મનોજ પર્વ ૧૪ : ક્યાંય પણ ગયો નથી – સુરેશ દલાલ

આજે આ વર્ષના મનોજ પર્વનો છેલ્લો દિવસ… પણ ગયા વર્ષે પણ કહ્યું હતું એમ, આ તો અલ્પવિરામ છે. આવતા વર્ષે ફરીથી મનોજભાઇના શબ્દોનો ઉત્સવ ઉજવશું..!!

અને ગયા વર્ષે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં મનોજભાઇને અંજલિ અર્પી હતી.. દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે – એ જ ભાવ સાથે આજે કવિ શ્રી સુરેશ દલાલના શબ્દોમાં મનોજભાઇને શબ્દાંજલિ..!

ક્યાંય પણ ગયો નથી : હાજરાહજૂર છે
જૂનાગઢ શહેરમાં એક ગુલમહોર છે.
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.

ક્ષણોને તોડતો, બુકાની છોડતો
હ્રદયને જોડતો ગઝલ-ઘાયલ કવિ
કેટલા લય નવા, કેટલી કલ્પના :
કલમની મશાલને તેં નથી ઓલવી.

તું મનોજ : કામદેવ :
ગઝલને સો વરસ થઈ ગયાં તે છતાં
મનોજના હાથમાં રેશમી દોર છે
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.

– સુરેશ દલાલ

4 replies on “મનોજ પર્વ ૧૪ : ક્યાંય પણ ગયો નથી – સુરેશ દલાલ”

  1. ક્યાંય પણ ગયો નથી : હાજરાહજૂર છે………….
    કૈક કેટલા ય ના હૈયા ના સ્મરણૉ મા હાજરાહજૂર છે………….

  2. નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો ક્ષણોને તોડતો, બુકાની છોડતો ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે સુરેશ દલાલ ને સલામ્

  3. ગઝલકાર શ્રી મનોજભાઈને ઉત્તમ શ્રદ્ધાંજલી આપવા બદલ અને તેમની ગઝલોનુ રસપાન કરાવવા માટે ‘ટહુકા’ નો આભાર.
    સુ.દ.ના કહ્યા પ્રમાણે મનોજ ‘હાજરાહજૂર’ છે.

Leave a Reply to Ullas Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *