સંબંધ છે, પળમાંય તૂટે … – હિતેન આનંદપરા

ઓક્ટોબર ૨૦૦૭ થી ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલી આ કવિતા – આજે સૂરના સથવારે ફરી એકવાર…

સ્વર : ગાર્ગી વોરા, નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની (?)

Posted on Oct 5, 2007

કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે …

વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે …

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય

ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે …

અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય

આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે …

17 replies on “સંબંધ છે, પળમાંય તૂટે … – હિતેન આનંદપરા”

  1. mane aa rachana khub j gami. ek sambandh j che jene lidhe aaj loko ma paraspar vaat-chit no vyavhaar che. ek bija ni saathe jodai ne raheva mate sambandh j mahatva no che .ane sambandh j vyakti na jeevan ma kadvas ke mithaas lave che.

  2. ખુબજ સરસ રચના! થોદ્દાજ શબ્દોમા સમ્બન્ધોનેી નાજુકતા વ્યક્ત થાય છે.

  3. કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
    પળમાંય તૂટે …

    અળગા થવાનું કંઇ સહેલું નથી
    ને સાથે ટહુકા રૂંધાય,

    very true…

  4. વાહ, બહુજ સરસ રચના છે,

    સ્પેશિઅલિ, ‘અલ્ગ થવાનુ કૈઇ સહેલુ નથી,ને સાથે ટહુકા રુંધાય…વાહ્

    ગૌરાંગ અલૈયા, લંઙન્

  5. અળગા થવાનું કંઇ સહેલું નથી
    ને સાથે ટહુકા રૂંધાય,
    નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
    દીવાલો બંધાતી જાય

    બહુ જ સાચી વાત લખી છે.

    કેતન શાહ

Leave a Reply to manvantpatel Cancel reply

Your email address will not be published. Required fields are marked *