આ તે કેવું ? – કૃષ્ણ દવે

ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું ?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું ? આ તે કેવું ?

મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?

– કૃષ્ણ દવે

—————–
વેમ્બલિમાં ઝળહળતી ગુર્જરી માટે એક અનેરો લ્હાવો…. કવિ કૃષ્ણ દવે સાથે મજલિસ (લંડન, 17 જુલાઈ 2010, બપોરે 2.30)

9 replies on “આ તે કેવું ? – કૃષ્ણ દવે”

  1. લંડન વાસીઓ ને મજા પડશે એમાં બે-મત નથી.
    કૃષ્ણ ને મારા અભિનંદન

  2. ૧૭,જુલાઈએ લંડન જવાનુ મન થઈ જાય એવુ, આ તે કેવું…….

  3. વા……હ ક્રુષ્ણભાઈ
    અહી ગુજરાતમાઁ તમારા કાવ્યોનુ કામણ પથરાયુ છે તેનાથી વધુ વિદેશમા પણ પથરાય એવી હ્રદય પુર્વકની શુભકામના…

  4. ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?…

    Beautiful!!!

Leave a Reply to KRISHNAKANT VYAS Cancel reply

Your email address will not be published. Required fields are marked *