ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

તો તુ શું કરીશ ? - મુકેશ જોષી

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

- મુકેશ જોષી

એક વર્ષ પહેલા : એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા - મુકેશ જોશી

બે વર્ષ પહેલા : સુરતનો વરસાદ... - નયન દેસાઇ

ત્રણ વર્ષ પહેલા : પલ - મણિલાલ દેસાઈ

ચાર વર્ષ પહેલા : જળ વ્હેર્યું - વ્રજલાલ દવે, ગુજરાતી દોહા અને છંદ

7 comments to તો તુ શું કરીશ ? - મુકેશ જોષી

  1. sandip shah
    July 18th, 2010 at 10:24 am

    મુકેશ ભાઇ નિ તો વાત જ અલગ ચ્હે.

  2. વિવેક ટેલર
    July 18th, 2010 at 11:22 am

    સરસ કવિતા…

  3. dr. jagdip
    July 18th, 2010 at 12:07 pm

    ફક્ત…..વા…..હ

    મોત આઘે ઠેલવાનું છે સતત
    ક્યાં સુધી જીવશું એ જુઠ્ઠા આળ પર…

  4. Nalin shah
    July 18th, 2010 at 9:37 pm

    સુન્દર્ ગઝલ્.

  5. Ullas Oza
    July 19th, 2010 at 3:03 pm

    આવા શબ્દો આપશો તો અમે શું કરશું ? વાહ વાહ !!

  6. Maheshchandra Naik
    July 21st, 2010 at 1:15 am

    શ્રી મુકેશ જોશીનુ ગીત-ગઝલ પઠન પણ માણવા જેવુ છે, આભાર…..

  7. hemang
    July 24th, 2010 at 10:56 am

    ખુબજ સુન્દર ગઝલ

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>