશું વ્હેતા વા’ની;
    today’s girls will miss this .

  11. મોકો મળે તો જરા ગોઠડી કરશું
    ચોરીછૂપીથી આંખડીના ચાળે…..! ગમ્યું.

Leave a Reply to amita Cancel reply

Your email address will not be published. Required fields are marked *