મકાન છે – ગૌરાંગ ઠાકર

makaan.jpg

પથ્થરને ઈંટનું ભલે પાકું મકાન છે,
એ ઘર બને ન ત્યાં સુધી કાચું મકાન છે.

વાતોનાં છે વિસામાને મીઠા છે આવકાર,
પૂછે છે પગરવો મને કોનું મકાન છે?

મારા મકાનનું તને સરનામું આપું, લખ,
ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.

તારા જ ઘર સુધી મને કેડી લઈ ગઈ,
પહેલા હતું જ્યાં ઘર ત્યાં તો ઊચું મકાન છે.

કોયલ કમાડે આવીને ટહુક્યાં કરે છે રોજ,
અફ્સોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

એક બે ફલાગેં બહાર હું જઈ શકું છું પણ,
ભીતરની ભીંત ઠેકતા લાંબું મકાન છે.

10 replies on “મકાન છે – ગૌરાંગ ઠાકર”

  1. કોયલ કમાડે આવીને ટહુક્યાં કરે છે રોજ,
    અફ્સોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

    સરસ કલ્પના !

  2. ખુબ સરસ આભાર સહ નમ્ર વિનન્તિ આવા સુન્દર કાવ્યો મુકાતા રહે

  3. I saw I made too many mistakes writing my comment in Gujarati above, so I am repeating it in English.

    I read many poems written on title “Ghar” but 2 small lines above remembered by Vivekbhai carries the very big and true meaning of the word Ghar.

    Very nice!

  4. ઘ્ર વિષય પ્ર લ્ખાયેલી આટ્લી બ્ધી કાવ્યર્ચ્ના વાંચી પ્ણ વિવેક્ભાઇએ સૂક્ષ્મ્માં વિરા અને સ્ચોટ અરથ સ્મ્જાવ્યો. ખૂબ સ્ર્સ્!

  5. ઘર એટલે શું એની સમજ આપતી એક મજાની કાવ્યકણિકા ઘણા વરસો પહેલાં વાંચી હતી તે યાદ આવી ગઈ:

    ઘર એટલે ચાર દીવાલ ?
    ના…ના… ઘર એટલે ચાર દિ’ વ્હાલ !
    MySpace Layouts

  6. ખૂબ સુંદર ગઝલ…

    કોયલ કમાડે આવીને ટહુક્યાં કરે છે રોજ,
    અફ્સોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

    એક બે ફલાગેં બહાર હું જઈ શકું છું પણ,
    ભીતરની ભીંત ઠેકતા લાંબું મકાન છે.

    – આ બે શેર તો શિરમોર છે… મકાનના “નાના” અને “મોટા” હોવાના સાપેક્ષ આયામો બખૂબી એવા રજુ થયા છે, જાણે તાજનું નક્શીકામ ન હોય …!

    મકાન વિશે અમર પાલનપુરીની આવી જ એક ખૂબસુરત ગઝલ આપ અહીં માણી શક્શો:

    http://layastaro.com/?p=831

    -અને એક ઘર વિશેની એક ગઝલ મારી પણ અહીં વાંચી શક્શો:

    http://vmtailor.com/archives/132

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *