ગઝલ – હરીન્દ્ર દવે

351925465_70ee5ab876_m.jpg
અળગા થવાની વાત, મહોબત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત.

પલળીશ એ ભયેથી હું શોધું છું છાપરું
વરસે છે આસમાંથી ઇનાયત થવાની વાત

ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર
સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત

પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત

સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું
માણસને આવડી ન હકીકત થવાની વાત.

6 replies on “ગઝલ – હરીન્દ્ર દવે”

  1. વિવેકભાઇ, મેઁ જે પુસ્તકમાંથી આ ગઝલ લીધી છે, એમાં તો એ શેર આ રીતે જ લખ્યો છે. પણ ત્યાં printing mistake હોઇ શકે ખરી.

  2. વિવેકભાઇ, મેઁ જે પુસ્તકમાંથી આ ગઝલ લીધી છે, એમાં તો એ શેર આ રીતે જ લખ્યો છે. પણ ત્યાં printing mistake હોઇ શકે ખરી.

  3. અળગા થવાની વાત, મહોબત થવાની વાત
    બંને ને છેવટે તો નજાકત થવાની વાત.

    સુંદર શબ્દો…

  4. પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું
    આઘે રહીને માંડું છું અંગત થવાની વાત
    – આપણી વાસ્તવિક્તાની સાચી તસ્વીર…

    સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું
    માણસને આવડી ન હકીકત થવાની વાત.
    -હ.દ.નો સદાબહાર અમર શેર…

    આભાર, મિત્ર !

    પલળીશ એ ભયથી હું શોધું છું છાપરું
    – આ પંક્તિ બરાબર ટાઈપ થઈ છે?

  5. સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું
    માણસને આવડી ન હકીકત થવાની વાત.

    પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું
    આઘે રહીને માંડું છું અંગત થવાની વાત

    ખૂબ જ સરસ…………….. !!

    આટલી તો દૂર જઈને બેઠી છું હજુ શું વિખૂટાં પડવાની વાત !!

  6. પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું
    આઘે રહીને માંડું છું અંગત થવાની વાત

    – સરસ !

Leave a Reply to ધવલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *