ગીત – અનિલ જોશી

misty-beach.jpg ( photo by setev )
દરિયાના ગીત નથી ગાવાં, દરિયો તો
મારા સાજનની આંખ જોયું ટીપું.

લયથી હું રેબઝેબ રેલાતી જાઉ
મારા ખૂટે દિવસ નહિ રાત,
વાસણની જેમ પડ્યાં હાથમાંથી કામ
અને વિસરાતી ચાલી આ જાત !

હું તો રણમાં જોવાતી તારી વાટ રે સજન !
તમે આવો તો કૈંક હવે દીપું.

ફળિયામાં ઝૂલે છે ખાખરાની ડાળ
અને ઓસરીમાં હોવાનો ભાર
ઘરની શોભા તો મારા સાજનનો બોલ
હું તો કેડીનો રઝળું શણગાર

સાજનનાં પગલાની ભાતને ઝીલવા
સળીઓના નીડ નહીં લીપું.

3 replies on “ગીત – અનિલ જોશી”

  1. ઘરની શોભા તો મારા સાજનનો બોલ !…..
    હૈયાનો ઉંડેરો રણકાર !વાહ રે ગુજરાતણ !

  2. શબ્દો અને ચિત્ર (photo)
    બન્ને કાબિલે-દાદ છે ……!!

    દરિયો પણ-
    સાજનની આંખ જોયું ટીપું –
    આ એકરુપતા પ્રેમ અને સમર્પણનો સમન્વય !!

  3. આપણી ભાષાના સર્વશ્રેષ્ઠ ગીતોનો સંગ્રહ કરીએ તો આ ગીત મોખરાનું સ્થાન મેળવે… કવિમાંનો પુરુષ કેવી સહજતાથી જાતિપલટો કરી શક્યો છે. એક સ્ત્રીના મનોજગતનો કેવો કોમળ ચિતાર !

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *