આવાં જીન્સ – ચંદ્રકાન્ત શાહ

કવિ શ્રી ચંદ્રકાન્ત શાહને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ઊર્મિએ એની ગાગરમાં ચંદુભાઇનું એક કાવ્ય મૂકેલું ત્યારે લખેલી એમના વિષેની વાતો આજે ફરી એકવાર વાંચી લઇએ. (આભાર બેના..:) )

નર્મદ.કૉમ સાઈટ વિશે આમ તો તમે જાણતા જ હશો… જેનાં સૂત્રધાર છે ચંદ્રકાંત શાહ. ચંદુના હુલામણા નામે ઓળખાતા અમેરીકાનાં બોસ્ટન શહેરનાં નિવાસી ચંદ્રકાન્તભાઈનાં બે કાવ્યસંગ્રહો છે: ‘અને થોડા સપના’ અને ‘બ્લૂ જીન્સ’. આ કવિતા એમનાં ખૂબ જ પ્રખ્યાત કાવ્યસંગ્રહ ‘બ્લૂ જીન્સ’માંની જ એક છે… જેમાં એમણે બ્લૂ જીન્સ વિશેનાં જ બધા કાવ્યોને આપણા રોજીન્દા જીવન સાથે બખૂબી વણી લીધા છે. આ ‘બ્લૂ જીન્સ’ કાવ્યસંગ્રહને મુંબઈની SNDT યુનિવર્સિટીના અનુસ્નાતકનાં વિદ્યાર્થીઓનાં અભ્યાસક્રમમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. ચંદુભાઈ કવિ ઉપરાંત કુશળ નાટ્યકાર પણ છે અને નાટકો લખે પણ છે… ઘણા પ્રખ્યાત નાટકોમાંનો એક નાટક ‘ખેલૈયા’ ઉપરાંત એમણે મહાત્મા.ગાંધી.કૉમ નામનો એક અંગ્રજી નાટક પણ લખ્યો છે જેમાં ગાંધીજીનું પાત્ર પણ તેઓ પોતે જ ભજવે છે.. અને બીજું શું શું કરે છે એ જાણવા માટે હવે સીધું અહીં જ વાંચો. એમની બીજી એક રચના પણ મને વાંચતાં વેંત ખૂબ જ ગમી ગઈ… પણ એની સાઈઝ જોતા મને લાગ્યું કે હું એને ટાઇપ કરવા કરતાં સીધી તમને લિંક જ આપી દઉં… 🙂 વાંચો – ‘બાને કાગળ’ ! ચંદુભાઈને આપણ સૌ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

કવિ શ્રી ચંદ્રકાન્ત શાહના જન્મદિવસે હવે વાંચો એમના કાવ્ય સંગ્રહ ‘બ્લૂ જીન્સ’માં થી એક કવિતા ‘આવાં જીન્સ’……

આવાં જીન્સ

આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

સાંધા હો સુખના ને શીતળ હો શેઇડ
સાથે કાટે ને થાય આપણી જ સાથે એ ફેઇડ
નવી નવી સ્ટઐલોના આપો વરતાવા

આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

હોય નવાં ત્યારથી જ જૂનાં એ લાગે
જૂનાં થાતાં જ ફરી નવાં થઈ જાગે
સરનામું આપ પ્રભુ, ક્યાંથી મંગાવા

આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં

– ચંદ્રકાન્ત શાહ

10 replies on “આવાં જીન્સ – ચંદ્રકાન્ત શાહ”

  1. જન્મદિવસ મુબારક ચઁદુભાઈ!તમારો ચાલેીસમો જન્મદિવસ અને એ પહેલાઁના કેટલાઁક સાથે ઉજવેલા તેની મજાનેી યાદો સાથે મુબારકબાદેી.હમણાઁ થોડા દિવસ પહેલાઁ તમે આપેલેી “અને થોડા સપના” હાથમાઁ આવી ફરેીને વાઁચ્યાનો પણ ખુબ આનંદ આવ્યો. નેશવીલ(હવે ચાટ્ટાનૂગા)ની સાથે અમને વિઝીટીંગ લીસ્ટમાં અગ્રતાક્રમે મૂકશો એવી આશા!તમને મળ્યાનો વારંવાર મળતો આનંદ હવે ભૂતકાળની મીઠી યાદો બની ગયો છે.

  2. કવિશ્રીને જન્મદિવસ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ. સાચી વાત છે, જીન્સ કદી જુના થતાં નથી અને જુના થાય ત્યારે નવી ફેશનના લાગે.

  3. હો નવા ત્યારથી જ જુના એ લાગે. જુના થતા નવાથઈ જાગે….. એજ જીન્સની ખૂબી છે.
    કયા રે મૂરતમા જીન્સ ઍ શોધાયા
    એવર ગ્રીન થઈ બેઠા રે
    સુન્દર રમુજ રચના.
    અભિનન્દન ચન્દ્રકાન્તભાઈને.
    કલ્પના

  4. કવિ શ્રી ચંદ્રકાંતભાઇને જન્મદિન મુબારક.
    જીન્સ પહેરેલ પ્રૌઢ પણ જવાન દેખાય છે !
    આ છે જીન્સનો પ્રતાપ.

  5. Happy Birthday and all the best wishes.
    I have heard some of his poems from blue jeans. It is nice.
    Sheela

Leave a Reply to sahil Cancel reply

Your email address will not be published. Required fields are marked *