ગાતાં ખોવાઇ ગયું ગીત – રમેશ પારેખ

ગઇકાલે ઘણીવાર સુધી એક એવું ગીત શોધતી રહી, જે આજે તમારી સાથે વહેંચી શકું. આજે ૨૦૦૯ નો છેલ્લો દિવસ, હોં ને? આખી દુનિયા જુદી જુદી રીતે ૨૦૦૯નું સરવૈયુ કાઢશે, અને સાથે ૨૦૧૦ને આવકારવાની તૈયારી..!! તો એ રીતે દિવસ થોડો ખાસ તો ખરો ને? પણ ખાસ ગીત જાણે ખોવાઇ ગયું હોય એમ ઘણીવાર શોઘવું પડ્યું.. અને આખરે મળ્યું, ખોવાઇ ગયેલા ગીતનું ગીત..!!

આ પહેલા ગાર્ગી વોરાના સ્વર સાથે માણેલું આ ગીત, આજે પ્રકાશ નાયકના સ્વરાંકનમાં – નીચે કોમેંટમાં કેતનભાઇએ જે ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમની વાત કરી છે, એવા જ એક ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ વખતે રજુ થયેલા ગીતનું લાઇવ રેકોર્ડિંગ.

sunrise

સ્વરાંકન – પ્રકાશ નાયક
સ્વર – રવિન નાયક, પ્રકાશ નાયક અને વૃંદ

.

———-
Posted on October 8th, 2007

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ

.

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું

આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં

જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

23 replies on “ગાતાં ખોવાઇ ગયું ગીત – રમેશ પારેખ”

  1. ખુબ જ સારસા કાવ્ય રચના

  2. વાહ્…વાહ્…
    સુન્દર સ્વર રચના સાથે સ્વમધુર અવાજ મજા આવિ.

  3. ખુબ સરસ.. બહુ ગમ્યું!
    ગાતાં ખોવાઇ ગયુ ગીત…. સાંભળતા જાણે ખોવાઇ ગયેલું ગીત પાછુ મળી ગયુ!

  4. સાચુ પુછો તો આ ગીત, રવિન નાયકના સ્વરાંકનમાં, સાભડતા સાભડ્તા મને નિદર આવી ગઈ એટલુ મીઠુ લાગ્ય્….લગભગ અર્ધો કલ્લાક્ક્ક્,,

  5. આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
    એવા પથ્થરમાં ઝળહળતા દીવા………..આહ્…લ્લાદ્ક્….!
    પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
    ચીતર્યાં તળાવ કેમ પીવાં…………. વાહ…….

    જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં….આફ્રિન્…..

    ગાતાં ખોવાઇ ગયું ગીત
    કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં…………વાહ્!….

  6. ગાતાં ખોવાઇ ગયું ગીત
    કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં…..”કવિ ની ક્લ્પના આને કેહવાય…..”

    ઘેઘૂર ઉજાગરામાં ઊગે…. તે રાતને
    આથમી ન જાય …એમ રાખું………………

    ભીડેલી પાંપણમાં …કોણ જાણે કેમ
    ફરી ઊઘડે પરોઢ…. તો ય ઝાંખું ………………..શુ શબ્દોમા પરોવી છે….? વાહ…

    આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં…….

  7. કવિ અને કવિતા વચ્ચેની સન્તાકુકડીમાથિ સ્ફુરેલુ ગીત માણ્યુ
    આવુ જ એક સુન્દર ગીત યાદ આવ્યુ જે સિ એન વિદ્યાવિહારમા શીખેલા,

    ગીત ગયુ ખોવાઈ રે, મારુ ગીત ગયુ ખોવાઈ રે,
    મારા શમણા આજ ગયા સન્તાઈ રે, મારુ ગીત ગયુ ખોવાઈ રે.
    શુ મારાથિ જ મારુ એ ગીત છુપાઇ જઇને છાનુ
    પોતાનુ જ શુ બને પરાયુ, કેમ કરી ને માનુ એ હુ?

  8. અતિ સુન્દર્…આકલ્પ્નિય..આતિવિશેશ્…આહ્લલાદક…..આભાર…જયશ્રેી….i really thankful for extraordinary voice on ‘tahuko’….please put some more songs for legend of gujarati sugam sangeet….”RAVINAYAK”….

    thanks,
    JAYSHREE

  9. ખૂબ જ મજા પડી ગઇ ગીત સાંભળીને હું પોતે ખોવાઇ ગયો કે હું મારી જાતને શોધું કયાં આ મીઠા સ્વરમાં ?
    પ્રફુલ ઠાર

  10. ખરેખર ગેીત બહુજ ગમ્યુ, જેનિ કોઇ સિમા ના હોય્.
    ખુબજ ધન્યવાદ ગેીત મુકવા બદલ્.

    બહુજ ગમિ

    જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં

    ખરેખર અભિનન્દન્.

  11. બહુ જ સુન્દર ગીત
    ટહૂકામા ટહૂકતા તારલાઓને સાભળવાની ખરેખર મજા આવી
    ગયી——–
    અભિનન્દન્!

  12. બહુ જ સરસ ગીત છે. ગાર્ગીને સૌપ્રથમ વડોદરા માં રવિન નાયકના “પરેશ સ્મ્રુતિ” કાર્યક્રમમાં સાંભળી હતી. બહુ જ સરસ અવાજ છે.

    કેતન શાહ

  13. “અમે સૂતાં ઝરણાંને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું કે ગીત અમે ગોત્યું, ગોત્યું ને ક્યાંય ના જડ્યું… “- આ કાવ્ય શ્રી ઉમાશંકર જોશીનું છે…

  14. ભગવત ત્રિ વ્દિ
    મને બિજુ જા નિ તુ ગિત યાદ આવ્યુ ગિત મેન તો ગોત્યુ ગોત્યુ .
    આ ગિત પન તહુકોોમ પર મુકિદોને.

  15. memory recalls……….school ma gayelu geet yaad avi gayu……..geet ame to gavana ho geet ame to gavana,kala ghela hoye bhale ne(2)toye gunjee javana…….joog joog jivo tahuko

  16. કોઇ કવિએ ગાયું છે “ગીત ગોત્યું ગોત્યું ,તોય ના જડ્યું !”

Leave a Reply to ભદ્રેશ શાહ્ Cancel reply

Your email address will not be published. Required fields are marked *