મનોજ પર્વ ૧૦ : ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ

સ્વર – સંગીત : અમર ભટ્ટ

(The horizon @ 0.00 degrees Equator, Kenya)

.

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

– મનોજ ખંડેરિયા

11 replies on “મનોજ પર્વ ૧૦ : ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ”

  1. સરસ ગઝલ..

    દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
    વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

    ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
    અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા…

  2. આ રચના વાચંતા શ્રીમદ રાજચન્દ્રની બહુ જાણીતિ રચના યાદ આવે જ !
    અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
    અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા……….
    શ્રીમદ નુ પદ્..
    હુ કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારૂ ખરૂં, કોના સમ્બધે વળગણા છે રાખુ કે એ પરીહરૂ ?

  3. સુંદર રચના…

    ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
    થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

    – કવિ પોતાના શ્રેષ્ઠતમ શેરના પ્રભાવમાંથી બહાર ન આવી શકે એનું આ એક ઉદાહરણ મને લાગ્યું.. ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગેનો ભાવ ભીતરમાં હજી ઘુંટાતો હોય, એનો કેફ ઉતર્યો ન હોય એવા સાંજોગોમાં આ શેર લખાયો હોવાની સંભાવના ખરી… ખેર, આ મારું અંગત મંતવ્ય છે…

  4. અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
    અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.—આ સનાતન પ્રશ્ન. જવાબ ક્યા?

  5. Waah…Dhanya Thai Javayu … Sarve Kalakaro Ne Khoob Khoob Abhinandano … Manojbhai ni Adbhoot Kalam, Sundar Rachna – Amarbhai No Ekdam Soorilo Swar ane khoobaj soondar swarankan – ane emna saajindaao ni sadhna … rang laave chhe ane jindagi ne “Do-dava” ma bhaar halko kaare chhe. Aap sarve no (Jayshreeben-Amitbhai-TAHUKO ane Kalakaro) khoob khoob aabhar – dhanya kshano ni anoobhoti karav-va maate.

  6. શબ્દો,સ્વરાન્કન અને સ્વર બધુ જ અદભુત…..અભિનન્દન અમર ભાઇ…
    બન્સરેી અને યોગેન ભટટ્

  7. મનોજભાઈની ગઝલો બધાને દોડતા કરી મૂકે – પગ, સપના, મન કોઈને ન છોડે !

  8. વાહ … ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
    થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

    આનુ નામ સુન્દર Spiritual/philosophical …મનોજ એટલે મનોજ

Leave a Reply to Jayshree Cancel reply

Your email address will not be published. Required fields are marked *