વાદળી વરસીને ચાલી ગઈ -રમણભાઈ પટેલ

rain-photography1
(ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી…)

સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
આલ્બમ : હસ્તાક્ષર

વાદળી વરસીને ચાલી ગઈ.
ધરતીના હૈયા ધબકાવતી ગઈ,
વાદળી વરસીને ચાલી ગઈ.

કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી;
મધુર મધુર ભીંજવતી ગઈ,
ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,
એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.

પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;
કણકણ પ્રગટાવતી ગઈ,
ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;
એ તો પળમાં અણજાણ બની ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.

-રમણભાઈ પટેલ

તરત જ ગમી જાય એવું સાવ સરળભાષી અને મનભાવન ગીત… ઉપરથી કવિતા કૃષ્ણમૂર્તિનો કર્ણપ્રિય અવાજ સાચે જ એક વાદળી વરસાવી જતો હોય એમ નથી લાગતું…?!

9 replies on “વાદળી વરસીને ચાલી ગઈ -રમણભાઈ પટેલ”

  1. અતિ સુન્દર રચના અને અવાજ તો એટલો સરસ છે કે વારંવાર સાભળ્યાં જ કરીએ.

  2. કવિતા ક્રિશ્નમુર્તિ રુપે આપણને સુગમ સંગીત ક્ષેત્રે એક અદ્ભૂત કલાકાર મલ્યા છે.આભાર બેન આ સુંદર રચના માટે.

  3. વાહ કવિતાજિ વાહ ગિત શબ્દો સગિત બહુ સરસ

  4. વરસ વરસી વરસી ખરેખર વરસી
    સન્ગિતમય…..

  5. Thanks for posting such a wonderful and sweet song..particularly when rainy atmosphere has started. How pleasent and graceful voice can create melodious effects|good composition . thanks again.

  6. Enjoyed everything. Wordings of Ramanbhai’s song, Kavita’s Sweet Voice and Shayamal- Saumils’s music. Well done song.
    Nalin

Leave a Reply to hareshbhai vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *