જળ પ્રપાત હે વહો નિરંતર – ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા

.

જળ પ્રપાત હે વહો નિરંતર, અનંત યુગોથી અનંત રાગથી,
ગીત ઊઠે તુજ મહા નિરંતર, જળ પ્રપાત હે વહો નિરંતર.

મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે;
સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.

અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું;
તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુનું તંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.

– ભાગ્યેશ જહા

આભાર – ઊર્મિ

9 replies on “જળ પ્રપાત હે વહો નિરંતર – ભાગ્યેશ જહા”

  1. Beautiful poetry,compo.,ssinging,chorus,arrangement…..Kyaa baat hai!Congrat to Bhagyeshbhai,Soli,composor,Chorus voices,arranger…..1dumHatke!

  2. અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું;
    તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુનું તંતર !

    અદ્ભુત અનુભુતિ ….અહિ અમેરિકા મા નિર્જ્હર વર્શાદ નિ યાદ કરાવતિ સરસ કવિતા……….
    આભાર જ્હા સહેબ્
    Siddhartha Dave

  3. વાહ… સુંદર કાવ્ય! આજકાલ આવા કાવ્યો ઝાઝા લખાતા નથી.
    સોલીભાઈ અને વૃંદ દ્વારા સરસ ન્યાય આપાયો છે.

  4. ભાગ્યેભૈ .
    તમારિ રચનામા કૈક વિશેશ્ હોય ચ્હે .
    કાણ્તિભઅઇ કેનેદાથિ યાદ .

    +૧ ૪૧૬ ૨૯૦ ૬૩૭૨

  5. સુન્દર કવન અને ગવન! દીલ ભીન્જાવી ગયુ. અને હા પેલુ પિક્ચર, તેના પર ક્લીક કરોતો વરસાદથી ભીન્જાય જશો!

  6. વાહ, મજા આવી ગઈ.શબ્દો સ્વર અને સંગીત ત્રણેય સરસ.

Leave a Reply to kirit bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *