એકલા વાગ્યા નથી પથ્થર મને – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

stone.jpg

જંપવા દેતું નથી પળભર મને,
કોણ કોરી ખાય છે અંદર મને.

કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.

નામ બીજા પણ ઘણા છે દોસ્તો,
એકલા વાગ્યા નથી પથ્થર મને.

ઝેર ભોળા થાવ તો પીવું પડે.
બસ ગમે છે એટલે શંકર મને.

વસવસો, કે જોઇ ટોળામાં પછી,
તેં ગણી લીધો હશે કાયર મને.

પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?

3 replies on “એકલા વાગ્યા નથી પથ્થર મને – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

  1. ચિ,જયશ્રી,

    ‘મિસ્કિનની ગઝલ વાચવાની મઝા આવી.
    એક મારી તાજી રચના રસસ્વાદ માટે,
    ……………………………
    જિદગીનુ સડસડાટે વહી જવુ
    કાલનુ ફોટો બનીને રહી જવુ

    એક બે વાતો હતી માડ ખાનગી
    ચાર છ જણનુ આવી કહી જવુ

    જળ સમી લીસ્સી સપાટીના ખેલમા
    ઝાઝવાનુ કાકરાને સહી જવુ

    સત્યને ભૈ, નગ્ન કે પ્રછન્ન શુ?
    આબરુ સચવાય તેને ચહી જવુ

    ‘કીર્તિ ‘ કૈ સિક્કો ઉછાળ્યે મળે નહી
    ઠોકરોમા ઉછળે તે ગ્રહી જવુ

    ,,,,,,,,કીર્તિકાન્ત પુરોહિત.
    ………………………….
    આભાર સહ.

  2. વસવસો, કે જોઇ ટોળામાં પછી,
    તેં ગણી લીધો હશે કાયર મને.

    પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
    પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?
    – સરસ વાત કરી છે… મજા આવી…

  3. I tried to type out in Gujarati now. It was difficult for half and joint letters like ” Sambhalvani” to hear. Any way the message was it was very nice to hear your deliberation yesterday at Valsad. We are proud that you, sitting in USA are doing an appreciable service to our beloved mother tongue Gujarati.

    Wish you all the best in your endeavour.

    Regards,
    Harshad Mavani, Valsad

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *