રામમઢી રે મારી રામમઢી – ઉમાશંકર જોશી

આજે ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી છે. એ અવસરે એમની આ યાદગાર રચના…..

આલ્બમ : હસ્તાક્ષર
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : રવિન્દ્ર સાઠે

.

રામમઢી રે મારી રામમઢી,
ગંગા ને કાંઠે રામમઢી;
રામમઢી રે મારી રામમઢી,
જમુના ને કાંઠે રામમઢી.

કોઈ સંતન આવે મંગલ ગાવે,
અલખ ધૂનરસ રંગ લગાવે;
આવે કોઈ અવધૂત ચઢી,
રામમઢી રે મારી રામમઢી….

રસભર હૈયાની ડોલે નૈયા,
પીયુ પીયુ બોલે પ્રાણ પપૈયા;
ચેતનની વરસંત ઝડી,
રામમઢી રે મારી રામમઢી….

– ઉમાશંકર જોશી

10 replies on “રામમઢી રે મારી રામમઢી – ઉમાશંકર જોશી”

  1. કવિશ્રી એ આપેલા વારસા થી આપણે સમૃધા થયા. સૌન્દર્ય બોધ ની અનુભૂતિ થઇ …… આપણે એમના ઋણી છીએ…

  2. ગુજરાતી ભાષાના પ્રખર લેખક, કવિ, વાર્તાકાર, વિવેચક ઍવા શ્રી ઉમાશંકરભાઈને કોટિ કોટિ વંદન.
    યોગિની & ઉલ્લાસ ઓઝા

  3. કવિશ્રીની જન્મ શતાબ્દી પ્રસંગ બધાયને અભિનંદન!

  4. કવિશ્રીની જન્મશતાબ્દી પ્રસન્ગે કવિશ્રીને સ્મૃતીવંદના, આપનો આભાર…

Leave a Reply to Nalin Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *