પ્રણયપત્રો – ચન્દ્રકાન્ત ‘સુમન’

કાં પધારી એ રહ્યાં છે મેં પુકાર્યાં તો નથી,
ખુદબખુદ માની ગયાં છે ? મેં મનાવ્યાં તો નથી.

કાં તરંગોમાં ઉમંગો હું નિહાળું છું ભલા?
સાગરે કોઈ ઉમંગીને ડુબાવ્યા તો નથી?

દ્વાર પર આવીને મારે છે ટકોરા કોઈ,
અંધ કિસ્મત, તું જરા જો એ પધાર્યાં તો નથી?

ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,
એમણે મારા પ્રણયપત્રો જલાવ્યા તો નથી?

કેદ લાગે છે જીવન એણે નજર કીધા પછી,
એમણે અમને જિગર માંહે વસાવ્યા તો નથી?

ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,
અમને દિલબર ! તમે સપનામાં રડાવ્યા તો નથી?

કેમ ખારાશ છે આવી એ સમંદરનાં જલે ?
આંખ ! બે આંસુ કિનારે તે વહાવ્યા તો નથી?

યાદ કાં આવે નહીં મુજને મિલન કેરી મઝા,
એ પ્રસંગો તમે પાલવ તળે ઢાંક્યા તો નથી?

– ચન્દ્રકાન્ત ‘સુમન’

8 replies on “પ્રણયપત્રો – ચન્દ્રકાન્ત ‘સુમન’”

  1. પ્રતિ શ્રેી
    પ્રિતી પ્રતીભાવ
    પ્રણયપાત્રોના પ્રણયપત્રો પુરક, પ્રેરક, પ્રોત્સહન,ને પ્રેરણા પ્રગટાવી ગયા

  2. પ્રેમપત્રોનો સહવાસ જ કાફી હોય છે!!!!!!!આભાર……

  3. કેમ ખારાશ છે આવી એ સમંદરનાં જલે ?
    આંખ ! બે આંસુ કિનારે તે વહાવ્યા તો નથી?
    અને..
    ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,
    અમને દિલબર ! તમે સપનામાં રડાવ્યા તો નથી?
    આ બે શેર બહુ ગમ્યા.
    ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
    ને ચિરજીવી વેદનાનું વૃંદ એ જ આંસુ !

  4. પ્રેમીની યાદ કે પ્રણય-પત્રો નો સહવાસ !

  5. ખરેખર બહુજ અદભુત રચના. રમેશ પારેખ ને મારા લાખ લાખ સલામ

  6. ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,
    અમને દિલબર ! તમે સપનામાં રડાવ્યા તો નથી?

    કેમ ખારાશ છે આવી એ સમંદરનાં જલે ?
    આંખ ! બે આંસુ કિનારે તે વહાવ્યા તો નથી?

    Nice one…

Leave a Reply to Mehmood Cancel reply

Your email address will not be published. Required fields are marked *