બોલે છે ઝીણા ઝીણા મોર.. – કેશવ રાઠોડ

સ્વર – પ્રફુલ દવે, ઉષા મંગેશકર અને કોરસ
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગીત – કેશવ રાઠોડ
ગુજરાતી ફીલમ – ચોરી ના ફેરા ચાર (૧૯૭૯)

.

બોલે છે ઝીણા ઝીણા મોર, રે મધુવન
બોલે છે ઝીણા ઝીણા મોર….

હો મીઠું રે મીઠું બોલે રે મોરલો,
હાલો કાપે મારા કાળજાની કોર રે મધુવન
બોલે છે ઝીણા ઝીણા મોર….

હે દલનાં વેપારી અમે દલડા રે વેચીએ,
હે હાલો ચિત્તડા કેરા છો તમે ચોર રે મધુવન,
બોલે છે ઝીણા ઝીણા મોર….

સંગે રે રમશું ને સંગે રે ભમશું,
હે હાલો જોબનીયું ઝાકમઝોળ રે મધુવન,
બોલે છે ઝીણા ઝીણા મોર….

8 replies on “બોલે છે ઝીણા ઝીણા મોર.. – કેશવ રાઠોડ”

  1. પ્રિય જયશ્રીબહેન
    ગુજરાતી ફિલ્મ નુ એક યુગલ ગીત “રાત છે વરસાદ ની મોસમ મસ્ત છે” આશા ભોસલે અને મહેન્દ્ર કપુરજી એ ગાયેલુ સામ્ભળવા મળે ?
    આપ નો ખુબ આભાર…

  2. મીરાબાઈનું ‘રાજા તારા ડુંગરિયા પર …’ ભક્તિપદ યાદ આવી ગયું. પંડિત ઓમકારનાથજીના શિષ્ય શ્રી અતુલ દેસાઈના કંઠે એ બહુ સરસ રીતે ગવાયું છે.

    કેસુડા.કોમ પર વર્ષો પહેલા સાંભળ્યું હતું. અત્યારે યોગ્ય ફોન્ટ વગર વાંચી નહીં શકાય પણ ગ્રામોફોનના સિમ્બોલ પર ક્લિક કરવાથી રિયલ પ્લેયર વડે સાંભળી શકાશે.

    http://kesuda.com/mag09/song01.htm

    જયશ્રી જો એને ફરી રેકોર્ડ કરી મૂકી શકે તો મઝા પડે.

Leave a Reply to Shirin Cancel reply

Your email address will not be published. Required fields are marked *