
કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે …
વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે …
સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય
ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે …
અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય
આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે …
Share what you loved...
Email
અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય
બહુ જ સાચી વાત લખી છે.
કેતન શાહ
સુંદર રચના…
pahela ekalta ne pachi sunyata………sambandh chhey pal ma toote……..
કેટલુંય સાચવો ,તોયે આ તો સંબંધ છે……
અતિ સુદર
How to listen this song as no icon appears.
સાચી વાત….
This is absolutely true in the life………….
ખૂબ જ સાચી વાત થોડા શબ્દોમાં
વાહ, બહુજ સરસ રચના છે,
સ્પેશિઅલિ, ‘અલ્ગ થવાનુ કૈઇ સહેલુ નથી,ને સાથે ટહુકા રુંધાય…વાહ્
ગૌરાંગ અલૈયા, લંઙન્
કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે …
અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
very true…
ખુબજ સરસ રચના! થોદ્દાજ શબ્દોમા સમ્બન્ધોનેી નાજુકતા વ્યક્ત થાય છે.
beautiful…
mane aa rachana khub j gami. ek sambandh j che jene lidhe aaj loko ma paraspar vaat-chit no vyavhaar che. ek bija ni saathe jodai ne raheva mate sambandh j mahatva no che .ane sambandh j vyakti na jeevan ma kadvas ke mithaas lave che.