મહતાબ સમ મધુરો – દારા એમ્ પ્રીન્ટર

ગઇકાલે – ૨૨ જુલાઈ એટલે આપણા લાડીલા ગાયક/સ્વરકાર મુકેશ ચન્દ માથુરનો જન્મદિવસ….એમને ફરી એકવાર યાદ કરી માણીએ એમની આ યાદગાર રચના…..૧૯૪૯માં વિ. બલસારા માટે ગાયેલું આ મુકેશજી નું આ મઘુર ગીત…….

સ્વર : મુકેશ
સંગીતકાર : વિસ્તષ્પ બલસારા
આલ્બમ : તારી યાદ સતાવે

This text will be replaced

મહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો,
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે.
મહતાબ સમ મધુરો….

ફૂલોં મીસાલ કોમલ ગોરી અને પમરતી,
ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે.
મહતાબ સમ મધુરો….

લાખો ગુલોંની લાલી રૂખસારમાં સમાવી,
અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે.
મહતાબ સમ મધુરો….

નીકળે નૂરી સિતારા, નૈનો ચમકતા તારા,
રોશનીએ જશ્મો અંદર જીન્નત તડી કરી છે.
મહતાબ સમ મધુરો….

જોતાં નજર ઠરી રે સૌના જીગર હરી ને,
સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે.
મહતાબ સમ મધુરો….

– દારા એમ્ પ્રીન્ટર

11 thoughts on “મહતાબ સમ મધુરો – દારા એમ્ પ્રીન્ટર

 1. bharatPandya

  વિસ્તાપ અર્દેર્શિર બલસરા(પારસી) એક લેજેંડરી નિશ્ણાત પીયનો વદક હતા ( જોકે તેઓ બીજા ઘણા વાદ્યો વગાડતા). તેમની પર વીદેશી સંગીત ની ઘેરી અસર હતી,તેઓ હીન્દુસ્તાની શાસ્ત્રિય સંગીત પીયાનો પર વગાડતા. બલસારા ઓર્કેસ્ત્રા એરએંજર હતા.હીન્દી ફિલ્મના કેટલાય જેમેકે મદન મોહન. ખેમચન્દ પ્રકાશ, શંકર/જયકિશન, નૌશાદ ના આસીટંટ તરીકે કામ કરેલું.લગભગ ૧૯૪૦ થે તેઓ ફીલ્મોમા કાર્યરત હતા.૧૯૫૩ તે કલ્કત્તામા વસવાટ કર્યો.ત્યાંતેમણે આર.સી.બોરાલ અને પંકજ મલ્લિક સથે કામ કર્યું,૨૦૦૫મા ૮૪ વએર્શ્ની ઉમરે તેમનુ કેંસર રોગથી મ્રુત્યુ થયું.

  Reply
 2. Himanshu Trivedi

  There has been immense contribution by the great Parsi race in art, culture, law, business, industry and finance (as also in many other areas of society and life) … if we look at the beginning of the Gujarati theatre, it started as a Parsi theatre and went on to develop into a cultural phenomenon – unfortunately, the potential was never realised of what was proposed in theatre in either the Films (Gujarati) and Television – barring some exceptional films like Akhand Saubhagyavati, Kankoo, Bhav-ni-Bhavai, Kashi-No-Dikro etc. – they more or less either remained mediocre or below par.

  I have heard this song before and by this, I again pay tribute to not only Mukesh, but also great Parsi community. Thank you.

  Reply
 3. Keyur Vaidya

  ઉતમ કવિતા. ખાસ તો તેનો લય તેના શબ્દોમાથિ નિતરે છ.

  Reply
 4. Pankaj Chhaya

  V. Balsara…. No warods can match that gr8 men. Few mths back in kolkata we had gathering by his musician artist. we had beutifull eve. remembering him & his comp. Kolkata has allways had gr8 singers like pankaj mullick & composer like V.Balsara and RC Boral.

  Reply
 5. Kalpana

  આભાર જયશ્રી. બહુ સોજ્જુ ગીત અને મુકેશનો અવાજ. કમાલ કરી. ગુજરાતી ભાષામાઁ ઉર્દૂ શબ્દો પારસી કોમ હિન્દમા દૂધથી છલોછલ ભરેલા પ્યાલામા સાકરની જેમ ભળી ગયા એટલા જ મીઠાશથી ભળેલા ભાસે છે.
  કલ્પના

  Reply
 6. Dr. Mayank Modi

  બીજુ એક મુકેશ નુ ફોલ્ડર કરીને મુકેશ ના ઘણા બધા ગીતો સાઁભળવનુ મન થાય છે.જો શક્ય હોય તો.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *