કવિતા – સુરેશ દલાલ

feather.jpg

મેં એક ફૂલને
ધારીધારીને જોયું
ને આંખમાં
ઝાકળ બાઝી ગયાં.

મેં એક ઊડતા પંખીને
એકીટશે જોયું
ને આંખમાં
વાદળ વાગી ગયાં.

અચાનક વીજળી પડી.

મારા હાથમાં
થોડીક પાંદડી, એકાદ પીંછું –
અને એનાથી રચાતી
આ कविता.

4 replies on “કવિતા – સુરેશ દલાલ”

 1. Niraj says:

  મારા હાથમાં
  થોડીક પાંદડી, એકાદ પીંછું –
  અને એનાથી રચાતી
  આ कविता.
  very nice poem.

 2. Ketan Shah says:

  એક ઊડતા પંખીને
  એકીટશે જોયું
  ને આંખમાં
  વાદળ વાગી ગયાં.

  કેટલી સરળ અને સુંદર કાવ્ય રચના. બહુ જ સરસ.

  કેતન શાહ

 3. Maitri says:

  મને સુરેશ દલાલ નિ કવિતા ઓ ગમે છે. તો મને તે મોક્લ્જો

 4. Ravindra Sankalia. says:

  કવિતાની વ્યાખ્યા સરસ કરી આપી છે.કવિતા એટલે શુ તે થોડી પન્ક્તિઓમાજ હખબર પડી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *