હજુ રસભર રાત તો – અવિનાશ વ્યાસ

ગઇકાલે – ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષની શરૂઆત – અને સાથે કવિ – સ્વરકાર – અને ગુજરાતી સંગીતજગતનો આધાર સ્તંભ – એવા શ્રી અવિનાશ વ્યાસનો પણ એ જ દિવસે જન્મદિન..!! એમને ફરી એકવાર યાદ કરી માણીએ એમની આ યાદગાર રચના….. સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસનું – અને સાંભળીએ આ ગીતની મૂળ ગાયિકાઓના સ્વરમાં..

ગુજરાતી ગીતોમાં female duets આમ ઘણા ઓછા છે – એ રીતે પણ આ ગીત ઘણું ખાસ ગણાય….

સ્વર : વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ

.

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદ્ર નથી બુઝાઈ ગયો
છે તારાઓની છાંય,
હજુ રજનીના શ્યામલ પગલાં
થોડું દૂર રહ્યું છે પ્રભાત…
જરી જંપ્યુ ગગન વિરાટ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદનભીની કુંજન છે
હજુ સૂર ગુંજે સૂનકાર…
હજુ ઢળ્યું નથી કંકુ સૂરજનું
તિમિર ને પગથાર.
હજુ ઝાંખી બળે દીપમાળ,
ના જા, ના જા, સાજના…..

– અવિનાશ વ્યાસ

25 replies on “હજુ રસભર રાત તો – અવિનાશ વ્યાસ”

  1. વાહ વાહ , આજ નો દિવસ સુધરી ગયો આ ગીત સાંભળી ને.
    આભાર

    શ્રુતિવૃદ ના બધા જ ગીતો ક્યાં મળે એ માહીતી આપની પાસે હોય તો આપશો.
    આભાર

  2. ખુબ જ સરસ ગેીત , આવા સરસ ગેીત સાભલ વાનનેી મજ્જ આવિ ગૈ

  3. આટલા દિવસથી આ ગીત સવાર-સાંજ સાંભળ્યા જ કરું છું.. કશુંક તો છે આ સ્વરાંકનમાં અને આ ગાયકી અને આ સંગીતમાં… નશો ઉતરતો જ નથી, દોસ્ત!!!

    કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું…

  4. ગ્મ્યુ.બહુ ગમ્યુ.વિભા દેસાઈ અને હર્ષદા રાવલના અવાજમા સાભળવાની મઝા આવી.

  5. બહુ વર્ષે સાઁભળ્વા મળ્યુ.આભાર્ આવુઁ જ સરસ વરષા ગીત વિભાબેનના સ્વરમા સમ્ભળાવશો.
    રીમઝીમ રીમઝીમ વાદળ વરસે………… વરસાદની સાથે મઘમઘતા ગીતોમા તરબતર થવાની મજા મળી.

  6. ત્રણ દિવસથી આ ગીત વારંવાર સાંભળી રહ્યો છું.. બસ, સાંભળી રહ્યો છું.. કોઈએ કાનમાં કેસર ઘોળ્યું હોય એવું લાગે છે… અદભુત ગાયકી…

    વાહ, કંઈ કેટલા વરસો પછી સાંભળ્યું !!!

  7. ગુજરાતને ગીત અને સંગીતનું ઘેલું લગાડનાર ઉમાશંકરભાઈ અને અવિનાશભાઈ સદા વંદન. આ ગીત પણ સરસ છે.

  8. આજે કવિશ્રી ઉમાશંકર જોશીને તો સૌએ યાદ કર્યા પરંતુ અવિનાશ વ્યાસ બહુ ઓછાને યાદ આવ્યા… તમે તેમને યાદ કરીને ઘણું સારું કર્યું. આભાર

  9. વાહ…. વિભા માસી એટલે વિભા માસી…
    ગજબ…
    my day is made…!

  10. હજુ રસભર રાત તો બાકી રહી ગઈ,
    ના જા, ના જા, સાજના…..

    આંખની સામે જ સઘળે ચીતર્યા હરપળ સજનવા.
    કેટલા ભરચક ભરેલા હોય છે હર સ્થળ સજનવા.

    ‘આવજો’ કીધા પછી વળતી નથી જે કળ સજનવા,
    એ જ બસ ખુટવાડતી ચાલી હવે અંજળ સજનવા.

  11. વાહ અવિનાશ ભાઈ ને આજે તમે ઘણી સુન્દર અન્જલિ આપી.

    જો એમના ગીતો નો એમના અને ગૌરાન્ગભાઈ ના નામ વાળો રેડિઓ કરો તો
    ઘણી વધુ મજા આવે

  12. સ-રસ ગીત.

    હજુ ચંદનભીની કુંજન છે
    હજુ સૂર ગુંજે સૂનકાર…

    Aku Sayang Kamu….

  13. ખુબજ સુન્દર ગિત જુના દિવસોનિ યાદ આપિ ગઇ
    આભાર્

  14. ગુજરાતી ગીત-સંગીતને લોક-હૃદય સુધી પહોંચાડવાનુ કામ શ્રી અવિનાશભાઈઍ કર્યુ.
    તેમને લાખ-લાખ વંદન.
    યોગિની & ઉલ્લાસ ઓઝા

  15. સુગમ સંગીત ની પ્રથમ પેઢી ની ગાયિકાઓના સ્વરમાં અવિનાશભાઈ તરફથી મળેલું સદાબહાર અને કર્ણપ્રિય ગીત સાંભળી ખુબ આનંદ થયો.

    અભાર જયશ્રીબેન

  16. hello,

    It seems like both the links has same song. I can not listen the “Shruti’s” group song. It would be great if you can fix it, so I can listen to “Shruti’s” song.

    Thanks!

  17. વાહ વાહ , આજ નો દિવસ સુધરી ગયો આ ગીત સાંભળી ને.
    આભાર

    શ્રુતિવૃદ ના બધા જ ગીતો ક્યાં મળે એ માહીતી આપની પાસે હોય તો આપશો.
    આભાર

  18. સરસ ગીત અને શ્રી અવિનાશ વ્યાસને સલામ, આપનો આભાર

Leave a Reply to Raju Cancel reply

Your email address will not be published. Required fields are marked *