થોડુંક હરખી જોઈએ – યામિની વ્યાસ

સ્વર –સ્વરાંકન : શૌનક પંડ્યા

જીંદગીમાં ચાલતાં પળવાર અટકી જોઈએ
ફૂલ ખીલ્યું જોઈને થોડુંક હરખી જોઈએ

શક્ય છે કે બાળપણ મુગ્ધતા પાછી મળે
થઇને ઝાકળ પાંદડીનો ઢાળ લસરી જોઈએ

આ ઉદાસીને નહીંતર ક્યાંક ઓછું આવશે
આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ

– યામિની વ્યાસ

11 replies on “થોડુંક હરખી જોઈએ – યામિની વ્યાસ”

  1. સુંદર ગઝલ અને ગાયકી!
    જોકે બીજા શે’રના ઉલા મિસરામાં છાપ-ભૂલ જણાય છે અને ગાયકે પણ ‘બાળપણ મુગ્ધતા’ ગાયું છે, જે ‘બાળપણની મુગ્ધતા’ હોવું જોઈએ.

    છંદ પ્રમાણે પણ બીજો શે’ર આ મુજબ હોવો જોઈએ, જે મૂળ ગઝલ જોવાથી ખ્યાલ આવશે.

    શક્ય છે કે બાળપણની મુગ્ધતા પાછી મળે
    થઇને ઝાકળ પાંદડીનો ઢાળ લસરી જોઈએ!

    સુધીર પટેલ.

  2. ‘આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ’ સરસ યામિનીબેન, ગમ્યુ.

  3. ‘આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ’ ખુબ જ સરસ યામિનીબેન, ગમ્યુ.

  4. ખુલ્લી આંખે પડખું ગઈકાલમાં ને ભડકે બળે ભાવિ,જીવી લે ને જીવન તું આજમાં…તો પણ ચાલો શ્રીમતી યામિનીબેન સાથે આપણે મલકી જોઈએ..!!

Leave a Reply to Chandrakant Nirmal Cancel reply

Your email address will not be published. Required fields are marked *