ઈચ્છાઓ ઘર ઘર રાખી છે – મકરંદ મુસળે

જાણે દુશ્મન પર રાખી છે,
એમ નજર ભીતર રાખી છે.

નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે,
શ્રધ્ધા જાત ઉપર રાખી છે.

છાતી પર ખંજર ક્યાં મારો?
જાન હથેળી પર રાખી છે.

હું તો ચલ ધીમું ચાલું છું,
તેંય ગતિ મંથર રાખી છે.

માણસ દોડ્યે રાખે માટે,
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે.

– મકરંદ મુસળે

17 replies on “ઈચ્છાઓ ઘર ઘર રાખી છે – મકરંદ મુસળે”

  1. ” જાણે દુશ્મન પર રાખી છે,
    એમ નજર ભીતર રાખી છે.”

    સૌને હ્રદયે ઈ બેઠો છે
    જીવ પર નજર રાખી ને

    શુ કરુ કે ના કરુ હુ
    તેના પર નજર રાખી છે.

    તેના રાજીપા મા
    મે મારો રાજીપો જોયો છે.

  2. ક્યા કહને !
    ટૂંકી બહર માં મકરંદની હથોટી આમ પણ જાણીતી છે.

  3. હું તો ચલ ધીમું ચાલું છું,
    તેંય ગતિ મંથર રાખી છે…
    આ તે કેવી સમયની ગતિ હતી મુઠ્ઠી ખોલીને જોયું તો અકબંધ રેતી હતી…

  4. માઁની મમતા એકજ સાચી ,
    બાકી મમતા પર રાખી છે .

    તારી મારી ભીતર હરિએ ,
    ઇચ્છાને હરફર રાખી છે .

  5. ખુબજ સુન્દર મકરન્દ ભૈ તુને તો મુઝે ઘાયલી જ કર ડાલા. સલામ ,નમસ્તે,

  6. માણસ દોડ્યે રાખે માટે,
    ઈચ્છાઓ ઘર ઘર રાખી છે….
    ઘણુ બધુ કહેવાય જાય છે…..અભિનદન અને આભાર….

  7. Good one… spiritual message.

    First few SHER remind me of BEFAM or SHUNYA PALANPURI…
    Last SHER reminds me of Gazals by Ashraf Dabawala as his Gazals have ususlly good philosophical and spiritual message…

Leave a Reply to હેમંત પુણેકર Cancel reply

Your email address will not be published. Required fields are marked *