મનોજ પર્વ ૧૪ : ક્યાંય પણ ગયો નથી – સુરેશ દલાલ

આજે આ વર્ષના મનોજ પર્વનો છેલ્લો દિવસ… પણ ગયા વર્ષે પણ કહ્યું હતું એમ, આ તો અલ્પવિરામ છે. આવતા વર્ષે ફરીથી મનોજભાઇના શબ્દોનો ઉત્સવ ઉજવશું..!!

અને ગયા વર્ષે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં મનોજભાઇને અંજલિ અર્પી હતી.. દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે – એ જ ભાવ સાથે આજે કવિ શ્રી સુરેશ દલાલના શબ્દોમાં મનોજભાઇને શબ્દાંજલિ..!

ક્યાંય પણ ગયો નથી : હાજરાહજૂર છે
જૂનાગઢ શહેરમાં એક ગુલમહોર છે.
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.

ક્ષણોને તોડતો, બુકાની છોડતો
હ્રદયને જોડતો ગઝલ-ઘાયલ કવિ
કેટલા લય નવા, કેટલી કલ્પના :
કલમની મશાલને તેં નથી ઓલવી.

તું મનોજ : કામદેવ :
ગઝલને સો વરસ થઈ ગયાં તે છતાં
મનોજના હાથમાં રેશમી દોર છે
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.

– સુરેશ દલાલ

4 replies on “મનોજ પર્વ ૧૪ : ક્યાંય પણ ગયો નથી – સુરેશ દલાલ”

 1. મનોજપર્વની સુંદર ઉજવણી બદલ અભિનંદન

 2. Ullas Oza says:

  ગઝલકાર શ્રી મનોજભાઈને ઉત્તમ શ્રદ્ધાંજલી આપવા બદલ અને તેમની ગઝલોનુ રસપાન કરાવવા માટે ‘ટહુકા’ નો આભાર.
  સુ.દ.ના કહ્યા પ્રમાણે મનોજ ‘હાજરાહજૂર’ છે.

 3. bakulbhai says:

  નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો ક્ષણોને તોડતો, બુકાની છોડતો ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે સુરેશ દલાલ ને સલામ્

 4. k says:

  ક્યાંય પણ ગયો નથી : હાજરાહજૂર છે………….
  કૈક કેટલા ય ના હૈયા ના સ્મરણૉ મા હાજરાહજૂર છે………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *